રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઘુસી ગયા ત્રણ ખાલિસ્તાન સમર્થક, લગાવ્યા નારા

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ઘુ્યા ત્રણ ખાલીસ્તાની સમર્થક

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદીજી જે કહે છે, તેનાથી તે કોંગ્રેસનું જ નહી, પરંતુ ભારતના નાગરીકોનું અપમાન કરી રહ્યા છે, અને મીડિયા તેમની સાથે છે.

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ત્રણ ખાલિસ્તાની સમર્થક પહોંચી ગયા અને હંગામાની કોશિસ કરી છે. આ ઘટના શનીવારની છે, જ્યારે રાહુલે બ્રિટનમાં ઓવરસીઝ કોંગ્રેસ યૂકે મેગા કોન્ફરન્સને સંબોધી કરવાના હતા. જોકે, રાહુલ આવે તે પહેલા સ્કોટલેન્ડ યાર્ડે ત્રણ લોકોને બહાર તગેડી મુક્યા.

  ત્રણે સમર્થક ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા રહ્યા. રાહુલના બે દિવસીય બ્રિટન પ્રવાસનો આ છેલ્લો કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં જ્યારે ત્રણ ખાલિસ્તાન સ્મર્થક હંગામો કરવાની કોશિસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ કોંગ્રેસ ઝિંદાબાદનો નારો લગાવ્યો.

  સમારોહના શરૂઆતમાં કોંગ્રેસના ઓવરસીઝ કોંગ્રેસ વિભાગના અધ્યક્ષ સેમ પિત્રોદાએ કહ્યું કે, અમારો સંદેશ લોકતંત્ર, આઝાદી, સમાવેશ, વિવધતા, નોકરીઓ, વિકાસ, સમૃદ્ધિ અને પછાત લોકોના વિકાસનો છે. અમે ઈચ્છીએ છીએ કે, તમે આ સંદેશને ફેલાવો. 2019ની ચૂંટણીનું પરિણામ ભવિષ્યના ભારતની દીશા નક્કી કરશે.

  ગાંધીએ લંડનમાં પોતાના પાછળના તમામ ભાષણમાં બોલેલી વાતોને ફરી કહી અને કોંગ્રેસને નફરત તથા વિભાજન વિરુદ્ધ લડવાની તાકાત ગણાવી. તેમણે ભારતવંશી સમુદાયને 2019ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની પેદલ સેના રૂપે ઉભી રહેવા આહવાહ્ન કર્યું.

  પ્રધાનમંત્રી પર નિશાન સાધતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદીજી જે કહે છે, તેનાથી તે કોંગ્રેસનું જ નહી, પરંતુ ભારતના નાગરીકોનું અપમાન કરી રહ્યા છે, અને મીડિયા તેમની સાથે છે.

  તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ શનીવારે કહ્યું હતું કે, વર્ષ 1984ના સિખ વિરોધી હુલ્લડોના પીડિતોની સાથે છે અને હિંસાના દોષીઓને કાયદા અનુસાર દંડીત કરવા જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષે લંડનમાં ઈન્ડિયન જર્નાલિસ્ટ એશોસિએશન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, જો કોઈના વિરુદ્ધ હિંસા થાય છે, તો તેના માટે એક કાયદાની પ્રક્રિયા છે. કાયદાની પ્રક્રિયા કોઈપણ ભોગે ચાલવી જોઈએ, અને જે લોકોએ હિંસા આચરી છે, તેમને કાયદાની રીતે કરવા જોઈએ. અને હું તેનું 100 ટકા સમર્થન કરીશ.
  Published by:kiran mehta
  First published: