શિકંજી અને આઇસક્રીમ વેચીને બની સબ ઇન્પેક્ટર, 31 વર્ષની એનીએ તમામ મુશ્કેલીને મ્હાત આપી

એની એસપી.

Kerala Police Officer: અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની એની કેરળના વરખલા પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નવી જિંદગી શરૂ કરી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: 21 વર્ષની થતા પહેલા જ કેરળ(Kerala)ના તિરુવનંતપુરમના કાંઝીરામકુલમમાં રહેતી એસપી એની (SP Aanie) પતિથી અલગ થઈ ગઈ હતી. એ સમયે તેણીને આઠ મહિનાનું બાળક હતું. એનીના માતાપિતાએ તેણીને ઘરે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં એની પોતાના દાદીના ઘરે રહી હતી. એનીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે તમામ પ્રકારના કામ કર્યાં હતાં. એનીએ ઘરે ઘરે જઈને વીમો વેચ્યો હતો, શિકંજી વેચવાનું કામ કર્યું, મેળો લાગ્યો તો તેમાં આઇસક્રીમ પણ વેચ્યો હતો. એનીએ પોતાના સપના વચ્ચે કોઈ પણ વિઘ્ન આવવા દીધું ન હતું. અનેક મુશ્કેલીને મ્હાત આપીને 31 વર્ષની એની હવે કેરળના વરખલા પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નવી જિંદગી શરૂ કરી રહી છે.

    એનીએ શનિવારે પદભાર સંભાળ્યો હતો. જે બાદમાં અનેક ફિલ્મ સ્ટાર તેણીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેણીને શુભેચ્છાના અનેક સંદેશ પ્રાપ્ત થયા છે. ગ્રેજ્યુએશન પહેલા જ એનીએ પોતાના માતાપિતાની વિરુદ્ધ જઈને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. થોડા જ સમયમાં તેણી પોતાના પતિથી અલગ થઈ હતી. જે બાદમાં પોતાના દાદીના ઘરે રહીને એનીએ પોતાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એનીએ પહેલા સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદમાં ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા અનુ-સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

    આ પણ વાંચો: IAS બદલી- અધિકારીઓ પોતાના PA, PS અને પટાવાળાને પણ સાથે લઇ ગયા!

    એનીએ પોતાના જીવનમાં અનેક પ્રકારના કામ કર્યાં હતાં. એનીએ ઘરે ઘરે જઈને લોકોને વીમો વેચ્યો હતો. જેમાં સફળતા ન મળતા એનીએ તહેવારોની સિઝનમાં શિકંજી અને આઇસક્રીમ વેચવાની શરૂઆત કરી હતી. એનીએ વરકલા ખાતે પ્રવાસન સ્થળો પર પણ શિકંજી અને આઈસક્રીમ વેચ્યા હતા. કોઈએ તેણીને કહ્યું હતું કે આ બંને વસ્તુમાં નફો ખૂબ વધારે મળે છે.



    સિંગલ મધર હોવાને કારણે એનીને મોટા શહેરોમાં પોતાના અને બાળક માટે ભાડેથી મકાન મેળવવામાં પણ ખૂબ પરેશાની થઈ હતી. જે બાદમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે એનીએ બોયકટ વાળ રાખવાનું નક્કી કર્યું હતું. એની ઇચ્છતી ન હતી કે કોઈ તેના તરફ વધારે ધ્યાન દે.

    આ પણ વાંચો: અજીબ કિસ્સો: પૈસાની લાલચમાં પતિએ ભાઈ બનીને પત્નીના બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દીધા

    જે બાદમાં સંબંધીઓએ તેણીને પોલીસ ઑફિસરની નોકરી માટે અરજી કરવાની પ્રેરણા આપી હતી. સંબંધીઓએ પરીક્ષાની તૈયારી માટે એનીને થોડા પૈસા પણ આપ્યા હતા. 2016માં એની સિવિલ પોલીસ ઑફિસર બની હતી. ત્રણ વર્ષ બાદ એનીએ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી. દોઢ વર્ષની તાલિમ બાદ એનીએ શનિવારે પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પદભાર સંભાળ્યો હતો.





    એનીનું કહેવું છે કે તેના પિતાનું સપનું હતું કે તેણી આઈપીએસ ઑફિસર બને. આ માટે ખૂબ મહેનતથી અભ્યાસ કર્યો હતો. એનીનું કહેવું છે કે, "જ્યાં સુધી આપણે એવું નક્કી નથી કરી લેતા કે આપણે હારી ગયા છીએ , ત્યાં સુધી આપણે હારતા નથી." એનીએ પોતાની સફળતાની વાત પોતાના ફેસબુક પેજ પર પણ લખી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: