દિલ્હીમાં ઑનર કિલિંગ : દીકરીએ પ્રેમ લગ્ન કરતા પરિવારે મોતને ઘાટ ઉતારી દીધી, છ લોકોની ધરપકડ

News18 Gujarati
Updated: February 22, 2020, 8:35 AM IST
દિલ્હીમાં ઑનર કિલિંગ : દીકરીએ પ્રેમ લગ્ન કરતા પરિવારે મોતને ઘાટ ઉતારી દીધી, છ લોકોની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીને તેના પાડોશમાં જ રહેતા યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બાદમાં બંનેએ પરિવારને જણાવ્યા વગર આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા.

  • Share this:
નવી દિલ્હી : રાજધાની દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ઑનર કિલિંગ (Honour Killing)નો એક મામલો સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય યુવતીની ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી છે. આ કેસમાં પરિવારના છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ શીતલ ચૌધરી તરીકે કરવામાં આવી છે. આ કેસમાં શુક્રવારે મૃતકના પિતા રવીન્દ્ર, માતા સુમન, કાકા સંજય, ઓમ પ્રકાશ, ફુવાનો દીકરો પ્રવેશ અને સંબંધમાં થતા એક જમાઇ અંકિતની ધરપકડ કરવામાં આવી છે.

પ્રેમ લગ્નથી પરિવાર નારાજ હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીને છેલ્લા ત્રણ વર્ષથી પાડોશમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બાદમાં બંનેએ ઘરમાં કોઈને કહ્યા વગર ઓક્ટોબર, 2019માં આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. છોકરીને ખૂબ સમજાવી છતાં તે લગ્ન તોડવા માટે તૈયાર થઈ ન હતી. જે બાદમાં પરિવારના લોકોએ તેની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી. જે બાદમાં 30મી જાન્યુઆરીના રોજ હત્યા કરી નાખી હતી. જે બાદમાં યુવતીના શબને અલીગઢની એક નહેરમાં ફેંકી દીધું હતું.

યુવતીના પતિએ કેસ દાખલ કરાવ્યો

જ્યારે પતિએ તેની પત્નીને ફોન કર્યો ત્યારે તેનો ફોન બંધ આવતો હતો. આથી પતિને કંઈક અજુગતું થયાની શંકા પડી હતી. બાદમાં તેણે ન્યૂ અશોક નગર પોલીસ મથકમાં તેની પત્ની ગુમ થવાની ફરિયાદ આપી હતી. પોલીસે જ્યારે શીતલના પરિવારની પૂછપરછ કરી ત્યારે તેમણે એવું કહીને વાત ટાળી દીધી કે શીતલ કોઈ સંબંધીના ઘરે ગઈ છે. પરંતુ શીતલ ત્યાં પણ મળી ન હતી. જ્યારે પોલીસને શંકા પડી ત્યારે તેમણે પરિવારની કૉલ ડિટેઇલ તપાસી હતી. કૉલ ડિટેઇલમાં અમુક નંબર પર 30મી જાન્યુઆરીના રોજ ઘણી વાતો થઈ હતી. જે જે નંબરો પર યુવતીના માતાપિતાની વધારે વાતો થઈ હતી તે લોકોની પૂછપરછ કરતા તેઓ પોલીસની વાતને ટાળી રહ્યા હતા. જોકે, પોલીસે આકરી પૂછપરછ કરતા તે લોકો ભાંગી પડ્યા હતા અને સમગ્ર હકકત જણાવી હતી.
First published: February 22, 2020, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading