દિલ્હી સરકારે જાહેરાતમાં સિક્કમને ગણાવ્યો અલગ દેશ! મુખ્યમંત્રીએ કહ્યું ભૂલ સુધારે

News18 Gujarati
Updated: May 23, 2020, 10:49 PM IST
દિલ્હી સરકારે જાહેરાતમાં સિક્કમને ગણાવ્યો અલગ દેશ! મુખ્યમંત્રીએ કહ્યું ભૂલ સુધારે
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે (Prem Singh Tamang)ટ્વિટ કરીને આ માટે દિલ્હી સરકારને ભૂલ સુધારવા માટે કહ્યું

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે ટ્વિટ કરીને દિલ્હી સરકારને ભૂલ સુધારવા માટે કહ્યું

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની સરકારે સિવિલ ડિફેન્સ કોર (Civil Defence Core)માં સ્વંયસેવક તરીકે ભરતી બહાર પાડી છે. આ ભરતીમાં સામેલ થવાના યોગ્યતાને લઈને સિક્કિમ(Sikkim)ના મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યા છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે (Prem Singh Tamang)ટ્વિટ કરીને આ માટે દિલ્હી સરકારને ભૂલ સુધારવા માટે કહ્યું છે.

દિલ્હી સરકારે ભરતીની કોલમમાં લખ્યું છે કે અરજીકર્તા ભારતનો નાગરિક હોય અથવા ભૂટાન (Bhutan),નેપાળ (Nepal)કે સિક્કમની પ્રજા હોય કે દિલ્હીનો નિવાસી હોય.

આ પણ વાંચો - કૉરન્ટાઇનમાં રહેલા મુસલમાનોને સહરી-ઈફ્તારી આપી રહ્યું છે વૈષ્ણો દેવી મંદિર, લોકોએ કહ્યું- આ છે અસલી ભારત

પ્રેમ સિંહ તમાંગે ટ્વિટ કરીને કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા અલગ-અલગ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત આ જાહેરાતમાં સિક્કમ સાથે-સાથે ભૂટાન અને નેપાળ જેવા દેશનો ઉલ્લેખ છે. સિક્કિમ 1975થી ભારતનો ભાગ છે અને એક સપ્તાહ પહેલા જ તેનો રાજ્ય દિવસ મનાવવામાં આવ્યો હતો.તમાંગે અન્ય એક ટ્વિટમાં આ જાહેરાતની તસવીર શેર કરતા લખ્યું કે સિક્કિમ ભારતનો એક ભાગ છે અને આવું કહેવું ના જોઈએ, આ નિંદનીય છે અને હું દિલ્હી સરકારને આ મુદ્દાને સુધારવા માટે વિનંતી કરીશ.

દિલ્હી સરકારે સિવિલ ડિફેન્સ કોરમાં સ્વંયસેવકની ભરતી પાડી છે. જેમાં યોગ્યતા આ પ્રકારે છે

1. ભારતનો નાગરિક હોય કે ભૂટાન, નેપાળ કે સિક્કિમની પ્રજા હોય તથા દિલ્હીનો રહેવાસી હોય.

2. 18 વર્ષની ઉંમર હોય.

3. ઓછામાં ઓછી પ્રાથિમક શિક્ષા મેળવેલી હોય

4. કોઈપણ પુરુષ કે મહિલા જે શારીરિક રુપથી સ્વચ્છ હો તથા માનસિક રુપથી સચેત હોય
First published: May 23, 2020, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading