એર સ્ટ્રાઇક પર સિદ્ધુનો સવાલ, 300 આતંકવાદી માર્યા કે ઝાડ ઉજાડ્યા?

News18 Gujarati
Updated: March 4, 2019, 2:28 PM IST
એર સ્ટ્રાઇક પર સિદ્ધુનો સવાલ, 300 આતંકવાદી માર્યા કે ઝાડ ઉજાડ્યા?
નવજોત સિંહ સિદ્ધુની ફાઇલ તસવીર

નવજોત સિંહ સિદ્ધુએ આર્મીનો રાજકીય લાભ ખાટવાની નીતિનો વિરોધ કર્યો અને કહ્યું, ઊંચી દુકાન ફીકા પકવાન

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઇક અંગે પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ વડા પ્રધાન મોદી પર નિશાન તાક્યું છે. તેમણે સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી કે ઝાડ ઉખાડ્યા?

પંજાબના કેબિનેટ મંત્રી સિદ્ધુએ ટ્વીટ કરીને પૂછ્ય કે 300 આતંકવાદી મર્યા કે નહીં? હા કે ના? નહીં તો પછી આનો ઉદ્દેશ્ય શું હતો? તમે આતંકવાદીઓને માર્યા હતા કે ઝાડ ઉખાડ્યા હતા ? શું આ ચૂંટણી લક્ષી પેતરો હતો?

એટલું જ નહીં સિદ્ધુએ સેનાનું રાજકીયકરણ ન થાય અને તેના પર રાજનીતિ ન થાય તેવી માંગ કરી હતી. સિદ્ધુએ કહ્યું કે દેશની સેનાનું સન્માન છે પરંતુ આ તો ઉંચી દુકાન ફિકા પકવાન જેવી વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પણ નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાનનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદનો કોઈ દેશ નથી હોતો, આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. એટલું જ નહીં તેમણે એરફોર્સની કાર્યવાહીનો એક વીડિયો નાખી અને ટ્વીટ કર્યું હતું કે ' મિલિયે ઇન ચહેરો સે જીનકી ફિતરત છીપી રહે, નકલી ચેહરા સામને આયે, અસલી સુરત છીપી રહે'
First published: March 4, 2019, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading