Home /News /national-international /VIDEO: ખેડૂતે કાશીના અનમોલ ટામેટાની ખેતી કરી, એક વિઘામાં 6 ક્વિન્ટલ ટામેટાનું કર્યું ઉત્પાદન

VIDEO: ખેડૂતે કાશીના અનમોલ ટામેટાની ખેતી કરી, એક વિઘામાં 6 ક્વિન્ટલ ટામેટાનું કર્યું ઉત્પાદન

kashi tomato

સુરેશ પ્રસાદ જણાવે છે કે, કાશી અનમોલ ટામેટાની એક મોટી વિશેષતા એ છે કે, આ ટામેટા એક વાર લગાવવાથી બેથી ત્રણ વાર હાર્વેસ્ટ કરી શકાય છે. આ સુકાયા બાદ ફરીથી નવેસરથી તૈયાર થાય છે અને પહેલાની માફક જ પાક આપે છે.

  • Local18
  • Last Updated :
  • Siwan, India
રિપોર્ટ-અંકિત કુમાર સિંહ

સીવાન: બિહારના સીવાનમાં ખેડૂતો હવે કેટલીય વેરાયટીની શાકાભાજીની ખેતી કરવા લાગ્યા છે. તેનાથી સારો એવો નફો કમાઈ રહ્યા છે અને અન્ય ખેડૂતો પણ તેનાથી પ્રેરણા લઈ રહ્યા છે. તો વળી સીવાનમાં આ વખતે એક ખેડૂતે કાશી અનમોલ ટામેટાની ખેતી પહેલી વાર કરી રહ્યા છે. આ ખેતી સીવાન જિલ્લાના ગોરિયોકોઠી પ્રખંડના કરપલિયા ગામમાં ખેડૂત સુરેશ પ્રસાદે કર્યું છે.

આ ટામેટાની સર્વાધિક ખેતી ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં હોય છે. ખેડૂત કાશી અનમોલ ટામેટાની ખેતી કરીને ઓછા ખર્ચે સારો એવો નફો કમાઈ શકે છે. ખેડૂતો માટે કાશી અનમોલ ટામેટા વરદાન સાબિત થઈ શકે છે. સામાન્ય ટામેટા કરતા તેનો ભાવ પણ સારો એવો મળે છે. આ પ્રજાતિના ટામેટાની ખેતી ખેડૂતો ઓર્ગેનિક રીતે કરી શકે છે. તેમાં ઉત્પાદન પર કોઈ અસર થતી નથી.
" isDesktop="true" id="1365854" >

એક વિધામાં સુરેશ પ્રસાદે કરી છે કાશી અનમોલ ટામેટાની ખેતી


સીવાન કરપલિયાના રહેવાસી ખેડૂત સુરેશ પ્રસાદ જણાવે છે કે, કાશી અનમોલ ટામેટા ઉત્તર પ્રદેશના કાશી યૂનિવર્સિટીમાંથી તૈયાર થયેલા સીડ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભગવાનપુરથી તેમણે લીધા છે જે બાદ તેમણે પ્રયોગ તરીકે બે જગ્યાએ એક વીધા જમીનમાં વાવણી કરી છે. પાક સારો છે અને સારામાં સારુ ઉત્પાદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ઓર્ગેનિક ખેતી માટે કાશી અનમોલ ટામેટાની વેરાયટી ખૂબ જ શાનદાર છે.

આ બિયારણને ઠંડી લાગવાનો કોઈ ડર નથી. સામાન્ય ટામેટાથી કાશી અનમોલ ટામેટાની કિંમત 15થી 20 રૂપિયા વધારે છે. જો સામાન્ય ટામેટા માર્કેટમાં 30 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, તો કાશી અનમોલ ટામેટા 45થી 50 રૂપિયે કિલો વેચાય છે. કાશી અનમોલ ટામેટા મોંઘા હોવાનું મુખ્ય કારણ ઓર્ગેનિક ખેતી છે.

આ પણ વાંચો: PHOTOS: તિરુપતિમાં ભક્ત હનુમાન પર સવાર થઈ પ્રભુ શ્રીરામે રામનવમી પર લોકોને દર્શન આપ્યા, ધન્ય થયાં ભક્તો

સુરેશ પ્રસાદ જણાવે છે કે, કાશી અનમોલ ટામેટાની એક મોટી વિશેષતા એ છે કે, આ ટામેટા એક વાર લગાવવાથી બેથી ત્રણ વાર હાર્વેસ્ટ કરી શકાય છે. આ સુકાયા બાદ ફરીથી નવેસરથી તૈયાર થાય છે અને પહેલાની માફક જ પાક આપે છે.

જો કે, અન્ય પ્રકારના ટામેટાની વેરાયટી લગાવવા પર એક વાર જ હાર્વેસ્ટ કરી શકા છે. બે વાર ઉછરતા નથી અને તેમાં ટામેટા પણ આવતા નથી. જ્યારે કાશી અનમોલ ટામેટાને બેથી ત્રણ વાર પાક લઈ શકાય છે.

કાશી અનમોલ ટામેટા ખાવાથી કોઈ પણ પ્રકારની બીમારી થવાની સંભાવના નથી રહેતી. પણ હાઈબ્રિડ ટામેટાનું સેવન કરવાથી બીમારી થવાની સંભાવના છે. કાશી અનમોલ ટામેટાની ખેતી કરવાથી એક વીધામાં લગભગ 5થી 6 ક્વિન્ટલ ટામેટાનું ઉત્પાદન થાય છે અને ભાવ પણ સારા એવા મળે છે.
First published:

Tags: Bihar News, Tomato

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો