Home /News /national-international /સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડને લઈને આવ્યા મોટા સમાચાર, કેલિફોર્નિયામાંથી પકડાયો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડ

સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડને લઈને આવ્યા મોટા સમાચાર, કેલિફોર્નિયામાંથી પકડાયો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડ

ગોલ્ડી બ્રાર (gangster goldy brar)મુસેવાલા હત્યા કેસનો માસ્ટર માઇન્ડ છે

ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનું માનીએ તો, ગોલ્ડી બરાડને કેલિફોર્નિયામાંથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સોર્સથી ભારતની ગુપ્તચર એજન્સીને એક મોટા ઈનપુટ મળ્યા છે કે, સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ કુખ્યાત અને ઈન્ટરનેશનલ ગેંગસ્ટર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયામાં 20 નવેમ્બર અથવા તેની પહેલા ડિટેન કરી લેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી; પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનું માનીએ તો, ગોલ્ડી બરાડને કેલિફોર્નિયામાંથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સોર્સથી ભારતની ગુપ્તચર એજન્સીને એક મોટા ઈનપુટ મળ્યા છે કે, સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ કુખ્યાત અને ઈન્ટરનેશનલ ગેંગસ્ટર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયામાં 20 નવેમ્બર અથવા તેની પહેલા ડિટેન કરી લેવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુઘીમાં કેલિફોર્નિયા તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન ભારત સરકારને મળ્યું નથી.

    ગુપ્તચર વિભાગ રો, આઈબી, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને પંજાબ ઈંટેલિજેંસને આ રીતના ઈનપુટ્સ જરુર મળ્યા છે કે, કેલિફોર્નિયામાં ગોલ્ડી બરાડને લઈને મોટી હલચલ થઈ છે અને તેને ત્યાં લોકેટ કરીને પકડી પાડ્યો છે. આપને જણાવી દઈએ કે, ન્યૂઝ 18એ સૌથી પહેલા આ વાતનો ખુલાસો કર્યો હતો કે, ગોલ્ડી બરાડે કેનેડામાં પોતાનું નવું ઠેકાણુ કેલિફોર્નિયામાં બનાવ્યું છે અને તે દરમિયાન તેણે કેલિફોર્નિયાના શહેર સૈક્રામેન્ટો, FRIZOW અને Salt lakeને પોતાનું સેફ હાઉસ બનાવ્યું હતું. ગોલ્ડી બરાડ કેલિફોર્નિયાના FRESNO સિટીમાં લાંબા સમયથી રહેતો હતો.

    આ પણ વાંચો: Sidhu Moose Wala: સિદ્ધુ મુસેવાલા કેસમાં નવો ખુલાસો, હત્યામાં બહેનની સંડોવણી હોવાની આશંકા, NIAએ પૂછપરછ કરી

    સૂત્રોનું માનીએ તો, છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં વ્યવસાયે ટ્રક ડ્રાઈવર ગોલ્ડી બરાડને ત્યાં જબરદસ્ત ખતરો અનુભવાઈ રહ્યો હત. તેની પાછળ એક કારણ એ પણ હતું કે, કેનેડામાં મૂસેવાલાને અઢળક ફેન્સ રહે છે અને બમબીહા ગેંગના તમામ મોટા ગેંગસ્ટર અને લોરેન્સ બિશ્નોઈ સહિત ગોલ્ડી બરાડ ગેંગના ઢગલાબંધ દુશ્મનો ત્યાં રહે છે.


    ગુપ્તચર સુત્રોનું માનીએ તો, ગેંગસ્ટર ગોલ્ડી બરાડે કેલિફોર્નિયામાં SACRAMENTO સિટીમાં કાનૂની મદદ દ્વારા રાજકીય શરણની અપીલ લગાવાની કોશિશ કરી છે, જેથી તે પકડાઈ જાય તો, ભારત ન આવી શકે. તેના માટે ગોલ્ડી બરાડે કાયદાના જાણકારોની મદદ લઈ રહ્યો છે. જેમાં એક વકીલે ગોલ્ડીનું ક્રાઈમ બેકગ્રાઉન્ડ જાણીને તેનો કેસ લડવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ તેણે અન્ય એક વકીલની મદદ લીધી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Siddhu moosewala

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन