લગ્ન સમારોહમાં ફાયરિંગ: ઑર્કેસ્ટ્રા સંચાલકની હત્યા, મહિલા ડાન્સરનું કરાયું અપહરણ

બિહારમાં ઑર્કેસ્ટ્રા સંચાલકની હત્યા કરી ડાન્સરનું અપહરણ કરી દીધું. (પ્રતીકાત્મક તસવીર)

લગ્ન સમારોહમાં 12 બદમાશોએ ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કરતાં અફરા તફરી, મહિલા ડાન્સરનું કિડનેપ કરી ફરાર

 • Share this:
  સીવાન, બિહાર : સીવાનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઑર્કેસ્ટ્રા (Orchestra) દરમિયાન મહિલા ડાન્સર (Female Dancer)ને કિડનેપ કરીને લઈ જવાનો મામલો સામે આવ્યો છે. તેનો વિરોધ કરતાં અપરાધીઓએ અંધાધૂંધ ફાયરિંગ (Firing) પણ કર્યું. ફાયરિંગની આ ઘટનામાં ઑર્કેસ્ટ્રા સંચાલક રાજાનું ગોળી વાગવાથી કરૂણ મોત થયું, તો એક અન્ય યુવક પ્રવીણ કુમાર ગંભીરે રીતે ઘાયલ થતાં હૉસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યો છે.

  ઘટના સીવાનના જીબી નગર પોલીસ સ્ટેશનની હદના જગદીશપુર ગામની છે. મળતી માહિતી મુજબ લગ્ન સમારોહ (Marriage Function)માં ઑર્કેસ્ટ્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે લગભગ 12ની સંખ્યામાં અપરાધી મહિલા ડાન્સરને સાથે લઈને જવા લાગ્યા. તેનો વિરોધ કરતાં અપરાધીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેના કારણે ઑર્કેસ્ટ્રા સંચાલકના દીકરા રાજાનું ગોળી વાગવાથી મોત થયું. એક અન્ય યુવક પ્રવીણ કુમારને ગોળી વાગતાં ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો.

  આ પણ વાંચો, Bullet Rani: દુલ્હનની બુલેટ એન્ટ્રી જોઈ વરરાજા અને જાનૈયા ડઘાઈ ગયા!

  ઘાયલ પ્રવીણ કુમારની સારવાર સીવાન હૉસ્પિટલમાં ચાલી રહી છે. અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યા બાદ દુ:સાહસનો પરિચય કરાવ્યો અને એક મહિલા ડાન્સરને પોતાની સાથો પણ લઈને ભાગી ગયા. મામલાની જાણકારી મળતાં જ પોલીસ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ. હાલ પોલીસ મામલાના દરેક પહેલુ પર તપાસ કરી રહી છે.

  (ઇનપુટ : મૃત્યુંજય કુમાર)

  આ પણ વાંચો, કારચાલકે SMSનો જવાબ આપવાં છોડ્યું સ્ટિયરિંગ, કાર ઊડીને નદીમાં ખાબકી

  Gujarati Latest News : સમાચાર થી સતત અપડેટ રહેવા ફેસબુક પેજ અને ટ્વિટર પર અમને ફોલો કરો
  Published by:Mrunal Bhojak
  First published: