Home /News /national-international /Bappi Lahiriના મૃત્યુનું કારણ બની આ જીવલેણ બીમારી, જાણો શું છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા?

Bappi Lahiriના મૃત્યુનું કારણ બની આ જીવલેણ બીમારી, જાણો શું છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા?

બપ્પી દાનું નિધન ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ને કારણે થયું છે.

Bappi Lahiri Death Reason: ડોક્ટરના જણાવ્યા અનુસાર, બપ્પી દાને હેલ્થ સંબંધિત ઘણી સમસ્યાઓ હતી. તેમનું નિધન ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ને કારણે થયું. જાણો આ બીમારી વિશે.

Bappi Lahiri Death Reason: 80 અને 90ના દાયકામાં ભારતમાં ડિસ્કો સંગીતને લોકપ્રિય બનાવનાર સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી (Bappi Lahiri Passes Away)નું આજે મુંબઈની Criticare હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. Criticare હોસ્પિટલના ડાયરેક્ટર ડો. દીપક નામજોશીએ પીટીઆઈને જણાવ્યું કે આખરે બપ્પી લહેરીને શું તકલીફ (Bappi Lahiri Disease) હતી અને તેમનું નિધન કયા કારણોસર થયું.

ડોક્ટરે કહ્યું કે, ‘બપ્પી લહેરી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને સોમવારે (14 ફેબ્રુઆરી) રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી ગઈ. બપ્પી દાના પરિવારે ડોક્ટરને ઘરે બોલાવ્યા અને બપ્પી દાને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર, બપ્પી દાને હેલ્થ સંબંધિત ઘણી સમસ્યાઓ હતી. તેમનું નિધન ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ને કારણે થયું.’

આ પણ વાંચો: સ્ટાઇલ આઇકન બપ્પી લહેરી પાસે કેટલું સોનું હતું? શા માટે વધારે સોનું પહેરતા હતા?

શું હોય છે OSA?

OSA (Obstructive Sleep apnea) ઊંઘ પૂરી ન થવાને કારણે થતી બીમારી છે. તેમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં વારંવાર તકલીફ થાય છે. તેના કેટલાક કારણોમાં વ્યક્તિનું વજન વધવું, જીભનો મોટો આકાર અને ટોન્સિલ મુખ્ય છે. ઓએસએના કારણે બ્લડમાં ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ જાય છે અને ઊંઘમાં અવરોધને કારણે હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધી જાય છે.

જો સારવાર ન કરવામાં આવે તો આ રોગ ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આમાં સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, અનિયમિત ધબકારા, ડિપ્રેશન, થાક, ડાયાબિટીસ, માથાનો દુખાવો અને ADHD લક્ષણોનું બગડવું સામેલ છે.

આ પણ વાંચો: બપ્પી દાએ એક જ વર્ષમાં 33 ફિલ્મોમાં 180 ગીતો ગાઇને બનાવ્યો હતો અનોખો રેકોર્ડ

બપ્પી લહેરીને ગયા વર્ષે કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, બપ્પી દાને ટૂંક સમયમાં રજા આપવામાં આવી હતી. પ્રખ્યાત ગાયકને ચેસ્ટ ઇન્ફેકશન પણ હતું અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા રોગને કારણે ફક્ત 69 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું.

ડિસ્કો મ્યુઝિકથી કરાવી ઓળખાણ

80 અને 90ના દાયકામાં બપ્પી લહેરીનો ઘણો દબદબો હતો. તેઓ એકમાત્ર સિંગર અને કમ્પોઝર હતા જેમણે ભારતીય સિનેમાની ડિસ્કો મ્યુઝિકથી ઓળખાણ કરાવી અને તેને પોપ્યુલર બનાવ્યું. બપ્પી દાએ ઘણાં ફિલ્મી સાઉન્ડટ્રેક બનાવ્યા, જેમાં 'વરદાત', 'ડિસ્કો ડાન્સર', 'નમક હલાલ', 'ડાન્સ ડાન્સ' અને 'કમાન્ડો' સામેલ છે.

બપ્પી લહેરીએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા. બપ્પી દાને શ્રીરામપુર સીટથી 2014ની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
First published:

Tags: Bappi Lahiri, Entertainemt News, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો