પાકિસ્તાનમાં શીખ પૂજારીની દીકરીનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવાયું

પહેલા માં-બાપની સામે ધર્મપરિવર્તન અને પછી નિકાહ, પાકિસ્તાનમાં 19 વર્ષીય શીખ યુવતી સાથે બંદૂકની અણીએ થઇ આ ઘટના

News18 Gujarati
Updated: August 30, 2019, 12:19 PM IST
પાકિસ્તાનમાં શીખ પૂજારીની દીકરીનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવાયું
પાકિસ્તાની શીખ યુવતીની તસવીર
News18 Gujarati
Updated: August 30, 2019, 12:19 PM IST
પાકિસ્તાનના લાહૌરમાં નનકાના સાહિબ ક્ષેત્રમાં એક શીખ યુવતીનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. આ યુવતી કેટલાક દિવસથી ગુમ છે. ગુરુવારે તેને બળજબરીપૂર્વક ઇસ્લામ કબૂલ કરાવ્યો. અને તેના એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે તેવી ખબર આવી છે. 19 વર્ષીય યુવતીનું નામ જગજીત કૌર છે. અને તે ગુરુદ્વારા તંબૂ સાહિબના ગ્રંથી એટલે કે પુજારી ભગવાન સિંહની પુત્રી છે. બંદૂકની અણીએ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.

જગજીત કૌરના પરિવારનું કહેવું છે કે જો યુવતીને છોડવામાં ના આવી તો તે પંજાબના રાજ્યપાલની ઘરની સામે પોતાને આગ લગાડશે. જગજીતના ભાઇ સુરિંદર સિંહે કહ્યું કે અમારા પરિવારની સાથે એક દુખદ ઘટના થઇ છે. કેટલાક ગુંડા બળજબરીપૂર્વક અમારા ઘરમાં આવી મારી નાની દિકરીને ઉપાડી ગયા છે. તેને પ્રતાડિત કરવામાં આવી છે બળજબરીથી ઇસ્લામ કબૂલ કરવવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં જ્યારે અમે આ અંગે ફરિયાદ નોંધાવી તો અમારી ફરિયાદ ના લેવામાં આવી. વધુમાં તે ગુંડા ફરી અમારા ઘરે આવ્યા અને ફરિયાદ પાછી દેવાની ધમકી આપી. આ શીખ પરિવારે વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાને જગજીત કૌરની સુરક્ષિત મુક્તિની અપીલ કરી છે.

જગજીતના બીજા ભાઇ મનમોહન સિંહે કહ્યું કે ગુંડાઓ ધમકી આપે છે કે જો ફરિયાદ પાછી ના લીધી તો તે અમને મારી નાંખશે. વધુમાં પાકિસ્તાનમાં રહેતા શીખ સમુદાયના લોકોએ પણ આ ઘટનાને વખોડી છે. અને તેમણે નનકાના સાહિબમાં આ અંગે બેઠક બોલાવી લડી લેવા મન બનાવ્યું છે.

શીખ સમુદાય આ મામલે શુક્રવારે રાજ્યપાલના ઘર આગળ તે સમયે પ્રદર્શન કરશે જ્યારે કરતારપુર કોરિડોરને લઇને આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ ચાલી રહી હશે. દિલ્હીના શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અધ્યક્ષ અને અકાળી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ આ મુદ્દો ઉઠાવવા માટે અપીલ કરી છે. જગજીત કૌરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં હાજર છે જેમાં બળજબરી પૂર્વક ઇસ્લામ કબૂલાઇ તેનું નામ આયશા રાખવામાં આવ્યું છે. અને એક મૌલવી તેને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાવી રહ્યો છે.
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...