Home /News /national-international /Sidhu Moose Wala Murder : મુસેવાલાની હત્યા કેસના શકમંદ બોલેરો કારમાં દેખાયા, નવા CCTV ફૂટેજ આવ્યા સામે

Sidhu Moose Wala Murder : મુસેવાલાની હત્યા કેસના શકમંદ બોલેરો કારમાં દેખાયા, નવા CCTV ફૂટેજ આવ્યા સામે

પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસમાં (sidhu moosewala Murder case) દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે

Sidhu Moose Wala Murder Case Update - પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા સાથે સંબંધિત એક વીડિયો હરિયાણાના ફતેહાબાદથી સામે આવ્યો છે

ચંદીગઢ : પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા હત્યા કેસમાં (sidhu moosewala Murder case) દરરોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ (Punjab Police) પણ તમામ આરોપીઓને ઝડપવા માટે તાબડતોડ તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (sidhu moosewala)હત્યા સાથે સંબંધિત એક વીડિયો (CCTV Footage Viral) હરિયાણાના ફતેહાબાદથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ સીસીટીવી ફૂટેજ ત્યાંના પેટ્રોલ પંપનો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના બે શકમંદો કથિત રીતે બોલેરો કારમાં હતા. હત્યા માટે હુમલાખોરોએ આ જ વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. આ ફૂટેજ ફતેહાબાદના બિસલા ગામમાં સ્થિત પેટ્રોલ પંપમાંથી મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે, જ્યાં શકમંદોએ વાહનમાં પેટ્રોલ ભરાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે બોલેરો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે રોકાઈ છે. કારમાંથી નીચે ઉતરેલા બે યુવકો સોનેપતના કુખ્યાત બદમાશ પર્વત ફૌજી અને જેન્તી ગેંગસ્ટર હોવાનું કહેવાય છે. પોલીસ તેમની શોધમાં છે. આ કેસમાં અગાઉ પંજાબ પોલીસે શંકાના આધારે ફતેહાબાદના ભીરદાના રહેવાસી પવન અને અન્ય નસીબની ધરપકડ કરી છે. પવન કમ્બાઈનનો બિઝનેસ કરે છે. નસીબની પંચરની દુકાન છે.

આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલા વર્લ્ડ ક્લાસ હથિયારનો હતો શોખીન, પોતાની પાસે રાખતો હતો અમેરિકન પિસ્તોલ

સોશિયલ મીડિયા પર વાયરલ અન્ય ફૂટેજ

આ દરમિયાન સોશિયલ મીડિયા પર અન્ય એક સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઇ રહ્યા છે, જેમાં હુમલાખોરોને સિંગરની હત્યા કર્યા બાદ બોલેરો અને અલ્ટો કારમાં ભાગતા જોઇ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફૂટેજ માનસા જીલ્લાના બપ્પિયાના ગામમાંથી સામે આવ્યા છે. મુસેવાલાની હત્યા કર્યા બાદ હુમલાખોરો અલ્ટો કારમાં સવાર થઇને નાસી છૂટ્યા હતા. બાદમાં કાર મોગામાં લાવારિસ હાલતમાં મળી હતી.

સૂત્રોએ જણાવ્યા અનુસાર પંજાબ પોલીસે ફતેહાબાદ જીલ્લામાંથી બે લોકોને કસ્ટડીમાં લીધા છે. આ બંને શખ્સોની આ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. હત્યાની તપાસ માટે રચવામાં આવેલ વિશેષ તપાસ સમિતિના વરીષ્ઠ અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, તેમને આ કેસ અંગે મહત્વના પુરાવાઓ મળ્યા છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે. આ પહેલા પંજાબ પોલીસે મનપ્રીત સિંહની હુમલાખોરોને સામાન પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરી હતી.
First published:

Tags: Sidhu Moose Wala, પંજાબ