તેજપ્રતાપે કહ્યું- જો લોકો મને વિદ્રોહી સમજે છે તો હું વિદ્રોહી જ સહી

News18 Gujarati
Updated: April 19, 2019, 7:45 PM IST
તેજપ્રતાપે કહ્યું- જો લોકો મને વિદ્રોહી સમજે છે તો હું વિદ્રોહી જ સહી
તેજપ્રતાપે અંગેશ કુમાર સિંહના સમર્થનમાં રોડ શો કર્યો

તેજપ્રતાપે પોતે બનાવેલ લાલુ-રાબડી મોર્ચાના ઉમેદવાર અંગેશ કુમાર સિંહના સમર્થનમાં રોડ શો કર્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: આરજેડી ચીફ લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીનો નિર્ણય માન્ય નથી અને છેલ્લા બે દિવસથી તે સતત પોતાના ઉમેદવાર માટે વોટ માંગી રહ્યાં છે. તેજપ્રતાપે પોતે બનાવેલ લાલુ-રાબડી મોર્ચાના ઉમેદવાર અંગેશ કુમાર સિંહના સમર્થનમાં રોડ શો કર્યો અને વોટ આપવાની અપીલ કરી. તેજપ્રતાપ યાદવે આજેડીના ઉમેદવાર સૈયલ ફૈસલ અલીને ભાજપના એજન્ટ ગણાવ્યા.

લાલુ-રાબડી મોર્ચાના ઉમેદવાર અંગેશ કુમાર સિંહ ઉર્ફ અંગરાજના પ્રચારમાં શિવહર પહોંચેલા તેજપ્રતાપ યાદવે આરજેડી ઉમેદવાર સૈયદ ફૈસલ અલી પર નિશાન સાધ્યું હતું. તેમને ભાજપના એજન્ટ ગણાવતાં કહ્યું કે, મુખ્તાર અબ્બાસ નકવી સાથે તેમની તસવીર છે. અહીં બહારનો ઉમેદવાર નહીં ચાલે. તેમણે લોકોને અંગેશને જીત અપાવવાની અપીલ કરી.

તેજપ્રતાપે પોતાને વિદ્રોહી કહેનારાઓને જવાબ આપતાં કહ્યું કે, તે લાલુના પુત્ર છે અને તેમનામાં લાલુનો લોહી છે. રાજદ તેમની પાર્ટી છે તો તેમાં તે વિદ્રોહી કેવી રીતે થયા? તેજપ્રતાપે કહ્યું કે, જો લોકો મને વિદ્રોહી સમજે છે તો હું વિદ્રોહી જ સહી.

આ પણ વાંચો: PMએ ગઠબંધનને 'શરાબ' ગણાવ્યું હતું, જેના નશામાં ચૂર જનતા BJPને હરાવશે: માયાવતી

તેજપ્રતાપ યાદવે શુક્રવારે શિવહર, પિપરાઢી, પુરનહિયા સુપ્પી બેરગનિયા અને રીગામાં રોડ શો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમણે ગુરુવારે શિવહર લોકસભા ક્ષેત્રમાં પડનારા ચંપારણ જિલ્લાના ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન તેજપ્રતાપે પોતાના ઉમેદવાર અંગેશ સિંહને જીતાડવાની અપીલ કરી હતી.

અહેવાલ- રાકેશ રંજન
First published: April 19, 2019, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading