Home /News /national-international /Sidhu Moose wala: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સામેલ સંતોષ જાધવ આવી રીતે કચ્છના માંડવીથી પકડાયો?

Sidhu Moose wala: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં સામેલ સંતોષ જાધવ આવી રીતે કચ્છના માંડવીથી પકડાયો?

થોડા દિવસો પહેલા ગુજરાતથી સંતોષ જાધવની (Santosh Jadhav)ધરપકડ કરવામાં આવી હતી

sidhu moose wala murder case - એક વર્ષથી કચ્છના માંડવી વિસ્તારમાં સંતાઇને રહેતા સંતોષ જાધવના સંપર્કો અંગે કચ્છ પોલીસ તપાસ કરશે

નવી દિલ્હી : પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના (sidhu moose wala murder case) આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala) સામેલ સંતોષ જાધવની (Santosh Jadhav)કચ્છ પોલીસની મદદથી કચ્છના માંડવીના નાગોર ગામેથી ધરપકડ કરી છે. પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ધરપકડ કરી હતી. તેને આશ્રય આપનાર સાગરિત નાગનાથ સૂર્યવંશીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. સંતોષ જાધવ 2021માં પૂણેના મંચર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરી હત્યાના કેસમાં વોન્ટેડ હતો.

પૂણે પોલીસે સિદ્દેશ કામલે નામના આરોપીને પકડ્યો હતો અને તેની પાસેથી એવી બાતમી મળી હતી કે કચ્છના માંડવીમાં નવનાથ સૂર્યવંશી ઉર્ફે મિઠુન અને સંતોષ જાધવ છુપાયેલા છે. પૂણે પોલીસની ટીમે કચ્છ પોલીસની મદદ માંગી હતી અને એક ટીમ કચ્છ આવી હતી. પૂણે અને કચ્છ પોલીસે પ્રથમ નવનાથ સૂર્યવંશીને પકડ્યો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા મોબાઇલ નંબર મળ્યા હતા. મોબાઇલ નંબરની તપાસ કરીને ગેંગસ્ટર સંતોષ જાધવને માંડવીના નાગોરમાંથી ઝડપી લીધો હતો. એક વર્ષથી કચ્છના માંડવી વિસ્તારમાં સંતાઇને રહેતા સંતોષ જાધવના સંપર્કો અંગે કચ્છ પોલીસ તપાસ કરશે.

આ પણ વાંચો - સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

પોલીસે સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યો હતો. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ઓળખ થઇ ચૂકી છે. આ મામલામાં સૌરભ મહાકાલની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસમાં લાગેલી છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછ પછી આ હત્યાકાંડ સંબંધિત મહત્વની સાબિતી હાથ લાગી શકે છે

સત્તાવાર નિવેદન પ્રમાણે લોરેન્સ બિશ્નોઇના સભ્ય જાધવની 2021માં પૂણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં એક હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે નાગનાથ સૂર્યવંશીનું નામ મુસેવાલા હત્યાકાંડમાં સામે આવ્યું છે.

હત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી રેકી

સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી. હરિયાણાના યુવક સંદીપ ઉર્ફે કેકડાએ (Sandeep Akka Kekda)તેની રેકી કરી હતી. કેકડા સિદ્ધુ મુસેવાલાના ઘરે પ્રશંસક બનીને ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા સંદીપ ઉર્ફે કેકડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સેલ્ફી લેવાના બહાને તેના મિત્રો નિક્કુ અને કેશવ સાથે સિદ્ધુ મૂસેવાલાના ઘરે ગયો હતો. ત્યાં તેણે થાર કારનો ફોટો પણ લીધો હતો અને કેશવ અને નિકકુને મોટરસાઇકલ પર બેસાડી પાછા લઇ ગયો હતો. ત્યારબાદ બંને કારમાં સવાર થયા હતા. જ્યારે કેકડો મોટરસાયકલ લઈને ચાલ્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સંદીપ ઉર્ફે કેકડા એક ડ્રગ એડિક્ટ છે. તેની સામે એનડીપીસીના કેસ પણ નોંધાયેલા છે
First published:

Tags: Murder case, Sidhu moosewala, ગુજરાત

विज्ञापन