ચીની સીમા પર સ્થિતિ નિયંત્રણમાં છે, નેપાળ સાથે સંબંધો હંમેશા મજબૂત રહેશે: સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે

News18 Gujarati
Updated: June 13, 2020, 2:11 PM IST
ચીની સીમા પર સ્થિતિ નિયંત્રણમાં છે, નેપાળ સાથે સંબંધો હંમેશા મજબૂત રહેશે: સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે
સેનાધ્યક્ષ મનોજ મુકંદ નરવણે

સેનાધ્યક્ષે કહ્યું - સતત સંવાદના માધ્યમથી અમે ચીન સાથે તમામ મતભેદોને દૂર કરવા માંગીએ છીએ.

  • Share this:
ભારતીય થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે (COAS Manjoy Mukund Naravane) કહ્યું કે ચીન (China india) પાસે આવેલી સીમાઓમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને આ મામલે વાતચીત ચાલી રહી છે. CoAS નરવણેએ શનિવારે ઉત્તરાખંડ સ્થિત દેહરાદૂરમાં હતા. જ્યાં તેમણે ઇન્ડિયન મિલિટ્રી એકેડમી (IMA POP 2020)ની પાસિંગ આઉટ પરેડમાં રિવ્યૂઇંગ ઓફિસર તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન મીડિયાથી વાત કરતા નરવણે કહ્યું કે હું તમને બધાને તે વાતની બાંહેધરી આપવા માંગુ છું કે ચીનની સાથે આપણી સીમાઓ પર સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અને અમે વાતચીત કરી રહ્યા છે. જે કોર કમાન્ડર સ્તર પર વાર્તા શરૂ થઇ છે અને સ્થાનીય સ્તર પર કમાન્ડરોની સમકક્ષ રેન્ક સાથે પણ વાત શરૂ થઇ છે.

જનરલ નરવણે કહ્યું કે નતીજનત, ડિસિન્ગૈજ્મેન્ટ ઓછી થઇ છે. અમે આશા રાખીએ છીએ કે અમારી દ્વારા કરવામાં આવી રહેલા સતત સંવાદના માધ્યમથી અમે તમામ મતભેદોને દૂર કરીએ. બધુ જ નિયંત્રણમાં છે. નેપાળ (Indo Nepal Border)ની સાથે હાલમાં થયેલા ઘટનાક્રમ અને વિવાદ શૃંખલા પર જનરલ નરવણેએ કહ્યું કે નેપાળની સાથે અમારો મજબૂત સંબંધ છે. અમે ભૌગોલિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંબંધ ધરાવીએ છીએ. અમારી પાસે લોકોને જોડવા માટે ખૂબ મજબૂત લોકો છે. અને તેમની સાથે અમારો સંબંધ હંમેશા મજબૂત હતો અને ભવિષ્યમાં પણ રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સેનાઓ વચ્ચે પૈંગોંગ સો, ગલવાન ખીણ, દેમચોક અને દૌલત બેગ ઓલ્ડી પર પાંચ સપ્તાહથી વધુ સમયથી ગતિરોધ ચાલુ છે. બંને દેશોની એલએસી પર ઉત્તર સિક્કરમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

ત્યાં જ નેપાળ દ્વારા તેમના નવા નક્શા મુજબ લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાઘુરાને નેપાળી સીમામાં બતાવ્યા પછી અહીં તણાવ વધ્યો છે. તેમાં શુક્રવારે નેપાળથી પોલીસે ગોળીબારી કરતા અહીં 1 ભારતીય નાગરિકની મોત થઇ છે. જે પછી અહીં સ્થિતિ ગંભીર છે. આ મામલે ભારતે કહ્યું છે કે નેપાળના નવા નક્શામાં જે ત્રણેય ભાગો બતાવવામાં આવ્યા છે તે ત્રણેય વિસ્તાર ભારતના ઉત્તરાખંડનો ભાગ છે. ભારતમાં જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ રજૂ કર્યા પછી ગત વર્ષે નવેમ્બરમાં એક નવો નક્શો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં આ ત્રણેય વિસ્તારને ઉત્તરાખંડનો ભાગ ગણાવ્યો હતો. જેને નેપાળે વિવાદિત કહ્યો હતો.
First published: June 13, 2020, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading