Home /News /national-international /Tista Shetalvad Case: તિસ્તા શેતલવાડ સામે થયેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો, જૂઠ્ઠાં સાક્ષીઓથી કાવતરું ઘડ્યું
Tista Shetalvad Case: તિસ્તા શેતલવાડ સામે થયેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો, જૂઠ્ઠાં સાક્ષીઓથી કાવતરું ઘડ્યું
તિસ્તા શેતલવાડ - ફાઇલ તસવીર
Tista Shetalvad Case: સામાજિક કાર્યકર્તા તિસ્તા શેતલવાડ સામે એસઆઇટીએ ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં તિસ્તા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોતની સજા મળે, તે માટે કાવતરું ઘડ્યું હતું.
નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર્તા તિસ્તા શેતલવાડની સામે ગુજરાત હાઇકોર્ટમાં એસઆઇટી દાખલ કરવામાં આવી છે. તેમાં તિસ્તા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોતની સજા મળે તે માટે કાવતરું ઘડ્યું હતું. આ કાવતરામાં પૂર્વ આઇપીએસ આર.બી. કુમાર અને સંજીવ ભટ્ટ સરકારનો ભાગ હોવા છતાં સામેલ હતા. તેઓ સમયાંતરે બોગસ દસ્તાવેજ તૈયાર કરીને તેની ઓફિશિયલ એન્ટ્રી તિસ્તાને મોકલતા હતા.
વકીલોની આખી ફોજ તૈયાર કરી હોવાનો આક્ષેપ
જાણકારી પ્રમાણે, આક્ષેપમાં કહેવામાં આવ્યુ છે કે, બોગસ દસ્તાવેજો, બોગસ એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યાં અને તે માટે વકીલોની આખી ફોજ ઊભી કરવામાં આવી હતી. પીડિતોને ગુમરાહ કરીને જે ઘટનાઓ બની જ નહોતી, તેવી ઘટનાઓ પર સહી કરાવવામાં આવી હતી. દસ્તાવેજ અંગ્રેજી ભાષામાં લખેલા હોવાથી પીડિતો વાંચી શકતા નહોતા. જો કોઈ પીડિત, તિસ્તાનો સાથ આપવાનો ઇનકાર કરે તો તેને ધમકાવવામાં આવતો હતો. પૂર્વ આઇપીએસ આર.બી. શ્રીકુમારે એક સાક્ષીને ફોન કરીને ધમકાવ્યો હતો.
સાક્ષીને ધમકાવ્યો અને તિસ્તા સાથે સમાધાન કરવા કહ્યું
સાક્ષીને કહેવામાં આવ્યુ હતુ કે, તિસ્તા સાથે સમાધાન કરી લે નહીં તો મુસલમાન તારા વિરોધી બનશે. આતંકવાદીઓ તને ટાર્ગેટ કરશે. આપણે સાથે મળીને કામ કરીએ, અંદર-અંદર ઝઘડીશું તો દુશ્મનને ફાયદો થશે અને મોદીને સીધો ફાયદો થશે. પીડિતોને ગુજરાત બહાર અલગ-અલગ જગ્યાએ લઈ જવામાં આવતા હતા અને તેમના દુઃખ-દર્દ મામલે દાન લેવામાં આવતું હતું. એસઆઇટીના જણાવ્યા પ્રમાણે, તિસ્તા અને ભારતીય નેશનલ કોંગ્રેસના કેટલાક નેતાઓએ મળીને પીડિતોના કેમ્પમાં જઈને ગુજરાતમાં ન્યાય નહીં મળે, તેવી ભ્રામક વાતો કરી હતી. આ રીતે તેઓ કેસને ગુજરાત બહારની કોર્ટમાં લઈ જવા માટે ઉકસાવતા હતા અને કોમ્પિટેન્ટ ઓથોરિટી સામે દસ્તાવેજ ફાઇલ કરાવતા હતા.
તિસ્તા અને સંજીવ ભટ્ટ એકબીજાના સંપર્કમાં હતા
તિસ્તા અને સંજીવ ભટ્ટ એકબીજાના સંપર્કમાં હતા. ત્યાં સંજીવ ભટ્ટ પ્રખ્યાત પત્રકારો, કેટલાંક એનજીઓ અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા સાથે ઇમેઇલથી સંપર્કમાં હતા. આ તમામને ઇમિક્સ ક્યૂરી, કોર્ટ અને અન્ય લોકો પર પ્રભાવ પાડવા માટે સમજાવ્યા હતા. અલગ-અલગ પિટિશનમાં કાવતરાને અંજામ આપવાના ઉદ્દેશ્ય સાથે કામ કર્યુ અને તમામને સતત ઇમેઇલ કરતા હતા. તિસ્તાના જણાવ્યા પ્રમાણે, એફિડેવિટ ન કરનારા એક સાક્ષીનું પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે અપહરણ કર્યુ હતુ અને જબરદસ્તી એફિડેવિટ કરાવ્યુ હતુ. આ આરોપીઓની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું રાજનૈતિક કરિયર ખતમ કરવું અને તેમના માન-સન્માનને નુકસાન પહોંચાડવાની ઇચ્છા હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર