Home /News /national-international /Single Awareness Day: પ્રેમી પંખીડા માટે વેલેન્ટાઈન ડે; તો સિંગલ લોકો માટે આજનો દિવસ ઉજવણીનો, ધૂમધામથી ઉજવો આ દિવસ

Single Awareness Day: પ્રેમી પંખીડા માટે વેલેન્ટાઈન ડે; તો સિંગલ લોકો માટે આજનો દિવસ ઉજવણીનો, ધૂમધામથી ઉજવો આ દિવસ

single awareness day

એક ઉંમર બાદ જ્યારે છોકરાઓના લગ્ન નથી થતાં તો ખૂબ વધારે એકલાપણાનો અનુભવ કરે છે, જેનાથી ડિપ્રેશન, સુસાઈડ જેવી ઘટનાઓ સામે આવવાનો ખતરો વધી જાય છે.

Single Awareness Day: શું આપ સિંગલ છો? ઓફિસ અથવા આપની અડોસપડોશમાં લોકો આપને આ સવાલ પુછતા જ રહેતા હશે. એવું લાગે છે કે, સિંગલ હોવું મતલબ એક ટૈબૂ થઈ ચુક્યા છે. જો આપ કોઈને કહો છો કે, હું સિંગલ છું, તો મોટા ભાગના લોકોનો સામેથી સવાલ હોય છે કે, અરે કોઈ મળી જશે.આ પણ વાંચો: વેલેન્ટાઈન ડે પર ફરી ‘શ્રદ્ધા’ જેવી હત્યા, ઢાબાના ફ્રીજમાંથી લાશ મળી, લિવ-ઈન પાર્ટનરની ધરપકડ

વેલેન્ટાઈન ડેના બીજા દિવસે મનાવામાં આવે છે સિંગ્લસ ડે


વેલેન્ટાઈન વીકનું રોમેન્ટિક વીક કપલ્સ ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરે છે. પ્રપોઝ ડેથી લઈને વેલેન્ટાઈન ડે સુધી કપલ્સ રાહ જોતા હોય છે. કોઈ પોતાના દિલની વાત કહે છે, તો કોઈ પાર્ટનર સાથે સૌથી રોમેન્ટિક દિવસને યાદગાર બનાવે છે. ત્યારે આવા સમયે આપ પણ કોઈ પણ સોશિયલ મીડિયા સાઈટ પર જશો તો ચારેતરફ કપલ્સના ફોટોઝ અને વીડિયો નજરે પડશે. જેને જોઈને સિંગલ્સ લોકોને નિકાશા અનુભવાતી હોય છે. તેઓ પોતાની જાતને એકલા અનુભવી રહ્યા હોય છે. અહીં આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે વેલેન્ટાીન ડેની ઠીક બીજા દિવસે સિંગલ અવેયરનેસ ડે મનાવામાં આવે છે. આ દિવસને તમામ સિંગલ્સ લોકો મળીને સેલિબ્રેટ કરે છે.

BBC Lonilenessના રિપોર્ટના હવાલેથી જાણવા મળ્યું છે કે, પરણેલા અને કમિટેડ લોકોની સરખામણીએ સિંગલ લોકોમાં વધારે મેંટલ હેલ્થની મુશ્કેલીઓ આવે છે. સ્ટડી અનુસાર, 40-75 વર્ષની ઉંમરના અવિવાહિત પુરુષો આત્મહત્યાના વધારે કિસ્સા સામે આવે છે. આ ઉપરાંત, વિવાહીત પુરુષો અને એકલ મહિલાઓ સહિત અન્ય વસ્તીન સરખામણીમાં એકલ પુરુષોમાં વ્યસનોનું પ્રમાણ વધારે હોય છે. કપલ્સની સરખામણીમાં સિંગલ લોકો એકલાપણા, અલગાવ વધારે અનુભવે છે.

15 ફેબ્રુઆરીએ મનાવામાં આવે છે સિંગલ્સ ડે


એક ઉંમર બાદ જ્યારે છોકરાઓના લગ્ન નથી થતાં તો ખૂબ વધારે એકલાપણાનો અનુભવ કરે છે, જેનાથી ડિપ્રેશન, સુસાઈડ જેવી ઘટનાઓ સામે આવવાનો ખતરો વધી જાય છે. સિંગલ ડે પર આપણે બધાએ એવું વિચારવા માટે પ્રેરિત કરવા જોઈએ કે, પોતાની જાતને પ્રેમ કરવો ખૂબ જરુરી છે. સિંગલ અવેરનેસ ડે દર વર્ષે 15 ફેબ્રુઆરીએ મનાવામાં આવે છે. એવું પણ કહી શકાય છે, આજનો દિવસ એવા લોકો માટે છે, જેમને કોઈ પાર્ટનર નથી. આ દિવસ એટલા માટે મનાવામાં આવે છે, જેથી સિંગલ લોકોને લાઈફમાં એકલા અનુભવે નહીં. આ દિવસ આપણને કહે છે કે, પ્રેમ કરવા માટે હંમેશા કોઈ પાર્ટનરની જરુર હોતી નથી. આ દિવસે લોકો પરિવાર, મિત્રો અને પોતાના સંબંધીઓ સાથે ઉજવણી કરી શકે છે.

આવી રીતે શરુ થઈ સિંગલ ડેની શરુઆત


પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, વર્ષ 2001માં ડસ્ટિન બોર્નસ જ્યારે હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો, આ દરમિયાન તે સિંગલ હતો અને તેની પાસે કોઈ પાર્ટનર નહોતું. તે પોતાના મિત્રો સાથે સિંગલ ડે મનાવવા માગતો હતો. ડસ્ટિને પોતાના ચાર મિત્રો સાથે મળીને સિંગલ લાઈફને સેલિબ્રેટ કરી. તેના માટે તેણે વેલેન્ટાઈન ડેના ઠીક બીજા જ દિવસની પસંદગી કરી. સ્કૂલમાંથી નીકળીને જ્યારે મિસિસિપી સ્ટેટ યૂનિવર્સિટી પહોંચ્યો તો, ત્યાં પણ તે દર વર્ષે 15 ફેબ્રુઆરીએ સિંગલ લાઈફ સેલિબ્રેટ કરતો રહેતો.
First published:

Tags: Valentine Day 2023

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો