Home /News /national-international /ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જાહેર કર્યો વીડિયો, સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા પાછળનું અસલી કારણ જણાવ્યું
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે જાહેર કર્યો વીડિયો, સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવા પાછળનું અસલી કારણ જણાવ્યું
ગોલ્ડી બ્રાર (gangster goldy brar)મુસેવાલા હત્યા કેસનો માસ્ટર માઇન્ડ છે
Sidhu Moosewala Murder Case : ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે કહ્યું- તમે બધા ઘણા સમયથી સમાચારોમાં મારું નામ સાંભળતા હશો. મુસેવાલા કેસમાં મારું નામ લેવાયું છે. મને તેનો કોઈ અફસોસ નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે મેં આ કામ કરાવ્યું છે
કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે એક વીડિયો (gangster goldy brar video)જાહેર કર્યો છે, જેમાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાને (sidhu Moosewala Murder Case)લઈને કેટલીક વાતો જણાવી છે. ગોલ્ડી બ્રાર (gangster goldy brar)મુસેવાલા હત્યા કેસનો માસ્ટર માઇન્ડ છે. વીડિયોમાં બ્રારે માસ્ક પહેરેલું છે, તેનો ચહેરો દેખાતો નથી. પરંતુ પંજાબ અને દિલ્હી પોલીસે તેના અવાજની પુષ્ટિ કરી છે. જોકે, ન્યૂઝ 18 આ વીડિયોની પુષ્ટી કરતું નથી. વીડિયોમાં તે કહી રહ્યો છે, 'મારું નામ ગોલ્ડી બ્રાર છે. હું મુક્તસર સાહિબનો રહેવાસી છું. તમે બધા મને જાણો છો. તમે બધા ઘણા સમયથી સમાચારોમાં મારું નામ સાંભળતા હશો. મુસેવાલા (sidhu Moosewala)કેસમાં મારું નામ લેવાયું છે. મને તેનો કોઈ અફસોસ નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે મેં આ કામ કરાવ્યું છે.
તે આગળ કહે છે, 'બધું સમય સાથે થાય છે. સિદ્ધુ દોષિત હતો. તે અમારા 2 ભાઈઓની હત્યામાં સામેલ હતો. મુસેવાલાએ તેના ગીતોમાં તેની જે છબી હતી, તેને સાચી સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવી ભૂલો કરી હતી જે ભૂલવા જેવી ન હતી. તેને સજા તો મળવાની જ હતી. કાયદો આ લોકો માટે છે જ નહીં. તે મોટા મંત્રીઓ, તેમના પુત્રોનો મિત્ર હતો. આવા લોકોનું કોઈ કંઈ કરી શકે નહીં. તેમના માટે બધું જ ચાલે એમ હોય છે. આ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમને જે યોગ્ય લાગ્યું તે અમે કર્યું. અમે ન્યાય કર્યો છે. ભગવાન બધું જ જાણે છે, બધાના મનમાં શું છે તે જાણે છે. અમને જે પણ સજા મળે તે સ્વીકાર્ય છે. અમને બીજા કોઈ પર વિશ્વાસ નથી. અમારે જે કરવાનું હતું તે અમે કર્યું છે.
ગોલ્ડી - ‘લોકોને ખબર નથી કે મુસેવાલાએ કેટલા ઘર બરબાદ કર્યા’
ગોલ્ડી બ્રાર પોતાના વીડિયો મેસેજમાં કહી રહ્યો છે કે, 'અમે વીડિયો બનાવી રહ્યા છીએ તેની પાછળ અમારો હેતુ છે. અમને ખરાબ જ રહેવા દો. અમારે સારા બનવું પણ નથી. સારા માણસોને કોઈ પૂછતું નથી. લોકો સિદ્ધુ મુસેવાલાને તે જીવતો હતો ત્યારે જ ગાળો આપતા હતા. કોઈને તે ગમતો ન હતો. લોકો કેહતા હતા કે તે પંજાબીઓની ઈમેજ બગાડે છે. તેના મૃત્યુ પછી તેની છબી બદલાઈ ગઈ. લોકોને એ ખબર નથી કે મુસેવાલાએ કેટલા ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલા ઘરોના ચિરાગને મારી નાખ્યા હતાં? મેરા ક્યાં કર લિયા...મેરા ક્યા પટ લિયા...તે ગીતોમાં પણ આવી વાતો કરતો હતો. તેને મારા નિર્દોષ ભાઈની હત્યા કરી હતી.
સિદ્ધુએ પોતાનો જીવ બચાવવા માટે મને 2 કરોડની ઓફર કરી હતી. ગેંગસ્ટરે આગળ કહ્યું, 'સિદ્ધાંતોનો કોઈ અર્થ નથી. સિદ્ધુ SYL ગીતો ગાતો હતો. બળવાખોરો માટેના ગીતો ગાતો હતો, એમ થોડી ચાલે. જ્યારે દીપ સિદ્ધુના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે પણ મુસેવાલા દારૂ પીતો હતો. ડાન્સ કરી રહ્યો હતો. આવા સમયે પણ તેણે અખાડો જમાવ્યો હતો. ત્યારે લોકો વિરોધ કરતા હતા પણ હવે લોકો બધું ભૂલી ગયા છે.
વિકી મિદુખેડાના મૃત્યુ બાદ સિદ્ધુ મુસેવાલાએ મને 2 કરોડની ઓફર કરી હતી અને કહ્યું કે ગુરુદ્વારામાં જઈને શપથ લે કે તું મને નુકસાન નહીં પહોંચાડે. પણ મેં મારા ભાઈના લોહીનો બદલો લીધો. તે જાણતો હતો કે તે તેને મારી નાખવામાં આવશે. તે ઘણા લોકો પાસે ગયો, પણ કોઈ તેને બચાવા રાજી ન થયું. તમે મુસેવાલાને શહીદ કહો છો. પહેલા શહીદનો અર્થ સમજો. અમને તો ખરાબ જ રહેવા દો.
ગોલ્ડી બ્રાર વીડિયોમાં કહે છે, 'વિકી મિદુખેડાના હત્યારાઓ સિદ્ધુ મુસેવાલાની બુલેટપ્રૂફ ગાડીઓમાં ફરતા હતા. પોલીસ આગળ પાછળ ફરતી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના દુશ્મન સિદ્ધુ સાથે ફરતા હતા. જ્યારે વિકી મિદુખેડાની હત્યામાં સિદ્ધુ મુસેવાલાનું નામ સામે આવ્યું ત્યારે તેણે એક ટેટૂ કરાવ્યું હતું. તેણે વિક્કીના શૂટર્સને આશ્રય આપ્યો હતો. લોકોના ઘરે ચિઠ્ઠીઓ જઇ રહી છે કે અમે ખંડણી માંગીએ છીએ, તે સત્ય નથી. અમે સામાન્ય લોકો પાસેથી ખંડણી માગતા નથી, અમે એવા લોકો પાસેથી જ ખંડણી માગીએ છીએ જેમની પાસે કરોડો રૂપિયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર