પાકિસ્તાનના લાહોરના નનકાના સાહિબ વિસ્તારથી બળજબરી ધર્માંતરણ અને લગ્ન બાદ ગુમ થયેલી શીખ યુવતી ઘરે પાછી આવી ગઈ છે. શુક્રવારે ભારતે પાકિસ્તાન પર દબાણ કરતાં તેને તાત્કાલીક પરિવારને સોંપવા કહ્યું હતું. આ મામલામાં પોલીસે હવે 8 લોકોની ધરપકડ કરી છે.
બળજબરીથી ધર્માંતરણનો આરોપ
મળતા અહેવાલ મુજબ, 19 વર્ષની યુવતી ગુરુદ્વારા તંબૂ સાહિબથી ગ્રંથી (પુજારી) ભગવાન સિંહની દીકરી છે. યુવતીનું બંદૂકની અણીએ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની એક યુવતીને બળજબરી ધર્માંતરણ પર દિલ્હીના રસ્તાઓ પર લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો.
Sikh girl who was allegedly abducted and converted to Islam in Pakistan, has been sent to her parents. Punjab's Nankana Sahib police have arrested eight persons in the case. pic.twitter.com/YTCi3G9rdl
નનકાના સિટી પોલીસે સંદિગ્ધો પૈકી એક અરસલાનની ધરપકડ કરી લીધી હતી. તે શીખ યુવતી સાથે લગ્ન કરનારા મુખ્ય સંદિગ્ધ મોહમ્મદ હસનનો મિત્ર છે. પોલીસે દાવો કર્યો છે કે યુવતીના વકીલે કોર્ટ સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે ઈસ્લામ ધર્મ અપનાવી લીધો અને પોતાની મરજીથી હસન સાથે લગ્ન કર્યા. પોલીસ અધિકારીએ કહ્યું કે યુવતીએ પોતાના વકીલ શેખ સુલ્તાનના માધ્યમથી પોતાના પરિવારના આરોપોને ફગાવી દીધા હતા.
લગ્ન સમારોહમાં યુવતીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં યુવતી કહી રહી હતી કે તે કોઈ દબાણ વગર લગ્ન કરી રહી છે. જોકે, એક બીજા વીડિયોમાં યુવતીના પરિવારે દાવો કર્યો છે કે તેનું અપહરણ કરી લીધું અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. પરિવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મદદ માંગી હતી.
ભારતે દબાણ ઊભું કર્યુ
શુક્રવારે ભારતે પાકિસ્તાનની સામે આ મુદ્દો ઉઠાવ્યો અને તેમને તાત્કાલીક સમાધાન માટે પગલાં લેવા માટે કહ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ ઘટનાને લઈને મંત્રાલયને શીખોના ધાર્મિક સંગઠનો સહિત ભારતના નાગરિક સમાજના અલગ-અલગ વર્ગોથી અનેક રજૂઆતો મળી છે. તેઓએ કહ્યું કે, અમે પાકિસ્તાન સરકારની સાથે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેમને તાત્કાલીક સમાધાન માટે પગલાં લેવા માટે કહ્યું છે.