Home /News /national-international /રાજસ્થાનના સિરોહીમાં એરફોર્સનું મિગ-27 ક્રેશ થયું, બંને પાયલટ સુરક્ષિત

રાજસ્થાનના સિરોહીમાં એરફોર્સનું મિગ-27 ક્રેશ થયું, બંને પાયલટ સુરક્ષિત

વિમાનના દુર્ઘટના સ્થળની તસવીર

ફ્લાઇંગ કૉફિન તરીકે કુખ્યાત થયેલા ફાઇટર જેટ મિગનો ક્રેશ થવાનો સિલસિલો યથાવત

ન્યૂઝ 18 ગુજરાતી: ફ્લાઇંગ કૉફિન તરીકે કુખ્યાત થયેલા ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાન મિગનો તૂટવાનો સિલસિલો યથાવત છે. રવિવારે બપોરે રાજસ્થાનમાં રૂટિન કાર્ય માટે ઉડાન ભરેલું મિગ-27 ક્રેશ થયું છે. આ વિમાન રાજસ્થાનના સિરોહી પાસે ક્રેશ થતા તેનું એન્જિન મળી આવ્યું છે.

આ વિમાન સિરોહી જિલ્લાના શિવગંજ વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થાય તે પહેલાં જ બંને પાયલટે સુરક્ષિત પેરાશૂટ દ્વારા પ્લેનમાંથી જમ્પ મારી દીધો હતો. પ્લેન શિવગંજ તાલુકાના ઓડાના ગામ પાસે તુટી પડ્યું હતું. ગ્રામજનોએ આગ અને ધૂમાડો જોયો હતો અને સાથે જ પેરાશૂટથી ઉતરતા પાયલટને જોઈને તાત્કાલીક પોલીસ અને એરફોર્સને જાણ કરી હતી. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ આ વિમાને જોધપુરથી ઉડાન ભરી હતી અને રૂટિન કાર્ય માટે જઈ રહ્યું હતું ત્યારે ક્રેસ થયું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રાજસ્થાનમાં એક મિગ ક્રેશ થયું હતું. મિગ-27 સોવિયેટ યુગનું ફાઇટર પ્લેન છે જેને ભારતીય વાયુસેનામાં 1980ના દશકમાં સામેલ કરાયું હતું. આ વિમાને કારગીલ યુદ્ધમાં દુર્ગમ પહાડીઓની વચ્ચે અદભૂત પ્રદર્શન કર્યુ હતું.

 ઉલ્લેખનીય છે કે આ વિમાન  સતત તૂટી રહ્યાં છે. પાકિસ્તાન સાથેની ડોગ ફાઇટમાં વિંગ કમાન્ડર અભિનંદનનું જે પ્લેન ક્રેશ થયું હતું તે પણ મિગ હતું. આ વિમાન આઉટડેટેડ થઈ ગયા હોવાના સતત અહેવાલો આવતા રહ્યાં છે. મિગની દુર્ઘટનાઓ આધારિત ફિલ્મ રંગ દે બસંતીએ વર્ષ 2006માં એક અનોખી ક્રાંતિ સર્જી હતી.
First published:

Tags: ક્રેશ, ભારતીય વાયુસેના, રાજસ્થાન