સીવાન : બિહાર (Bihar)ના સિવાનમાં એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવાનો (Brutal Murder) નો મામલો સામે આવ્યો છે. ઘટના જિલ્લાના મેરવા વિસ્તારની છે. મૃતકના બંને પગ અને હાથ કાપવામાં આવ્યા હતા. ઉપરાંત, માથું પણ ધડથી અલગ કરવામાં આવ્યું છે. હત્યા (Murder)ની ઘટનાને અંજામ આપ્યા બાદ લાશને કોથળામાં બાંધી મેરવા પોલીસ (Merva Police) સ્ટેશન વિસ્તારના સ્ટેશન રોડ ઉપર કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી.
બુધવારે જ્યારે કેટલાક લોકોએ કોથળામાં મૃતદેહ જોયો હતો અને આ વાત વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. લોકોએ આની જાણ મેરવા પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ડેડબોડીનો કબજો મેળવી તેની ઓળખ શરૂ કરી હતી. કલાકો બાદ લાશની ઓળખ માલદાર ભવન રોડના એક ચા વેચનાર છોટીલાલ પટેલના પુત્ર રાજેશકુમાર પટેલ તરીકે થઈ હતી. તે મંગળવારે રાત્રે 8 વાગ્યાથી ગુમ હતો.
આ કેસની તપાસ કરી રહેલ પોલીસે માત્ર થોડા કલાકોમાં જ બે લોકોને (જે પતિ અને પત્ની બતાવવામાં આવી રહ્યા છે) કસ્ટડીમાં લીધા હતા. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સીવાનના એસપી અભિનવ કુમારે બંનેની અટકાયતની પુષ્ટિ કરી છે. આ મામલો પ્રાથમિક તપાસમાં અવૈધ સંબંધનો લાગી રહ્યો છે.
સિવાન એસપીએ એમ પણ કહ્યું કે. આ કેસમાં અટકાયત કરાયેલા બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે રાજેશના બંને પગ, બંને હાથ અને માથું ક્યાં છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. એસપીએ જણાવ્યું હતું કે, જે રીતે નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ છે કે હત્યાની આ ઘટના બદલાની ભાવનાથી કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર