Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનઉના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ

News18 Gujarati
Updated: October 24, 2020, 4:13 PM IST
Hathras case માટે બનેલી SITના સભ્ય અને લખનઉના DIGની પત્નીએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા, કારણ અકબંધ
પુષ્ફાની ફાઈલ તસવીર

પોલીસની ટીમને ઘરમાંથી કોઈ સૂસાઈડ નોટ મળી ન હતી. આમ પુષ્પાએ આત્મહત્યા કેમ કરી એ અંગે જાણી શકાયું નથી.

  • Share this:
લખનઉઃ ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) ડીઆઈજી ચંદ્ર પ્રકાશની (DIG chandra Prakash) પત્નીએ આત્મહત્યા (suicide) કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ઉન્નાવમાં તૈનાત ડીઆઈજી ચંદ્ર પ્રકાશની પત્નીએ લખનઉની સુશાંત ગોલ્ફ સિટી વિસ્તારમાં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોની મદદથી પત્ની પુષ્પાને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

DIG ચંદ્ર પ્રકાશની 36 વર્ષીય પત્નીએ ઘરમાં ફાંસો ખાધો
મળતી માહિતી પ્રમાણે ડીઆઈજી ચંદ્ર પ્રકાશની 36 વર્ષીય પત્ની પુષ્પા પોતાના ઘરમાં આશરે 11 વાગ્યાના અરસામાં એકલી હતી. તેણે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પુષ્પા ઘરમાં ફંદામાં લટકતી મળી હતી. સ્થાનિક લોકોએ તેને ફંદામાંથી ઉતારીને હોસ્પિટલ લઈ ગયા હતા.

ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરી
સુત્રોના જણાવ્યા પ્રમાણે ફંદા ઉપરથી ઉતારીને સ્થાનિક લોકોએ પુષ્પાને લોહિયા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડીઆઈજીની પત્નીએ આત્મહત્યા કેમ કરી એ અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

આ પણ વાંચોઃ-જામનગર: ધોરણ 10 પાસ બોગસ ડોક્ટરને પકડ્યો, જનરલ સ્ટોરની આડમાં દર્દીઓને આપતો હતો દવાઓઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસ કરતા પોલીસની ટીમને ઘરમાંથી કોઈ સૂસાઈડ નોટ મળી ન હતી. આમ પુષ્પાએ આત્મહત્યા કેમ કરી એ અંગે જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ-ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યા

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

હાથરસ કેસની તપાસ માટે બનેલી SITના સભ્ય છે DIG
વધુ મળતી માહિતી પ્રમાણએ ઉન્નાવમાં તૈનાત ડીઆઈજી ચંદ્ર પ્રકાશ હાથરસ ગેંગરેપ કેસની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે રચેલી એસઆઈટીના સભ્ય છે. જેના પગલે ચંદ્ર પ્રકાશ હાથરસ કેસની તપાસ કરી રહ્યા છે.



જેલમાંથી બહાર આવ્યા બાદ હિસ્ટ્રીશીટરે કરી હતી આત્મહત્યા
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં હિસ્ટ્રીશીટરે ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. હિસ્ટ્રીશીટરના (History sheeter) મોત બાદ પરિવારમાં શોકનો માહોલ થયો હતો. મૃતક ઉપર ચિત્રકૂટ અને બાંદા જનપદમાં 10 ગુનાઓ કેસ નોંધાય છે. એક અન્ય ઘટનામાં યુવતીઓએ ફાંસી લગાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હિસ્ટ્રીશીટર સપ્તાહ પહેલા જ અપહરણના ગુનામાં જેલમાંથી બહાર આવ્યો હતો.
Published by: ankit patel
First published: October 24, 2020, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading