Home /News /national-international /

રાજસ્થાનમાં રચાયું હતું મુસેવાલાની હત્યાનું કાવતરું, વાંચો ઇનસાઇડ સ્ટોરી

રાજસ્થાનમાં રચાયું હતું મુસેવાલાની હત્યાનું કાવતરું, વાંચો ઇનસાઇડ સ્ટોરી

પ્રત્યક્ષદર્શીઓએ ન્યૂઝ18ની ટીમને જણાવ્યું હતું કે હુમલાખોરોએ મુસેવાલાના થારના બોનેટ પર ગોળીબાર કર્યો હતો

Sidhu Moose Wala Murder Case - સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં પંજાબ પોલીસને મહત્વના પુરાવાઓ હાથ લાગી રહ્યા છે

ચંદીગઢ : પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala Murder Case)ની અચાનક ગોળી મારીને હત્યા કરાતા સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. સિદ્ધૂના ફેન્સ ન્યાયની માંગણી (Justice For siddhu) કરી રહ્યા છે. સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)હત્યાકાંડમાં પંજાબ પોલીસને મહત્વના પુરાવાઓ હાથ લાગી રહ્યા છે. તપાસમાં ખુલાસો થયો કે મુસેવાલાની હત્યાનું કાવતરું રાજસ્થાનના સીકરમાં ઘડાયું હતું. જે બાદ મુસેવાલાના ઘરની સાત દિવસ સુધી રેકી કરવામાં આવી હતી. હત્યાને અંજામ આપવા માટે પંજાબના તલવંડી સાબો અને રાજસ્થાનના સિકરની ગાડીઓ ઉપયોગમાં લેવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોને હત્યાના સાત દિવસ પહેલા કોઇએ હથિયાર પહોંચાડવામાં આવ્યા હતા. બોલેરોનો પ્રબંધ બિશ્નોઇ ગેંગના ગુર્ગે રાજસ્થાનમાં કર્યો હતો, જ્યારે કોરોલા કારની વ્યવસ્થા ધરપકડ કરવામાં આવેલ મનપ્રીત સિંહ ભાઉએ કરી હતી. જવાહરકે ગામમાં જ્યાં હત્યા થઈ હતી, પ્રત્યક્ષદર્શીઓએ ન્યૂઝ18ની ટીમને જણાવ્યું હતું કે હુમલાખોરોએ મુસેવાલાના થારના બોનેટ પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરો વપરાયેલ બંને વાહનોને છોડીને અલગ-અલગ માર્ગે ભાગી ગયા હતા.

આ પણ વાંચો - મુસેવાલા અમારો ભાઈ હતો, 2 દિવસમાં આપીશું રિઝલ્ટ, નીરજ બવાના ગેંગે આપી ધમકી

SITમાં તપાસનો ધમધમાટ

બીજી તરફ પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વી.કે. ભાવરાએ DGP એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) ​​પ્રમોદ બાનની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને મજબૂત અને પુનઃગઠિત કરી છે. હવે છ સભ્યોની એસ.આઈ.ટી. નવા અધ્યક્ષ પોલીસ મહાનિરીક્ષક (IGP) પીએપી જસકરણ સિંહ હશે અને બે નવા સભ્યોમાં AIG એજીટીએફ ગુરમીત સિંહ ચૌહાણ અને SSP માનસા ગૌરવ તુરાનો સમાવેશ થાય છે. જ્યારે એસપી ઈન્વેસ્ટિગેશન મનસા ધરમવીર સિંહ, ડીએસપી ઈન્વેસ્ટિગેશન ભટિંડા વિશ્વજીત સિંહ અને ઈન્ચાર્જ સીઆઈએ મનસા પૃથ્વીપાલ સિંહ વર્તમાન ત્રણ સભ્યો છે.

દરરોજ તપાસ કરશે SIT

તેમના નવા આદેશોમાં ડીજીપીએ કહ્યું કે, SIT દરરોજના ધોરણે તપાસ કરશે અને ગુનેગારોની ધરપકડ કરશે. તપાસ પૂર્ણ થયા પછી સીઆરપીસીની કલમ 173 હેઠળનો પોલીસ રિપોર્ટ અધિકારક્ષેત્રની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, SIT જો જરૂરી હોય તો કોઈપણ અન્ય પોલીસ અધિકારીની પસંદગી કરી શકે છે અને DGPની મંજૂરીથી કોઈપણ નિષ્ણાંત અને અધિકારીની મદદ લઈ શકે છે.
First published:

Tags: Sidhu Moose Wala, પંજાબ

આગામી સમાચાર