Home /News /national-international /

Sidhu Moose Wala Murder: મુસેવાલા અમારો ભાઈ હતો, 2 દિવસમાં આપીશું રિઝલ્ટ, નીરજ બવાના ગેંગે આપી ધમકી

Sidhu Moose Wala Murder: મુસેવાલા અમારો ભાઈ હતો, 2 દિવસમાં આપીશું રિઝલ્ટ, નીરજ બવાના ગેંગે આપી ધમકી

જાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની રવિવારે ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી

Sidhu Moose Wala Murder Case Update - સિદ્ધુ મુસેવાલાની હત્યા થતા નીરજ બવાના ગ્રુપે ફેસબુક પર પોસ્ટ શેર કરી છે અને જવાબી હુમલો કરવાની ધમકી આપી

ચંદીગઢ : પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની રવિવારે ધોળા દિવસે હત્યા (Sidhu Moose Wala Murder Case)કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. બોલીવૂડ સેલિબ્રિટીથી લઈને રાજનૈતિક દળોએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moose Wala)હત્યાને લઈને સોશિયલ મીડિયા પર ગેંગવોર શરૂ થઈ ગયું છે. કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડીએ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. જેને લઈને બંબીહા ગ્રુપ સોશિયલ મીડિયા પર એક્ટીવ થઈ ગયું છે અને લોરેન્સ ગ્રુપને બદલો લેવાની સતત ધમકી આપી રહ્યું છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યા થતા નીરજ બવાના ગ્રુપે ફેસબુક પર પોસ્ટ શેર કરી છે અને જવાબી હુમલો કરવાની ધમકી આપી છે કે, ‘બે દિવસમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. આ પોસ્ટ બવાનાના નામના ફેસબુક હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. બવાના ગેંગની સાથે તિલ્લુ તેજપુરિયા, કૌશલ ગુડગાંવ અને દવિંદર બંબીહા ગેંગ પણ જોડાયેલ છે. એક પોસ્ટમાં ગેંગસ્ટર કુશલ ચૌધરીએ સિંગર મનકીરત ઔલખ અને ગેંગસ્ટર લોરેન્સના ફોટો પર ક્રોસ પણ કર્યું છે.

આ પણ વાંચો - મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

નીરજ બવાના તિહાડ જેલમાં બંધ છે

પોસ્ટમાં નીરજ બવાનાને ટેગ કરવામાં આવ્યો છે. બવાના પર હત્યા અને ધાક ઘમકીના અનેક કેસ ચાલી રહ્યા છે અને તે હાલ તિહાડ જેલમાં બંધ છે. આ પોસ્ટ કોણે લખી છે તે જાણી શકાયું નથી અને નીરજ બવાના સાથે જોડવામાં આવી રહી છે. બવાનાના સહયોગી કથિતરૂપે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સુધી ફેલાયેલ છે. આ ફેસબુક પોસ્ટ નીરજ બવાના ગેંગના સભ્ય ભૂપ્પી રાણાના નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. આ ફેસબુક પોસ્ટમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગી ગોલ્ડી બ્રારની ટીકા કરવામાં આવી છે.

બિશ્નોઈ ગેંગનો ખોટો આરોપ

ઉલ્લેખનીય છે કે, લોરેન્સ બિશ્નોઈ ગૃપના નામના અસત્યાપિત એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અકાલી દળના નેતા વિક્રમજીત સિંહ (વિક્કી મિડ્ડૂખેડા)ની હત્યાનો બદલો હતો. મિડ્ડૂખેડાની ગત વર્ષે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાની જવાબદારી બંબીહા ગ્રુપે લીધી હતી. આ અંગે ભૂપ્પી રાણાના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બિશ્નોઈ ગિરોહે મુસેવાલા પર ખોટો આરોપ મુક્યો છે કે, મુસેવાલાએ મિડ્ડૂખેડા અને પંજાબના વિદ્યાર્થી નેતા ગુરલાલ બારાની હત્યાઓમાં મદદ કરી હતી.

આ પણ વાંચો - સિદ્ધૂ મુસેવાલાના મિત્રએ કર્યો નવો ખુલાસો, હુમલા સમયે થાર જીપમાં સાથે જ હતો

આ હત્યાઓમાં સિદ્ધુ મુસેવાલાઓ કોઈ ભૂમિકા ભજવી નથી. સિદ્ધુ મુસેવાલાની હત્યામાં મદદ કરનાર તમામ વ્યક્તિઓનો હિસાબ કરવામાં આવશે. તેમની મૃત્યુનો બદલો લેવામાં આવશે. અમે તેમના પરિવાર અને મિત્રોનું સમર્થન પણ કરીશું.
First published:

Tags: Sidhu Moose Wala, પંજાબ

આગામી સમાચાર