Home /News /national-international /Money Laundering Case: લોન એપ્સ મામલે જોડાતી એકપછી એક કડીઓ - દિલ્હીના દગાબાજો, બેંગ્લોરનું સરનામું

Money Laundering Case: લોન એપ્સ મામલે જોડાતી એકપછી એક કડીઓ - દિલ્હીના દગાબાજો, બેંગ્લોરનું સરનામું

ફાઇલ તસવીર

Chinese Money Laundering Case: લોન આપીને લૂંટનારી લોન એપ્લિકેશન મામલે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ અને પ્રવર્તન નિદેશાલયની અલગ અલગ તપાસમાં કેટલીક કડીઓ એકબીજા સાથે જોડાતી હોય તેવું લાગે છે. આ મામલે પહેલી ધરપકડ થયા બાદ એકપછી એક ખુલાસા થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ લોન આપીને લૂંટનારી એપ્સની તપાસમાં સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ અને પ્રવર્તન નિદેશાલયે અલગ-અલગ ઓફિસોમાં તપાસ કરી હતી અને તેમાંની કેટલીક કડીઓ એકબીજા સાથે જોડાઈ રહી છે. બેંગ્લોરમાં ‘બ્રિકસ્પેસ’માં રજિસ્ટર્ડ ઓછામાં ઓછી ત્રણ કંપનીઓ તપાસમાં સામેલ છે. આ કંપનીઓ દિલ્હીમાં ફેસિલિલેટરના માધ્યમથી બેંગ્લોરમાં કો-વર્કિંગ સ્પેસ બ્રિકસ્પેસમાં રિજસ્ટર્ડ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ લોન આપનારી એપ્સના માધ્યમથી લૂંટ ચલાવતી કંપનીઓ કથિત રીતે મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલી હતી. આ મામલે પહેલી ધરપકડ થયા બાદ એકપછી એક ખુલાસા થઈ રહ્યા છે.

બોન્ડ કરી એડ્રેસ વાપરવા રજિસ્ટ્રેશ કરાવ્યુંઃ બ્રિકસ્પેસ


સૂત્રો જણાવે છે કે, તપાસમાં ત્રણ કંપનીઓ સામે આવી છે. આ કંપનીઓ બ્રિકસ્પેસ નામની કો-વર્કિંગ સ્પેસમાં રજિસ્ટર્ડ છે. તેમણે હવે કોર્પોરેટ મામલાના મંત્રાલયને પોતાની જગ્યાએ રજિસ્ટર્ડ કેટલીક કંપનીઓના સરનામા હટાવવા માટે અનુરોધ કરતા આરોપ લગાવ્યો છે કે, બેઇમાન સંસ્થાઓએ કો-વર્કિંગ સ્પેસનો દુરુપયોગ કર્યો છે. તપાસ એજન્સી દ્વારા આ ગુના મામલે તપાસ શરૂ કર્યા પછી પત્ર મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓએ માત્ર એક વર્ષના બોન્ડને આધારે એડ્રેસનો ઉપયોગ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્સ પર સકંજો, નાણામંત્રી સાથેની બેઠકમાં નિર્ણય

પહેલી ધરપકડ થયા બાદ ખુલાસો થયો


મળતી માહિતી પ્રમાણે, તેની શરૂઆત ડોર્ટ્સે નામના એક વ્યક્તિથી થાય છે. તેને ગયા અઠવાડિયે ચીની શૈલ કંપનીઓ પર કાર્યવાહીમાં એસએફઆઈઓમાંથી પકડવામાં આવ્યો હતો. ડોર્ટ્સે પર ગુરુગ્રામ પોલીસે આઇટી અધિનિયમની કલમ 66ડી અંતર્ગત કેસ દાખલ કર્યો છે. આ કલમ કોઈપણ સંચાર ઉપકરણ અથવા કોમ્પ્યુટર સંશાધનના માધ્મયથી છેતરપિંડીથી સંબંધિત છે. કોર્પોરેટ મામલાના મંત્રાલયના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ડોર્ટ્સે કેવળ એક નામનો ઉપયોગ કરે છે અને તે હિમાચલ પ્રદેશનો રહેવાસી છે. વાન જૂન નામનો એક ચીની નાગરિક તેની બીજી કડી છે. હાલ તે ફરાર છે. વાન જૂન બે કંપનીઓનો નિદેશક છે. જિલિયન કન્સ્લટન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, તેણે ડોર્ટ્સે સાથે શરૂ કરવામાં આવી હતી અને બીજું નામ છે ફિનિટી પ્રાઇવેટ લિમિટેડ.

આ પણ વાંચોઃ લોકોની મજબૂરીનો ફાયદો! પઠાણી ઉઘરાણીથી 200% સુધી વ્યાજ વસૂલ્યું

આ લોન એપ્સને લીધે ઘણાં લોકોએ આત્મહત્યા કરી


તાજેતરમાં મળેલી જાણકારી અનુસાર, ઇન્સટન્ટ લોન એપ લોકો પાસેથી ખૂબ જ ઊંચા વ્યાજદર લેતા હતા. તેટલું જ નહીં, જ્યારે લોન લેનારો વ્યક્તિ ફોનમાં એપ ડાઉનલોડ કરે છે ત્યારે તેના ફોનમાં રહેલી તમામ માહિતી કંપની પાસે પહોંચી જાય છે. તેનું સમગ્ર સંચાલન ચીનની કંપની દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ જે-તે વ્યક્તિની અંગત માહિતી મેળવી કંપનીવાળા વ્યક્તિને માનસિક ત્રાસ આપતા હતા. તેને બ્લેકમેઇલ કરતા હતા. કેટલાક કેસમાં એવું જાણવા મળ્યું હતું કે, વ્યક્તિ લોન ન ચૂકવી શકે તો કંપનીવાળા તેના પર સતત દબાણ કરતા હતા અને તેમની અંગત માહિતીને જાહેર કરવાની ધમકી આપતા હતા. આ કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે બેંગ્લોર પોલીસે અંદાજે ડઝન જેટલા કેસ દાખલ કર્યા હતા. ત્યારબાદ ઇડીએ આ મામલે કાર્યવાહી કરી અને ગયા મહિને ઘણી કંપનીઓની ઓફિસમાં દરોડા પાડ્યાં હતા.
First published:

Tags: Chinese Apps, Loan