વધારે બાળકો પેદા કરો, પગાર વધારો મેળવો: ભારતના આ રાજ્યમાં સરકારે કરી મોટી જાહેરાત
સિક્કિમમાં મુખ્યમંત્રીએ કરી અનોખી જાહેરાત
દક્ષિણ સિક્કિમના જોરથાંગ શહેરમાં રવિવારે માઘ સંક્રાતિ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે, સિક્કિમનો પ્રજનન દર હાલના વર્ષોમાં પ્રતિ મહિલા એક બાળકનો સૌથી ઓછો વૃદ્ધ દર નોંધાવાની સાથે જાતિય સમુદાયોની વસ્તી ઘટી ગઈ છે.
ગંગટોક: સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે વધારે બાળકો પૈદા કરવાને લઈને જાતિય સમુદાયોના લોકો માટે વિવિધ પ્રોત્સાહનની જાહેરાત કરી છે. દક્ષિણ સિક્કિમના જોરથાંગ શહેરમાં રવિવારે માઘ સંક્રાતિ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે કહ્યું કે, સિક્કિમનો પ્રજનન દર હાલના વર્ષોમાં પ્રતિ મહિલા એક બાળકનો સૌથી ઓછો વૃદ્ધ દર નોંધાવાની સાથે જાતિય સમુદાયોની વસ્તી ઘટી ગઈ છે. તમાંગે કહ્યું કે, અમે મહિલાઓ સાથે સ્થાનિક લોકોને વધારે બાળકો પૈદા કરવા માટે પ્રોત્સાહિત કરીને ઓછો થતો પ્રજનન દર વધારવાની જરુર છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની સરકાર પહેલા જ સેવામાં મહિલાઓને 365 દિવસનું માતૃત્વ અવકાશ અને પુરુષ કર્મચારીઓને 30 દિવસનું પિતૃત્વ અવકાશ આપવાની જાહેરાત કરી ચુકી છે. જેથી તેમને બાળકો પૈદા કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ ઉપરાંત રાજ્ય સરકારે મહિલા કર્મચારીઓને બીજુ બાળક થવા પર વેત વધારો અને ત્રીજૂ બાળક થવા પર બે વતન વધારો આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્ય લોકોને પણ બાળકો પૈદા કરવા માટે નાણાકીય સહાયતા માટે પાત્ર રહેશે. જેનું વિવરણ સ્વાસ્થ્ય અને મહિલા અને બાળક દેખરેખ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે.
તમાંગે કહ્યું કે, તેમની સરકારે સિક્કિમની હોસ્પિટલોમાં આઈવીએફ સુવિધા શરુ કરી છે, જેથી સ્વાભાવિક રીતે ગર્ભધારણમાં સમસ્યા થવા પર મહિલાઓને તેના માટે પ્રોત્સાહિત કરી શકે. તેમણે કહ્યું કે, આ પ્રક્રિયાના માધ્યમથી બાળકો પૈદા કરનારી તમામ માતાઓને ત્રણ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આઈવીએફ સુવિધાથી અત્યાર સુધીમાં 38 મહિલાઓ ગર્ભધારણ કરી ચુકી છે અને તેમાંથી અમુક મા બની ચુકી છે.
તમાંગે સિક્કિમના લોકો પર ફક્ત એક બાળક પૈદા કરીને નાનો પરિવાર રાખવાનો પ્રેશર બનાવવા માટે પવન કુમાર ચામલિંગ નીત પાછલી સરકાર પર પ્રહાર કર્યા હતા. હાલમાં સિક્કિમની અનુમાનિત જનસંખ્યા સાત લાખથી ઓછી છે. જેમાં 80 ટકા જાતિય સમુદાયના લોકો સામેલ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર