ચંદીગઢ : પ્રખ્યાત સિંગર અને કોંગ્રેસ નેતા શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moose Wala Murder Case)29 મેના રોજ અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના ગામમાં હાલ માતમ છવાયેલો છે. તેઓ પ્રખ્યાત ગાયક હોવાની સાથે સાથે અનેકવાર વિવાદમાં પણ રહ્યા છે. સિદ્ધુ (Sidhu Moose Wala)પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેઓ પંજાબમાં હથિયાર કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા છે. સિદ્ધુ વર્લ્ડ ક્લાસ હથિયારના શોખીન હતા. તેમની પાસે અનેક લાયસન્સ ધરાવતા હથિયાર પણ હતા.
ન્યૂઝ 18 એક ગન હાઉસના માલિક પાસે પહોંચ્યું હતું. જેણે મુસેવાલા સાથે કઈ રીતે મિત્રતા થઈ તે અંગે જાણકારી આપી હતી. મુસેવાલાના મિત્ર અને ગન શોપના માલિક ચેતન મિડ્ડાએ જણાવ્યું કે, સિદ્ધુ પાસે 45 Bore Pistol Ithaca, યૂએસ મેડ પિસ્તોલ અને 12 બોર પંપ ગન સિંગલ શોટ બંદૂક હતી. આ તમામ હથિયાર લાઈસન્સ પર ખરીદવામાં આવ્યા હતા. ચેતન અને સિદ્ધુ પારિવારિક સંબંધ ધરાવતા હતા. ચેતને જણાવ્યું કે, ‘સિદ્ધુને હથિયાર ખૂબ જ પસંદ હતા અને વર્લ્ડ ક્લાસના હથિયાર રાખવાનો શોખ હતો. તેને 315 બોર રાઈફલ જોઈ હતી, ત્યારે મેં તેને મારા રેફરન્સથી અપાવી હતી. મારી પાસે તે સમયે આ ગન ન હતી જેથી તેના પિતાની 12 બોર ડબલ બેરલ ગન ગેરકાયદેસર રીતે ખરીદી હતી.’
સિદ્ધુ મુસેવાલા પાસે 32 બોર રિવોલ્વર હતી અને ત્યાર બાદ સિદ્ધુએ પોતાની સુરક્ષા માટે પોઈન્ટ 45 બોરની અમેરિકા મેઈડ ઈટાકા પિસ્તોલ ખરીદી હતી. આ પિસ્તોલ 12થી 14 લાખ રૂપિયાની હતી, ઉપરાંત પમ્પેક્સસન ગન પણ હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસને આપવામાં આવેલ નિવેદન અનુસાર 29 મેના રોજ સિદ્ધુ રોજની જેમ જ હસી મજાક કરતા ત્યાં જઈ રહ્યા હતા. ગોળીઓનો અવાજ સાંભળીને સિદ્ધુએ એકાએક ગાડી ઊભી રાખી અને કંઈ સમજે તે પહેલા જ ગાડીના પાછળના ટાયરમાં ગોળી મારવામાં આવી.
આ દરમિયાન સિદ્ધુએ પોતાની સુરક્ષા માટે પોતાની 45 બોર ઈટાકા પિસ્તોલ ગાડીના કાચમાંથી બહાર કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું. તેમને લાગ્યું હતું કે હુમલો કરનાર યુવક ભાગી જશે. પરંતુ યુવકોએ ગાડીની પાછળ આવીને બંને તરફથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું અને સિદ્ધુ મુસેવાલીની હત્યા કરી દીધી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર