Home /News /national-international /Russia Ukraine war: યુક્રેનના મેરીયુપોલમાં ચારેતરફ બરબાદીના દ્રશ્યો, લાખો લોકો ભૂખ્યા-તરસ્યા

Russia Ukraine war: યુક્રેનના મેરીયુપોલમાં ચારેતરફ બરબાદીના દ્રશ્યો, લાખો લોકો ભૂખ્યા-તરસ્યા

યુક્રેનના મેરીયુપોલમાં ચારેતરફ બરબાદીના દ્રશ્યો

યુનાઈટેડ નેશન્સ (UN) રાહત એજન્સીઓનો અંદાજ છે કે મેરીયુપોલ (Mariupol) શહેરમાં 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 3 હજારથી વધુ લોકો રશિયન સૈનિકોના હાથે મૃત્યુ પામ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) બુધવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે 24 કલાકની અંદર 7,000 થી વધુ લોકો મેરીયુપોલ શહેર છોડીને ભાગી ગયા છે.

વધુ જુઓ ...
રશિયા-યુક્રેન યુદ્ધની (Russia Ukraine war) ભયાનકતાનો સામનો કરી રહેલું માર્યુપોલ શહેર આ દિવસોમાં બરબાદીની કહાણી બની ગયું છે. રશિયન બોમ્બમારાની વચ્ચે ખંડેર ઈમારતો, તૂટેલા મકાનો, વેરવિખેર લાશો એવા દ્રશ્યો અહીં સર્જાઇ રહ્યા છે કે જોનારનું હૃદય તૂટી જાય. માનવાધિકાર સંગઠનો દાવો કરે છે કે હજારો લોકો શહેર છોડીને ભાગી ગયા છે. લગભગ એક લાખ લોકો હજુ પણ દરેક જગ્યાએ ફસાયેલા છે. તેઓ ભૂખથી પીડાય છે. પીવા માટે પાણી નથી, દવાઓ નથી. ઉપરથી બોમ્બ વરસી રહ્યા છે તે અલગ છે. ખરાબ પરિસ્થિતિ હોવા છતાં યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. રશિયાના વલણમાં કોઈ નરમાઈ નથી.

યુનાઈટેડ નેશન્સ (યુએન) રાહત એજન્સીઓનો અંદાજ છે કે મારીયુપોલ શહેરમાં 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 3 હજારથી વધુ લોકો રશિયન સૈનિકોના હાથે મૃત્યુ પામ્યા છે. પરિસ્થિતિઓ ખૂબ જ અમાનવીય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ બુધવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 7,000 થી વધુ લોકો માર્યુપોલ શહેર છોડીને ભાગી ગયા છે. તેણે દાવો કર્યો હતો કે લોકોનું એક જૂથ ભાગતી વખતે દક્ષિણ તરફ જઈ રહ્યું હતું, જેનું હુમલાખોરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Corona: આ દેશોમાં કોરોના કારણે લોકોના શ્વાસ અધ્ધર તાલ! માત્ર 7 દિવસમાં એક કરોડથી વધુ કેસ! જાણો કારણ

સેટેલાઇટ ઇમેજમાં વિનાશ દ્રશ્યો


ખાનગી કંપની મેક્સર દ્વારા આપવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં મારિયુપોલ શહેરમાં વિનાશની વાર્તાઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તમામ ઇમારતો ખંડેર હાલતમાં છે. ઘણી ઈમારતો આગમાં સળગી રહી છે તો અમુકમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. યુક્રેનની સેનાનું કહેવું છે કે જમીન પર ભીષણ લડાઈ ચાલી રહી છે. રશિયન દળો અંદર ઘૂસવા માટે દરેક રીતે પ્રયાસ કરી રહ્યા છે. યુએન કહે છે કે રશિયા યુક્રેનમાં એક યુદ્ધ લડી રહ્યું છે જે ખૂબ જ વાહિયાત છે, અને જેને નજીકના ભવિષ્યમાં જીતવાની શક્યતા નથી.

આ પણ વાંચો - BrahMos supersonic Missile Test: બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ, સપાટીથી સપાટી પર પ્રહાર કરવાની ક્ષમતા

રશિયાએ પરમાણુ હુમલાની ધમકી આપી


એક મહિના સુધી ચાલેલા યુદ્ધની વચ્ચે રશિયા દ્વારા પરમાણુ હુમલાની ધમકીએ નવી ચિંતાઓ ઊભી કરી છે. ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું કે જો અમારી સામે અસ્તિત્વની કટોકટીની સમસ્યા આવશે, તો અમે કોઈપણ હદ સુધી જવાથી અચકાઈશું નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યા છે કે જો તેના ભૂમિ દળોને લાગે કે તે સફળ નથી થઈ રહી તો રશિયા રાસાયણિક અને જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. ગુરુવારે બ્રસેલ્સમાં નાટો સમિટ યોજાવાની છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેમ પણ હાજરી આપશે. તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું ભાષણ પણ હશે. યુરોપિયન યુનિયન અને G7 દેશોની બેઠકમાં ભાગ લીધા બાદ બાયડેન પોલેન્ડની પણ મુલાકાત લેશે.
First published:

Tags: Russia and Ukraine War, Russia ukrain crisis, United nations, Volodymyr zelenskyy