10 મહિલાઓ સાથે લગ્ન કર્યા છતાં ન થયું સંતાન, દિયરે વ્યક્ત કરી આવી 'ઈચ્છા' તો ભાભીએ કરાવી દીધી હત્યા

10 મહિલાઓ સાથે લગ્ન કર્યા છતાં ન થયું સંતાન, દિયરે વ્યક્ત કરી આવી 'ઈચ્છા' તો ભાભીએ કરાવી દીધી હત્યા
પકડાયેલા આરોપીઓની તસવીર

55 વર્ષીય જાગન લાલની 20 જાન્યુઆરીએ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જાગન અત્યાર સુધી 10 મહિલાઓ સાથે લગ્ન કરી ચૂક્યો હતો. પરંતુ તેને એકપણ સંતાન થયું નહીં.

 • Share this:
  બરેલીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલીમાં (bareli) સનસનીખેસ મામલો સામે આવ્યો છે. જ્યાં 10 મહિલાઓ સાથે લગ્ન (Marriage with 10 women) કર્યા બાદ પણ એક વ્યક્તિને સંતાન પ્રાપ્ત થયું નહીં. આમ છતાં પણ તેણે એક ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે પોતાની કરોડોની જમીનની (Land of crores) દેખભાળ કરનાર પોતાના ભત્રીજાના નામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ આ ઈચ્છા તેની હત્યાનું કારણ બની હતી. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની ભાભીએ (bhabhi killed diyar) કરાવી હતી. બરેલીમાં કોરોડની જમીનની લાલચમાં આવીને સોપારી આપીને સગા દિયરની હત્યા (brother in law murder) કરાવી દીધી હતી. પોલીસે હત્યાનો ખુલાસો કરતા ભાભી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે આ સનસનીખેસ ઘટના બરેલીના ભોજીપુરા વિસ્તારનો છે. અહીં 55 વર્ષીય જાગન લાલની 20 જાન્યુઆરીએ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જાગનલાલ પાસે 14 વીઘા જમીન હતી. અને તેઓ ગામમાં રહેતા હતા. જાગન લાલના ઘરવાળાઓનું કહેવું હતું કે, જાગન અત્યાર સુધી 10 મહિલાઓ સાથે લગ્ન કરી ચૂક્યો હતો. પરંતુ તેને એકપણ સંતાન થયું નહીં.  ઘરવાળાઓએ જણાવ્યું કે જાગનલાલની કેટલીક પત્નીઓના મોત થઈ ચૂક્યા છે, કેટલીક તેને છોડીને જતી રહી હતી. આ સમયે તે પોતાની બે પત્નીઓ સાથે ગામમાં રહેતો હતો. જાગનલાલનું કોઈ સંતાન ન હોવાના કારણે તેની કરોડોની જમીનની ઉપર બીજાની નજર હતી.

  આ પણ વાંચોઃ-

  20 જાન્યુઆરીએ રાતના અંધારામાં જાગન લાલનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જાણકારી બાદ પોલીસે કેસ ફાઈલ કર્યો અને હત્યાના આરોપીની શોધમાં લાગી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને હત્યા પાછળનું કારણ જાણીને ચોંકી ગઈ હતી.

  આ પણ વાંચોઃ-

  પોલીસ પ્રમાણે હત્યા મૃતકની ભાભીએ જમીનની લાલચમાં આવીને સોપારી આપીને કરાવી હતી. એસએસપી રોહિત સિંહ સજવાણે હત્યાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભોજીપુરા ઇન્સ્પેક્ટર મનોજ કુમાર ત્યાગીએ ઘટના અંગે તપાસ કરીહતી. મૃતક જાગન લાલની પોતાનું કોઈ સંતાન ન હતું પોતાની દેખભાળ માટે તેણે પોતાના પરિવારના એક ભત્રીજાને રાખ્યો હતો.  પોલીસનું કહેવું છે કે જાગન લાલે પોતાની બજી પ્રોપર્ટીની વસીહત તેના ભત્રીજાના નામે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેવી જ આ વાત પોતાની ભાભી મુન્ની દેવીને ખબર પડી કે તેણે પોતાના દિયરની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. જો દિયર નહીં રહે તો તેની બધી સંપતી મુન્ની દેવીને મળશે. પોલીસ હત્યાનો ખુલાસો કરતા દેવસિંહ, પ્રહલાદ, દર્શન સિંહ અને મુન્ની દેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી.
  Published by:ankit patel
  First published:January 23, 2021, 23:01 pm

  ટૉપ ન્યૂઝ