દેશમાં આજે ઈદ-ઉલ-અઝહા (Eid-ul Azha) મનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) પણ હાલત સામાન્ય છે. આર્ટિકલ 370 હટાવાયા બાદ ખીણમાં લોકો ઈદનો ઉત્સવ મનાવી રહ્યા છે. અલગ અલગ મસ્જિદમાં લોકો નમાઝ અદા કરી રહ્યા છે. તહેવારના પ્રસંગે તંત્ર લોકોને ભોજન સહિતની બીજી વસ્તુઓ પહોંચાડવા માટે રવિવારથી જ કામે લાગી ગયું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી છે.
બજારમાં લોકોની ભીડ
કાશ્મીરમાં ઈદ ઉલ અઝહા પહેલા રવિવારે બેંકો, એટીએમ અને અમુક બજારો ખુલ્લા રહ્યા હતા. તંત્રએ તમામ પ્રતિબંધોમાં છૂટ આપી હતી, જેનાથી લોકો તહેવાર માટે ખરીદી કરી શકે. અધિકારીઓએ જણાવ્યું કે ખીણમાં ક્યાંય પણ હિંસાના સમાચાર નથી. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જમ્મુ વિસ્તારમાં પરિસ્થિતિ ઝડપથી થાડે પડી રહી છે. જ્યારે પાંચ જિલ્લામાંથી કલમ 144 હટાવી લેવામાં આવી છે. અન્ય પાંચ જિલ્લામાં ઈદને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.
શ્રીનગરના નાયબ પોલીસ કમિશ્નર શાહિદ ઇકબાલ ચૌધરીએ જણાવ્યું કે પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે, સરકારી તેમજ ખાનગી વાહનો રસ્તાઓ પર દોડી રહ્યા છે. લોકોની સુવિધા માટે દરેક મહત્વપૂર્ણ જગ્યાએ મેજીસ્ટ્રેટોની તહેનાત કરવામાં આવી છે.
પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ સોમવારે ટ્વટિ કરીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ લખ્યું કે, આશા છે કે સમાજમાં શાંતિ અને ખુશીનો માહોલ બન્યો રહેશે. ઈદ મુબારક!
My best wishes on the occasion of Eid al-Adha. I hope it furthers the spirit of peace and happiness in our society. Eid Mubarak!
બકરા ઈદને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં છ બજાર બનાવવામાં આવ્યા છે, અહીં 2.5 લાખ પ્રાણી રાખવામાં આવ્યા છે. લોકોના ઘરો સુધી શાકભાજી, ગેસ સિલિન્ડર, મરઘા, ઇંડા વગરે પહોંચાડવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારના પ્રસંગે લોકોની જરૂરી વસ્તુઓ પહોંચાડવા તેમજ સોમવારે મસ્જિદોમાં નમાઝ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે લોકોની સુવિધા માટે દરેક ખાસ જગ્યા પર મેજિસ્ટ્રેટોની તહેનાતી કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર