ભારતમાં 20 મે સુધીમાં ખતમ થઈ શકે છે કોરોના વાયરસઃ સિંગાપુર યુનિવર્સિટીનું રિસર્ચ

News18 Gujarati
Updated: April 26, 2020, 10:04 AM IST
ભારતમાં 20 મે સુધીમાં ખતમ થઈ શકે છે કોરોના વાયરસઃ સિંગાપુર યુનિવર્સિટીનું રિસર્ચ
ભારત માટે આશાનું કિરણઃ ઈટલી અને સ્પેન માટે કરવામાં આવેલું અનુમાન લગભગ સાચું પુરવાર થઈ રહ્યું છે

ભારત માટે આશાનું કિરણઃ ઈટલી અને સ્પેન માટે કરવામાં આવેલું અનુમાન લગભગ સાચું પુરવાર થઈ રહ્યું છે

  • Share this:
સિંગાપુરઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેનું સંક્રમણ ક્યારે ખતમ થશે તેને લઈને અલગ-અલગ દાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સિંગાપુર (Singapore)ની એક યુનિવર્સિટી એ સારા સમાચાર આપ્યા છે. ડેટા સાયન્સ (Data Science)ના માધ્યમથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 20મેની આસપાસ કોરોના વાયરસ (COVID-19)ખતમ થઈ શકે છે. નોંધનીય છે કે ભારત (India)માં હાલ કોરોના સંક્રમણના કારણે 3 મે સુધી લૉકડાઉન (Lockdown) લાગુ છે.

ડેટાના આધારે કરવામાં આવ્યું રિસર્ચ

સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇન (SUTD)એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કોરોના વાયરસને ફેલાવવાની ઝડપનું વિશ્લેષણ કર્યું છે. યુનિવર્સિટી મુજબ, આ ડેટા દર્દીના સાજા અને સંક્રમિત થવાના આધારે છે. આ વિશ્લેષણ susceptible-infected-recovered (SIR)ને આધારિત છે. યુનિવર્સિટીએ લગભગ તે તમામ દેશોના ડેટાના આધારે રિસર્ચ કર્યું છે જ્યાં કોરોનાનું વધુ સંક્રમણ છે. ખાસ વાત એ છે કે તેના ડેટા આધારિત ગ્રાફને જોયા બાદ જાણવા મળ્યું કે ઈટલી અને સ્પેનમાં એ લગભગ સાચું પુરવાર થઈ રહ્યું છે. આ બંને દેશોમાં તે મેના પહેલા સપ્તાહમાં ખતમ થઈ શકે છે.


આ પણ વાંચો, લૉકડાઉન બાદ કોરોના સામે લડવા માટે સરકારે તૈયાર કર્યો પ્લાન, હવે ઓછા લોકોમાં થશે વધુ કામ

કેસોની સંખ્યા ઘટી રહી છેસરકારે શનિવારે કહ્યું કે દેશમાં કોવિડ-19ના કેસ બેગણા થવાની સરેરાશ દર હાલ 9.1 દિવસ છે. હાલ દેશમાં સંક્રમણથી મૃત્યુ દર 3.1 ટકા છે જ્યારે (સંક્રમિત) દર્દીના સંક્રમણ મુક્ત થવાની ટકાવારી 20 ટકાથી વધુ છે. જે મોટાભાગના દેશોની તુલનામાં સારી છે. દેશમાં લૉકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. દેશના 11 રાજ્ય એવા છે જ્યાં દર્દીઓનો આંકડો 150 સુધીનો છે. પરંતુ હજુ સુધી એક પણ દર્દીનું મોત નથી થયું.

આ પણ વાંચો, એલર્ટઃ ATMથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ! હવે રૂપિયા ઉપાડતી વખતે કરો આ કામ


 
First published: April 26, 2020, 10:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading