'સાહેબ મને બચાવી લો, હું મરવા માંગતી નથી', રેપ પીડિતાને જીવતી સળગાવી

પ્રતિકાત્મક તસવીર

યુવતી શનિવારે સવારે ઘરમાં એકલી હતી. પરિવારના લોકો ખેતરમાં કામ કરતા હતા. પડોશીમાં રહેતા યુવકે ઘરમાં આવીને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

 • Share this:
  ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઉન્નાવમાં રેપ (unnao rape) બાદ પીડિતાને જીવતી સળગાવાની ઘટનાને હજી લોકો ભુલી શક્યા નથી ત્યાં ફતેહપુરમાં આવી જ એક ઘટના બની છે. આ ઘટનાએ લોકોને હચમચાવી દીધા હતા. ફતેહપુરના હુસેનગંજ વિસ્તારમાં એક ગામમાં શુક્રવારની રાતે પડોશમાં રહેનાર આધેડે કિશોરી (Minor Girl) સાથે દુષ્કર્મ (rape) આચર્યું હતું. શનિવારે સવારે પરિજનોને લઈને પોલીસ સ્ટેશન (Police station) લઈ જવા લાગ્યા તો આરોપીએ કેરોસીન નાંખીને પીડિતાને જીવતી સળગાવી હતી. જેમાં પીડિતાનું શરીર 90 ટકા દાઝી ગયું હતું. કિશોરીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-બહેનના લગ્નમાં ત્રણ લાખ રૂપિયા માટે કેમ જીદે ભરાઈ હતી સાનિયા મિર્ઝા?

  ઘરમાં એકલી હતી યુવતી
  યુવતી શનિવારે સવારે ઘરમાં એકલી હતી. પરિવારના લોકો ખેતરમાં કામ કરતા હતા. પડોશીમાં રહેતા યુવકે ઘરમાં આવીને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના નિવેદન અનુસાર દુષ્કર્મ બાદ પરિવારજનોને વાત કરી હતી. એટલા માટે એરોપીએ કિશોરીને કમરામાં ખેંચીને કેરોસીન છાંટીને સળગાવી હતી.

  આ પણ વાંચોઃ-ખાવા પીવાની ચીજો પછી હવે વધી શકે છે દવાઓના ભાવ! આ છે કારણ

  90 ટકા દાઝી ગઈ પીડિતા
  આગનો ગોળો બન્યા પછી પીડિતા બચવા માટે બૂમો પાડતી હતી. શોરગુલ સુનકર પડોશીઓએ આગ બુજાવીને પરિવારજનોને જાણ કરી હતી. પીડિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેનું શરીર 90 ટકા જેટલું દાઝી ગયું હોવાની માહિતી આપી હતી.

  આ પણ વાંચોઃ-બેડરૂમ સાથે અટેચ બાથરૂમથી થાય છે અનેક નુકસાન, અપનાવો આ ઉપાય

  મેજિસ્ટ્રેટની સામે રડી પડી પીડિતા કહ્યું મને બચાવી લો
  જિલ્હા હોસ્પિટલ પહોંચેલી પીડિતા બુમો પાડતી હતી. મહિલા ઈસ્પેક્ટરનું નિવેદન લેવા માટે નાયબ તહસીલદારની સામે પીડિતાએ નિવેદન આપતા બુમો પડતી હતી. મેજીસ્ટ્રેટ દ્વારા ઘટના વિશે પૂછવા ઉપર રડતા રડતા જણાવ્યું કે મને બચાવી લો સાહેબ હું મરવા માંગતી નથી. પુત્રીની હાલ જોઈને પરિવારજનો પણ હચમચી ગયા છે. સીઓ સિટી કેડી મિશ્રાના જણાવ્યા પ્રમામે પીડિતાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
  Published by:ankit patel
  First published: