Home /News /national-international /સિદ્ધૂ મુસેવાલા સાથે સેલ્ફી લેવા ગયો હતો કેકડા, હત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી રેકી

સિદ્ધૂ મુસેવાલા સાથે સેલ્ફી લેવા ગયો હતો કેકડા, હત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી રેકી

સિદ્ધૂ મુસેવાલા મર્ડર કેસ,

Sidhu Moosewala Murder Case - કેકડા સિદ્ધુ મુસેવાલાના ઘરે પ્રશંસક બનીને ગયો હતો ત્યાં તેણે થાર કારનો ફોટો પણ લીધો હતો

    ચંદીગઢ : સિદ્ધુ મુસેવાલાની હત્યા (Sidhu Moosewala Murder Case) પહેલા તેની રેકી કરવામાં આવી હતી. હરિયાણાના યુવક સંદીપ ઉર્ફે કેકડાએ (Sandeep Akka Kekda)તેની રેકી કરી હતી. કેકડા સિદ્ધુ મુસેવાલાના (Sidhu Moosewala)ઘરે પ્રશંસક બનીને ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા સંદીપ ઉર્ફે કેકડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સેલ્ફી લેવાના બહાને તેના મિત્રો નિક્કુ અને કેશવ સાથે સિદ્ધુ મૂસેવાલાના ઘરે ગયો હતો. ત્યાં તેણે થાર કારનો ફોટો પણ લીધો હતો અને કેશવ અને નિકકુને મોટરસાઇકલ પર બેસાડી પાછા લઇ ગયો હતો. ત્યારબાદ બંને કારમાં સવાર થયા હતા. જ્યારે કેકડો મોટરસાયકલ લઈને ચાલ્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સંદીપ ઉર્ફે કેકડા એક ડ્રગ એડિક્ટ છે. તેની સામે એનડીપીસીના કેસ પણ નોંધાયેલા છે.

    સંદીપ ઉર્ફે કેકડાના પાડોશીઓનું કહેવું છે કે, તેના પરિવારમાં બે ભાઈ અને બે બહેનો છે. તે ગરીબ પરિવારનો છે અને તે નશો કરે છે. અમને જાણવા મળ્યું છે કે તેને પોલીસ પકડી ગઇ છે. નશો કરતો હતો પણ લાગતું ન હતું કે તે આવું કોઇ કામ કરી શકે છે. બાકી આજકાલ કોના મનમાં શું ચાલે છે તે કહી ન શકાય.

    આ પણ વાંચો - સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

    પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, કલાંવાલીના કેકડાનો એક સંબંધી મુસા ગામમાં રહે છે. તે અવારનવાર ત્યાં આવતો રહે છે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર ગેંગસ્ટર્સે તેને પોતાની સાથે રાખ્યો હતો. મુસા ગામના લોકોની સિદ્ધુ મુસેવાલા સાથે સારી ઓળખાણ હતી. જેનો ફાયદો ઉઠાવી કેકડાના મિત્રોને લઇને મુસેવાલાની ઘરે ગયા હતા. મુસેવાલાને પણ તેના પર શંકા થઇ ન હતી.
    " isDesktop="true" id="1216072" >

    હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ફરી એકવાર પંજાબની મોગા પોલીસ આવી હતી. પોલીસે મુસ્સાવાલી ગામમાંથી દેવેન્દ્ર ઉર્ફે કાલા નામના યુવકની ધરપકડ કરી છે. દેવેન્દ્ર સામે ફતેહાબાદ સદર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના છ કેસ નોંધાયેલા છે. દેવેન્દ્ર પર પંજાબમાં પણ 2 કિલો અફીણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફતેહાબાદના ગામ મુસાવાલીના રહેવાસી દેવેન્દ્ર સિંહનો 16 અને 17 મેના રોજ પંજાબના બે વ્યક્તિઓ કેશવ અને ચરણજીત સિંહે સંપર્ક કર્યો હતો. દેવેન્દ્રર પર આરોપ છે કે તેણે હત્યારાઓને આશરો આપ્યો હતો.
    First published:

    Tags: Sidhu Moose Wala, પંજાબ