પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, દૂધનો ભાવ હાઇકોર્ટે નક્કી કરવો પડ્યો

News18 Gujarati
Updated: November 13, 2019, 7:39 AM IST
પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, દૂધનો ભાવ હાઇકોર્ટે નક્કી કરવો પડ્યો
પ્રતિકાત્મક તસવીર

સિંધ હાઇકોર્ટે કહ્યુ કે જે પણ આનાથી વધારે ભાવે દૂધ વેચશે તેની સામે કોર્ટના અનાદરનો કેસ ચલાવવામાં આવશે.

  • Share this:
કરાચી : મોંઘવારીને કારણે પાકિસ્તાન (Pakistan)માં ચારેતરફ હાહાકાર મચી ગયો છે. શાકભાજી (Vegetable)થી લઈને દૂધ સહિત તમામ વસ્તુઓનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ભાવ વધારાને રોકવા માટે હવે ત્યાંની હાઇકોર્ટે (Highcourt) દખલ કરવી પડી છે. પાકિસ્તાનની ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે સામાન્ય લોકોની પરેશાનીને જોઈને હાઇકોર્ટે દૂધ (Milk)નો ભાવ નક્કી કર્યો છે. સિંધ હાઇકોર્ટે કહ્યું છે કે હવે કરાચીમાં 94 રૂપિયા પ્રતિ લીટરથી દૂધ વેચવામાં આવશે.

હાઇકોર્ટે કહ્યુ કે જે પણ આનાથી વધારે ભાવે દૂધ વેચશે તેની સામે કોર્ટના અનાદરનો કેસ ચલાવવામાં આવશે. કરાચીમાં રહેતા ઇમરાન શહઝાદે આ મામલે હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે શહેરમાં અનેક જગ્યાએ દૂધ 110 રૂપિયે લીટર મળી રહ્યું છે. આ મામલે વધારે સુનાવણી હવે પાંચમી ડિસેમ્બરના રોજ થશે.

ટામેટા 300 રૂપિયાને પાર

પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) આજકાલ મોંઘવારીના મારથી બેહાલ છે. અહીં દૈનિક જરૂરિયાતની વસ્તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાનમાં એક જ દિવસમાં ટામેટા (Tomato)ના ભાવમાં 160 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે પાકિસ્તાનના અનેક શહેરોમાં ટામેટાનો ભાવ 320 રૂપિયાને પાર થઈ ગયો છે.

શાકભાજીના ભાવમાં ઉછાળો

ફક્ત દૂધ જ નહીં પાકિસ્તાનમાં ટામેટાની કિંમત પણ આસમાને પહોંચી છે. બીજી તરફ પાકિસ્તાનમાં શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. એક દિવસમાં 20 રૂપિયાના ઉછાળા સાથે ડુંગળીની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જોકે, શિમલા મરચાની કિંમત થોડી નીચે આવતા 240 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. જ્યારે ગત અઠવાડિયા સુધી તેની કિંમત 320 રૂપિયા પ્રતિ કિલો હતી. સમાચાર છે કે પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પાક ખરાબ થવાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.લોટ (આટો)ના ભાવમાં વધારો

પાકિસ્તાનમાં મેંદાનો ભાવ 48.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 50.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. આ વર્ષે એપ્રિલથી લઈને અત્યાર સુધી પાકિસ્તાની મીલોમાં લોટના ભાવમાં આશરે 12 રૂપિયાનો વધારો થયો છે. આ દરમિયાન 14 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને 10 કિલોએ 140 રૂપિયાનો વધારો થયો છે. એપ્રિલમાં એક કિલો લોટનો ભાવ 33.50 રૂપિયા હતો, જ્યારે મેંદાનો ભાવ 36.50 રૂપિયા પ્રતિ કિલો હતો.
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर