પાકિસ્તાનમાં ફેસબુક ફ્રેન્ડના ઘરેથી મળ્યો ગૂમ ભારતીય

News18 Gujarati
Updated: April 24, 2018, 12:17 PM IST
પાકિસ્તાનમાં ફેસબુક ફ્રેન્ડના ઘરેથી મળ્યો ગૂમ ભારતીય
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પંજાબના અમૃતસરનો રહેવાસી અમરજીત સિંહ બૈસાખી ઉજવવા 12 એપ્રિલના રોજ પાકિસ્તાન પહોંચ્યા હતા. જેમની સાથે 1700 અન્ય શ્રદ્ધાલુ સામેલ હતાં. તેની સાથે આવેલ લોકો પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અમરજીત સિંહ ખોવાયો હોવાની ખબર પડી.

ઈટીપીબીના પ્રવક્તા આમિર હાશ્મીએ અમરજીતસિંહ મળ્યાની પુષ્ટિ કરતા જણાવ્યું કે તેને કાલે ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે, 'અમરજીત સિંહ મળી ગયા છે અને તેમને કાલે ભારતને સોંપી દેવામાં આવશે. નનકાના સાહબ પહોંચ્યાં પછી સિંહ શેખપુરામાં પોતાના મિત્ર આમિર રજ્જાકને મળવા માટે આવેલા લોકોના ગ્રુપથી અલગ થઇ ગયા હતાં. રજ્જાકના પરિવારે બોર્ડમાં સંપર્ક કરીને અમરજીત તેમની સાથે છે તેની જાણકારી આપી. અમરજીત અને રજ્જાક બંન્ને ઇટીપીબી કાર્યલય પહોંચીને જણાવ્યું હતું કે ગૂમ નથી થયા.'

નોંધનીય છે કે બૈસાખીનો તહેવાર ઉજવવા 1700 શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ 12 એપ્રિલે પાકિસ્તાન માટે રવાના થયું હતું. જેમાં પંજાબના હોશિયારપુરના રહેવાસી પરિવારનો દાવો હતો કે, તેમની વહું કિરણ બાલા બૈસાખી મનાવવા 13 એપ્રિલે પાકિસ્તાનના નનકાના સાહિબ ગઈ હતી. જ્યાં તેનો ધર્મ બદલાવવામાં આવ્યો, પછી બીજા લગ્ન કરાવી દેવામાં આવ્યા. કિરણ બાલાના સસરા તરસેમ સિંહે પોતાની વહુ પાકિસ્તાન ઈંટર સર્વિસિસ ઈન્ટેલિજન્સના હાથે ચઢવાની શંકા બતાવી છે. પરંતુ થોડા દિવસ બાદ કિરણ બાલાએ જાલલેવા દમકી આપવાનો હવાલો આપી વિદેશ મંત્રાલય પાસે તેના વિઝા વધારવાની માંગ કરી હતી.
First published: April 24, 2018, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading