Home /News /national-international /

EXCLUSIVE: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મળ્યા મહત્વના પુરાવા, CCTVમાં જોવા મળ્યા 7 ચહેરા

EXCLUSIVE: સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પોલીસને મળ્યા મહત્વના પુરાવા, CCTVમાં જોવા મળ્યા 7 ચહેરા

. પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યો છે, જેમાં સાત શંકાસ્પદ લોકો ઢાબામાં બેસીને જમતા જોવા મળે છે (Photo: News18)

sidhu moosewala murder - સીસીટીવીમાં સાત લોકો ઢાબાની અંદર ટેબલ ખુરશી પર બેસીને જમતા જોવા મળે છે. પોલીસે આ પૈકી બે યુવકોની ઓળખ કરી લીધી છે

ચંદીગઢ : પ્રખ્યાત પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર (Sidhu Moose Wala Funeral)મંગળવારે તેમના મુળ ગામ મુસામાં કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. મુસેવાલાના )Sidhu Moose Wala)મોતને લઈને ગરમાગરમ રાજકારણ વચ્ચે પંજાબ પોલીસ હત્યારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના હાથમાં અનેક મહત્વના પુરાવાઓ લાગ્યા છે. પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યો છે, જેમાં સાત શંકાસ્પદ લોકો ઢાબામાં બેસીને જમતા જોવા મળે છે. પોલીસે તેમાંથી કેટલાકની ઓળખ કરી છે. પોલીસ તપાસમાં ઘણા નામ સામે આવ્યા છે, જે સિદ્ધુની હત્યા સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.

ઢાબા પર જમતા દેખાયા સંદીગ્ધો

પંજાબ પોલીસને મળેલા CCTV ફૂટેજ મનસુખ ઢાબાના છે, જે માનસા જિલ્લાના ભીખી રોડ પર આવેલો છે. આ લોકો સિદ્ધુ પર હુમલાના થોડા કલાકો પહેલા 29 મેના રોજ સવારે ઢાબા પર ગયા હતા. સીસીટીવીમાં સાત લોકો ઢાબાની અંદર ટેબલ ખુરશી પર બેસીને જમતા જોવા મળે છે. પોલીસે આ પૈકી બે યુવકોની ઓળખ કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના નામ મનપ્રીત સિંહ મન્નુ રહેવાસી કુસા અને જગરૂપ સિંહ રૂપા રહેવાસી જૌરા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કુસા અને જૌરા પંજાબના જ બે ગામો છે. પોલીસ હવે તેમની ધરપકડમાં લાગી ગઈ છે. બાકીના લોકોની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યા કેટલાક નામ

આ સિવાય પોલીસની અત્યાર સુધીની તપાસમાં ઘણા નામ સામે આવ્યા છે, જે સિદ્ધુ મુસેવાલાની હત્યા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોવાની આશંકા છે. ટોચના ઇન્ટેલિજન્સ સૂત્રોએ ન્યૂઝ18ને જણાવ્યું કે પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોમાં હિસારના રહેવાસી ભોલા, નારનોદના રહેવાસી સતેન્દર કાલા, સોનુ કાજલ અને બિટ્ટુ ઉપરાંત અજય ગિલ, અમિત કાજલા, ગોલ્ડી બ્રાર, લોરેન્સ બિશ્નોઈ અને એક પંજાબી ગાયકના મેનેજર સચિન અને જગ્ગુ ભગવાનપુરિયાનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના પંજાબ અને હરિયાણાના છે.

આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલાના જૂનમાં થવાના હતા લગ્ન, તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી

ગોલ્ડી બાર પોલીસના નિશાને

જોકે ગોલ્ડી બાર મુક્તસરનો છે, પરંતુ આ દિવસોમાં તે કેનેડામાં છુપાયો હોવાની આશંકા છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડીએ જ ફેસબુક પોસ્ટમાં હત્યાની જવાબદારી લીધી હતી. તેણે કહ્યું હતું કે તેણે અને લોરેન્સ બિશ્નોઈએ આ હત્યા વિકી મદ્દુખેડા અને ગુરલાલ બારના મોતનો બદલો લેવા માટે કરી છે. ગોલ્ડીના પિતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર હતા, પરંતુ બાર પર હત્યાનો આરોપ મૂકાયા બાદ તેમને નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી.

તિહાડમાં ગેંગસ્ટરોની કરાઈ પૂછપરછ

પોલીસે સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, કાલા જાથેડી અને કાલા રાણાની પૂછપરછ કરી છે. પંજાબના પોલીસ વડા વીકે ભવરાએ રવિવારે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ સિદ્ધુની હત્યા લોરેન્સ બિશ્નોઈ અને લકી પટિયાલા ગેંગ વચ્ચેની લડાઈનું પરિણામ હોવાનું જણાય છે. પોલીસનું માનવું છે કે લોરેન્સ બિશ્નોઈ વર્ષોથી જેલની અંદરથી પોતાનું રેકેટ ચલાવી રહ્યો હતો. પહેલા તેને રાજસ્થાનની જેલમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને દિલ્હી ખસેડવામાં આવ્યો હતો. માત્ર પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં જ તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટના અનેક કેસ નોંધાયેલા છે.

બિશ્નોઈને છે એન્કાઉન્ટરની આશંકા

લોરેન્સ બિશ્નોઈએ દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે પંજાબ પોલીસ તેનું નકલી એન્કાઉન્ટર કરી શકે છે. તેણે તેની અરજી પર વહેલી સુનાવણીની વિનંતી કરી હતી. પરંતુ કોર્ટે વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી પોલીસે ગત મહિને શાહરૂખ નામના ગેંગસ્ટરને પકડ્યો હતો. જેણે કથિત રીતે કબૂલાત કરી હતી કે તે સિદ્ધુ મૂસેવાલાને મારવાની યોજના બનાવી રહ્યો હતો. 28 વર્ષના શાહરૂખ પર 2 લાખનું ઈનામ હતું. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા અનેક કેસ નોંધાયેલા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Murder case, Sidhu Moose Wala, પંજાબ

આગામી સમાચાર