સોશિયલ મીડિયા પર જીજાજી અને સાળી વચ્ચેની મજાકનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. વિડીયોમાં સાળી જે રીતે જીજાજી સાથે મજાક કરે છે, તે જોઈને હસવું રોકવું મુશ્કેલ છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વિડીયો અત્યાર સુધીમાં અનેક વખત જોવામાં આવ્યો છે અને સેંકડો લોકોએ તેમાં કોમેન્ટ કરી છે.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ હોય તેમ લાગે છે અને સાળી તેના જીજાજીને મીઠાઈ ખવડાવી રહી છે. વિડીયોની શરૂઆતમાં એવું લાગે છે કે, સાળી મીઠાઈ ખવડાવવા માટે વરરાજા પાસે પહોંચી છે. પરંતુ એવું કશું થતું નથી. સાળી પ્લેટમાંથી મીઠાઈ ઉપાડી તેના જીજાજીને ખવડાવવા માટે તેના મોઢા પાસે લઈ જાય છે પણ વરરાજા રાજાએ મોં ખોલતાં જ તરત જ સાળી પોતે મીઠાઈ ખાય જાય છે. આ મજાકમાં વરરાજાની પ્રતિક્રિયા જોવા જેવી છે.
આ વિડીયોને નિરંજન મહાપાત્રા નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વિડીયોને અત્યાર સુધીમાં 12,000થી વધુ લાઇક્સ મળી છે અને સેંકડો લોકોએ કોમેન્ટ કરી છે.
આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર જોવા મળ્યો છે. જેમાં દુલ્હન અને વરરાજા ઊભા છે. ત્યારે યુવતી વરરાજાને મીઠાઈ ખવડાવવાનનો પ્રયત્ન કરે છે. પરંતુ વરરાજા લાંબા સમય સુધી મીઠાઈ ખાવાની ના પાડે છે. પરંતુ ખૂબ મહેનત કર્યા બાદ વરરાજાએ મોં ખોલતાં જ યુવતી તરત જ મીઠાઈ ખાઈ લે છે. પોતાની સાથે આવી મજાક જોઈને વરરાજા હસવાનું રોકી શકતો નથી. વિડીયોમાં દુલ્હનની પ્રતિક્રિયા પણ મજેદાર છે.
વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સાળી વરરાજાના જુતા ચોરી લે છે અને વરરાજા પાસે પૈસા માંગવા જાય છે, ત્યારે વરરાજા પોતે જ દુલ્હે કી સાલીયો ગીત ગાય છે. આ ગીત સાંભળી બધા આશ્ચર્યમાં મુકાઈ જાય છે.
ગુટકા ખાતા વરરાજાનો વીડિયો પણ વાયરલ થયો હતો
થોડા સમય પહેલા આવો એક અન્ય વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો. જેમા એક લગ્ન સમારંભમાં ગુટખા પ્રેમી હતો જે પોતાનાં જ લગ્નમાં મંડપમાં મોઢામાં માવો ખાઇને બેઠો હતો. (Hilarious Wedding Clip) ત્યારે દુલ્હન તેને બરાબરનો ખંખેરતી નજર આવી હતી. અને લાગ મળે તેણે વરરાજાને એકાદ ઠોકી પણ દીધી હતી. હાલમાં આ વીડિયો ક્યાંનો છે તે સામે આવ્યું નથી. તે બિહારનો હોય તેમ લાગે છે. પણ વરરાજાનો માવા પ્રત્યેનો પ્રેમ તેને ફેમસ કરી ગયો. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram User) યુઝર @official_niranjanm87 એ શેર કર્યો છે. જેની ખબર લખાઇ રહી છે ત્યાં સુધીમાં આ વીડિયોને આઠ હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અને વીડિયો (Instagram Video) પર જાત ભાતની કમેન્ટ્સ પણ આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર