મોબ લિન્ચિંગ: બહેનની સારવાર કરાવી પરત આવતા વ્યક્તિની માર મારી હત્યા

News18 Gujarati
Updated: September 11, 2018, 11:59 AM IST
મોબ લિન્ચિંગ: બહેનની સારવાર કરાવી પરત આવતા વ્યક્તિની માર મારી હત્યા
પીડિત યુવક

બિહારમાં મોબ લિન્ચિંગની આ ત્રીજી ઘટના છે, જેમાં ટોળાએ કાયદો હાથમાં લઈ કોઈ વ્યક્તિને માર-મારી હત્યા કરી દીધી હોય

  • Share this:
બિહારમાં એકવાર ફરી ભીડનો તાલિબાની ચહેરો સામે આવ્યો છે. સીતામઢીમાં ભીડે એક વ્યક્તિને ચોરીના આરોપમાં ઢોર માર-મારી મારી નખ્યો. સીતામઢીના સહિયારાના સિંગરહિયા દામના રહેવાસી રૂપેશને ચોરીના આરોપમાં સ્થાનિક લોકોએ પકડ્યો અને ફરી માર-મારી અધમરો કરી દીધો. જે વ્યક્તિની હત્યા કરવામાં આવી, તે સીતામઢી શહેરથી બહેનની સારવાર કરાવ્યા બાદ પાછો ફરી રહ્યો હતો.

આ દરમ્યાન ભીડે તેને રીગા પોલીસ સ્ટેશન વિસ્તારના રામનગરાના કિશનપુર વળાંક પાસે પકડી લીધો. આ ગટના સવારે ચાર કલાકની છે. જાણકારી અનુસાર, લોકોએ તેને ચોરીના આરોપમાં ઢોર મારમાર્યો. માર મારમારવાથી ઘાયલ થયેલા આ વ્યક્તિને સારવાર માટે પટનાની પીએમસીએચમાં મોકલવામાં આવ્યો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું છે. આ મામલાને લઈ અત્યાર સુધીમાં પોલીસે ના તો કોઈ કાર્યવાહી કરી છે કે, ના તો પીડિત પરિવારજનોએ કોઈ ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં મોબ લિન્ચિંગની આ ત્રીજી ઘટના છે, જેમાં ટોળાએ કાયદો હાથમાં લઈ કોઈ વ્યક્તિને માર-મારી હત્યા કરી દીધી હોય. આ પહેલા 7 સપ્ટેમ્બરે બેગૂસરાયમાં ટોળાએ ત્રણ લોકોની અપહરણની શંકામાં માર-મારી હત્યા કરી દીધી હતી, જ્યારે 8 સપ્ટેમ્બરે સાસારામમાં મામૂલી વિવાદમાં એક મહિલાને આજ રીતે ટોળાએ માર મારી મારી નાખી હતી.
First published: September 11, 2018
વધુ વાંચો
अगली ख़बर