નેપાળ પોલીસે બંધક બનાવેલા ભારતીય વ્યક્તિએ વર્ણવી આપવીતી, 'મને લાઠીથી માર્યો, અમારા પર ગોળી ચલાવી'

News18 Gujarati
Updated: June 13, 2020, 12:50 PM IST
નેપાળ પોલીસે બંધક બનાવેલા ભારતીય વ્યક્તિએ વર્ણવી આપવીતી, 'મને લાઠીથી માર્યો, અમારા પર ગોળી ચલાવી'
લગન રાય

  • Share this:
નેપાળ પોલીસ (Nepal Police) જે ભારતીય નાગરિકને બંધક બનાવ્યો હતો તેને છેવટે છોડવામાં આવ્યો છે. આ કેસની સ્થાનિક સ્તર પર જ સમજૂતી કરી લેવામાં આવી છે. સીતામઢીના જિલ્લા અધિકારીઓ સાથે એસપી અને સ્થાનિક એસએસબીના અધિકારીઓએ આમાં ખાસ ભૂમિકા ભજવી છે. આ વચ્ચે બંધક બનાવ્યા પછી છૂટીને આવેલા લગન રાયે કહ્યું કે તેનો પુત્ર નેપાળ સીમામાં હતો. તે ત્યાં પોતાના સાસરીના પરિજનોથી મળવા સરલાહી ગયો હતો. લગન રાયે કહ્યું કે મારા પુત્રએ કહ્યું કે સાસરીથી લોકો આવ્યા છે. તો હું પણ જતો રહ્યો. મારા પુત્રએ કહ્યું કે નેપાળની પોલીસે તેમને માર્યા છે. તેણે કહ્યું હું નેપાળની પોલીસને ખાલી એટલું કહેવા માંગુ છું કે હું આ સાસરી પક્ષને મળવા ગયો હતો. આટલી વાત તમારે અમને માર ન મારવો જોઇએ. આ પર થોડો વિવાદ થયો અને નેપાળી પોલીસ ઉગ્ર થઇ ગઇ. તેમણે કેટલાક પોલીસને બોલાવ્યા અને અચાનક જ 5-7 ફાયરિંગ કરી લીધી.

નેપાળ પોલીસની ધરપકડથી મુક્તિ મેળવીને લગન રાયે કહ્યું કે ફાયરીંગ પછી લોકો ભેગા થતા નેપાળી પોલીસ અમને લાઠીથી માર્યા અને તે પછી અચાનક અમારા પર ગોળીઓ ચલાવવા લાગ્યા. આ ફાયરિંગમાં જાનકીનગર ટોલા લાલબંદી નિવાસી નાગેશ્વર રાયના 25 વર્ષીય પુત્ર વિકેશ કુમારનો જીવ જતો રહ્યો. વિનોદ રામનો પુત્ર ઉમેશ અને અન્ય બે યુવકો પણ ઇજાગ્રસ્ત થઇ ગયા. જે પછી લગન રાયની નેપાળ પોલીસે ધરપકડ કરી.
ઉલ્લેખનીય છે શુક્રવારે બનેલી આ ઘટના પછી અહીંના પોલીસ અધિક્ષક અનિલ કુમારે પોતાની રિપોર્ટ આપી દીધી છે. રિપોર્ટ મુજબ નેપાળના સુરક્ષા બળો દ્વારા ધરપકડ કરનાર લગન રાય છૂટો કરવામાં આવ્યો છે. સાથે જ બિહાર સરકારના અનુરોધ પર ભારત સરકાર અને નેપાળ ઓથોરિટીના સંપર્કની વાત પણ સામે આવી છે.આ મામલે એસએસબીની ડીજી કુમાર રાજેશ ચંદ્ર તેની સ્થાનિક મુદ્દા ગણાવતા કહ્યું છે કે આને સીમા વિવાદ સાથે કોઇ સંબંધ નથી. સાથે જ તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે ભારત અને નેપાળની બોર્ડર સીલ કરવામાં આવી છે. અને બોર્ડર સીલ હોવા થતાં સીતામઢીના નિવાસી લગન રાય તેમના પુત્ર સાથે કોઇ મહિલા સંબંધીને મળવા બોર્ડર પાર ગયા હતા. જે ક્રમે નેપાળ પોલીસ તેમને પોતાની બોર્ડરથી બહાર મોકલવા માંગતી હતી.
First published: June 13, 2020, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading