મોદી સરકાર પણ ન રોકી શકી, આ મોટો નેતા પહોંચ્યા જમ્મુ કાશ્મીર

News18 Gujarati
Updated: August 29, 2019, 12:11 PM IST
મોદી સરકાર પણ ન રોકી શકી, આ મોટો નેતા પહોંચ્યા જમ્મુ કાશ્મીર
સીતારામ યેચુરી ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટની મંજૂરી પછી શ્રીનગર જવા રવાના થતા સીતારામ યેચુરી

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં હજી પણ અનેક પ્રતિબંધો લાગેલા છે. તે વચ્ચે સુપ્રીમ કોર્ટથી ખાસ મંજૂરી લઇને સીપીઆઇ લેફ્ટના મહાસચિવ સીતારામ યેચુરી આજે શ્રીનગર જશે. કાશ્મીર જવા માટે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં સીતારામ યેચુરી તેમના વિધાયક અને મિત્ર એમવાઇ તરિગામીને મળવાની અનુમતિ માંગી હતી. જે ત્યાં રહે છે. આ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે અમે તમને તમારા મિત્રને મળવાની મંજૂરી આપીશું પણ આ દરમિયાન તમે કંઇ પણ બીજું કામ નહીં કરી શકો. અને કોઇ પણ રાજકીય નેતા કે પાર્ટીને નહીં મળી શકો.

સુપ્રિમ કોર્ટથી મંજૂરી મળ્યા પછી યેચુરી આજે કાશ્મીર જવા રવાના થયા છે. સીજેઆઇ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ એસએ બોબડે અને ન્યાયમૂર્તિ એસએ નજીરની પીઠે પણ માકપા નેતાને અનુમતિ આપી છે. ઉલ્લેખનીય છે આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ બે વાર કાશ્મીર જવાનો પ્રયાસ કર્યો છે. પણ તેમને એરપોર્ટથી જ પરત ફરવાનો વારો આવ્યો હતો. રાહુલ ગાંધી પણ તેમના પ્રતિનિધિમંડળ સાથે કાશ્મીર આવવાની વાત કહી ચૂક્યા છે. પણ આ તમામ નેતાઓમાંથી હજી સુધી સીતારામ યેચુરીને જ આર્ટીકલ 370 નાબૂદ થયા પછી કાશ્મીર જવાની તક મળી છે.

વધુમાં સુપ્રીમ કોર્ટેથી મંજૂરી મળ્યા પછી સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને કહ્યું કે સુપ્રિમ કોર્ટે મને શ્રીનગર જઇ કોમરેડ યૂસુફ તારિગામીને મળવાની અનુમતિ આપી છે. કોર્ટે મને તેમના સ્વાસ્થય માટે જણાવાનું પણ કહ્યું છે. હું તેમને મળી પરત ફરતા આ અંગે કોર્ટને જાણકારી આપીશ અને વિસ્તૃત નિવેદન પણ આપીશ. ઉલ્લેખનીય છે કે માકપાના નેતા આ મહિને જ જમ્મુ કાશ્મીર જવા માટે બે વાર પ્રયાસો કરી ચૂક્યું છે. એક વાર ભાકપા મહાસચિવ ડી રાજા અને અન્ય એક વાર વીપક્ષી દળોનું પ્રતિનિધિમંડળ અહીં જવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. પણ જમ્મુ કાશ્મીર પ્રશાસનના આદેશ પર બંને વાર તેમને શ્રીનગર હવાઇઅડ્ડેથી પાછા આવવું પડ્યું. વળી કોર્ટે સીતારામને કાશ્મીરમાં કોઇ પોલીટિકલ એક્ટિવીટી ખાસ મનાઇ ફરમાવી છે. અને જો તે ત્યાં જઇને આવું કંઇ પણ કરે છે તો તેને કોર્ટના આદેશનું ઉલ્લંધન માનવામાં આવશે. જે મામલે યેચુરીએ આ તમામ વાતનું ધ્યાન રાખવાની બાંયધરી આપી છે.
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर