બીજી વખત પ્રેમીની બાહોમાં ભાભીને જોતા ભાન ભુલ્યો દિયર, પથ્થરથી કચડીને ભાભીના પ્રેમીની કરી હત્યા

બીજી વખત પ્રેમીની બાહોમાં ભાભીને જોતા ભાન ભુલ્યો દિયર, પથ્થરથી કચડીને ભાભીના પ્રેમીની કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

બે દિવસ પહેલા ચિંતામણીનો પ્રેમી ઘરે આવ્યો હતો. આ સમયે જ મહિલાનો દિયર લુગાઈ માંઝી આવી પહોંચ્યો હતો. તેણે બંનેને આપત્તિજનક હાલતમાં જોયા હતા. પરંતુ પરિવારની ઇજ્જત માટે તે શાંત રહ્યો હતો.

 • Share this:
  ઝારખંડઃ ભાભીને બીજી વખત તેના પ્રેમીની બાહોમાં જોઈને દિયર (sister in law affair) આ સહન ન કરી શક્યો અને ગુસ્સામાં આવીને પ્રેમીને ઘરની (boy friend murder) બહાર કાઢીને પથ્થર વડે કચડીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા કરવામાં દિયરના મિત્રોએ પણ સાથ આપ્યો હતો. ત્યારબાદ લાશને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. જ્યાં આખી રાત ભાભી તેના મૃત પ્રેમીની લાશ પાસે બેઠી બેઠી રડતી રહી હતી. સવારે આ દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા હતા. બીજા દિવસે પોલીસે આરોપીઓની (police arrested accused) ધરપકડ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે ઝારખંડના (jharkhand) કપાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીત ચિંતામણીનું અફેર ગામમાં રહેતા સોમ માંઝી સાથે હતું. બે દિવસ પહેલા ચિંતામણીનો પ્રેમી ઘરે આવ્યો હતો. આ સમયે જ મહિલાનો દિયર લુગાઈ માંઝી આવી પહોંચ્યો હતો. તેણે બંનેને આપત્તિજનક હાલતમાં જોયા હતા.



  પરંતુ પરિવારની ઇજ્જત માટે તે શાંત રહ્યો હતો. સોમવારે રાત્રે ફરીથી બંનેને એક સાથે જોઈ ગયો હતો. જેનાથી મહિલાના દિયર ગુસ્સે ભરાયો હતો. મહિલા દ્વારા પોલીસને આપવામાં આવેલા નિવેદન પ્રમાણે દિયર લુગાઈ માંઝીએ પોતાના બે મિત્રોને બોલાવ્યા હતા.

  આ પણ વાંચોઃ-઼

  અને મહિલાની સામે જ તેના પ્રેમી સોમ માંઝીને ઘસડીને બહાર લઈ ગયો હતો અને પથ્થર વડે કચડીને તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેની લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ દિયર અને તેના મિત્રો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.



  જોકે, આખી રાત ભાભી પોતાના પ્રેમીની લાશ પાસે બેશીને રડતી રહી હતી. સવારે લોકોએ આ દ્રશ્ય જોયું તો ચોંકી ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરી હતી. જોકે, પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી દીધી હતી.
  Published by:ankit patel
  First published:January 27, 2021, 16:44 pm

  ટૉપ ન્યૂઝ