Home /News /national-international /જીંદગીમાં ક્યારેય કોઈ છોકરીને ડેટ પર ના લઈ ગયો, હવે ચાર રસ્તે હોર્ડિંગ્સ લગાવીને ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છે!

જીંદગીમાં ક્યારેય કોઈ છોકરીને ડેટ પર ના લઈ ગયો, હવે ચાર રસ્તે હોર્ડિંગ્સ લગાવીને ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છે!

યુવાને ગર્લફ્રેન્ડ શોધવા માટે ચાર રસ્તે હોર્ડિંગ્સ લગાવ્યા છે.

Man Advertising Himself on Billboard to Find Girlfriend: 23 વર્ષીય એક છોકરાએ ગર્લફ્રેન્ડ શોધવા માટે ડેટિંગ વેબસાઇટ કે મેચમેચિંગ એપનો ઉપયોગ ન કરતા જાહેરમાં ચાર રસ્તે હોર્ડિંગ્સ લગાવ્યા છે કે તેને એક સુંદર-સુશીલ ગર્લફ્રેન્ડની શોધ છે.

વધુ જુઓ ...
    ઇન્ટરનેશલ ડેસ્કઃ એક જમાનો હતો જ્યારે લોકો માનતા હતા કે જોડીઓ ઉપરવાળો બનાવે છે. એવામાં જેને જેના માટે બનાવ્યો હોય અથવા બનાવી હોય તેને તે મળી જ જાય છે. જો કે હવે આ બધું જુનવાણી થઈ ગયું. હવે લોકો પાર્ટનરની પસંદગી માટે એપ્લિકેશન અને મેચમેચિંગ સાઇટ્સની મદદ લે છે. કેટલાક લોકો એવા પણ છે કે, જે દુનિયાભરમાં આ વાત કરતા થાકતા નથી કે તેમને ગર્લફ્રેન્ડની શોધ છે.

    હોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ


    એવામાં એક 23 વર્ષીય યુવાન, એડ ચેપમેન તેનું નામ. તે ગર્લફ્રેન્ડ શોધવા માટે કોઈ ડેટિંગ વેબસાઇટ કે પછી મેચમેચિંગ એપનો ઉપયોગ કરતો નથી અને જાહેરમાં ચાર રસ્તે હોર્ડિંગ્સ લગાવતો ફરે છે કે તેને એક સુંદર-સુશીલ ગર્લફ્રેન્ડની શોધ છે. તેનું આ હોર્ડિંગ સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે.

    આ પણ વાંચોઃ જાડો હોવાના લીધે ગર્લફ્રેન્ડે કર્યું બ્રેકઅપ, દિલ તૂટતા 70 કિલો વજન ઉતાર્યુ!

    આવી રીતે ગર્લફ્રેન્ડ કોણ શોધે ભાઈ?


    એડ ચેપમેનનું કહેવું છે કે, તેણે અલગ અલગ રીતે ગર્લફ્રેન્ડ શોધવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યો. તેણે એપ્લિકેશનથી માંડીને જાહેર સ્થળોએ નવા લોકોને મળવાની શરૂઆત કરી, પણ કશું કામમાં આવ્યું નહીં. તેમણે યુનાઇટેડ કિંગ્ડમમાં લીડ્સ તરફ જઈ રહેલા વ્યસ્ત હાઇવે પર હોર્ડિંગ્સ લગાવ્યું છે. મેટ્રોના રિપોર્ટ પ્રમાણે, બિલબોર્ડ પર લખ્યુ છે કે, ‘અત્યાર સુધીની ઉંમરમાં મારે એક ડેટ તો કરી લેવી જોઈતી'તી. પરંતુ છેલ્લા 23 વર્ષથી હું સિંગલ છું. હવે હું રિલેશનશિપમાં આવવા માટે કોઈને શોધી રહ્યો છું.’


    આ યુનિક આઇડિયાને સફળતા મળી


    સૌથી મજાની વાત તો એ છે કે, એડ ચેપમેનનો આ યુનિક આઇડિયા કામ કરી ગયો હતો અને તેને મેસેજ આવવા લાગ્યા હતા. તેમને 18થી માંડીને 48 વર્ષ સુધીની મહિલાઓના પણ મેસેજ આવતા હતા. હવે તે પહેલી ડેટ પર જવા માટે તૈયારી કરી રહ્યો છે. હોર્ડિંગ્સ લગાવ્યાના પહેલા જ દિવસે મેચિંગ પ્રોફાઇલ મળી હતી. બાકી પ્રોફાઇલ્સ વિશે તે હજુ સુધી વિચારી રહ્યા છે. આ પહેલાં વર્ષ 2020માં પણ માર્ક રોફ નામના વ્યક્તિએ 40 હજાર રૂપિયા ખર્ચ કરી ગર્લફ્રેન્ડ શોધવાનું હોર્ડિંગ્સ લગાવ્યું હતું.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bizzare Stories, OMG News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन