Home /News /national-international /

sidhu moose wala Murder case: આ 8 શખ્સોની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા, કરાઈ રહી છે આકરી પૂછપરછ

sidhu moose wala Murder case: આ 8 શખ્સોની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા, કરાઈ રહી છે આકરી પૂછપરછ

સિદ્ધુ મૂસેવાલા

Sidhu Moose Wala Murder Case: આ હત્યા કેસ (sidhu moose wala murder case)માં પોલીસે અનેક દિશાઓમાં તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવણી બદલ 8 શખ્સોની ઓળખ કરવામાં આવી છે.

    પંજાબના ખ્યાતનામ ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલા (Sidhu moose wala)ની હત્યાથી સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ હતી. ગત 29 મેના રોજ માનસા જિલ્લામાં તેની કરપીણ હત્યા થઈ હતી. આ હત્યા કેસ (sidhu moose wala murder case)માં પોલીસે અનેક દિશાઓમાં તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવણી બદલ 8 શખ્સોની ઓળખ કરવામાં આવી છે. આ આઠેય શખ્સો પર પોલીસને દ્રઢ શંકા છે.

    શંકાસ્પદ પૈકીના મનપ્રીત ભાઉની પંજાબ પોલીસે દેહરાદૂનથી ધરપકડ કરી છે. તે પંજાબના મોગાનો રહેવાસી છે. તેના પર શૂટર્સને કાર આપવાનો આરોપ છે. જ્યારે અન્ય આરોપી ગેંગસ્ટર મનપ્રીત મન્ના ફિરોઝપુર જેલમાં બંધ છે. પંજાબ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

    મુસેવાલા હત્યા કેસમાં વપરાયેલી કાર મનપ્રીત મન્નાની
    મુસેવાલા હત્યાકાંડમાં સામેલ શૂટરો પાસે જોવા મળેલી કોરોલા કાર મનપ્રીત મન્નાની હોવાની સામે આવ્યું છે. તે અમૃતસરના ખુર્સી ગામનો રહેવાસી છે. જ્યારે ત્રીજો આરોપી અમૃતસરના જોડા ગામની રહેવાસી રૂપા છે. મુસેવાલા હત્યા કેસનો ચોથો આરોપી હરિયાણાના સોનીપત જિલ્લાનો રહેવાસી પ્રિયવ્રત ફૌજી છે. પાંચમો આરોપી અંકિત જાટી છે, જે હરિયાણાના સોનીપત જિલ્લાના સેરસા ગામનો રહેવાસી છે. આ કેસમાં દેવેન્દ્ર રાણા ઉર્ફે કાલાનું નામ પણ સામે આવ્યું છે. તેની ફતેહાબાદથી અટકાયત કરવામાં આવી છે.

    દેવેન્દ્ર રાણા ઉર્ફે કાલા પર શૂટરોને આશ્રય આપવાનો આરોપ
    મુસેવાલા હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને કેસ બાબતે કેટલીક મહત્વની જાણકારી મળી હતી. દેવેન્દ્ર રાણા ઉર્ફે કાલાએ 16 અને 17 મેના રોજ પંજાબના રહેવાસી કેશવ અને ચરણજીત સિંહ નામના બે શંકાસ્પદ (સંભવિત હત્યારાઓ) શખ્સોને તેના ઘરે આશ્રય આપ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

    પોલીસ પ્રિયવ્રત ફૌજી અને અંકિત જાટી શોધખોળ કરી રહી છે. સોનીપતના ગઢી સિસાનો રહેવાસી પ્રિયવ્રત ફૌજી કુખ્યાત શખ્સ છે. કુંડલીના જાટી રોડ પર આવેલા સેરસા ગામના અંકિતના ગુનાહિત રેકોર્ડની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. આ બંને મુસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ બોલેરોમાં પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવતા જોવા મળ્યા હતા.

    સિદ્ધુ મુસેવાલાની હત્યા ફૌજી અને અંકિતે કરાવી?
    હત્યાના ચાર દિવસ પહેલા માનસામાં બોલેરો જોવા મળી હતી. પ્રિયવ્રત ફૌજી અને અંકિતે મુસેવાલાની હત્યા કરી હતી કે હત્યારાઓને સામાન પૂરો પાડ્યો હતો? તેની તપાસ કરવામાં આવી રહી છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાની કડી રાજસ્થાન સાથે પણ જોડાઈ રહી છે. રાજસ્થાન પોલીસે 2 જૂને સંદીપ જાટ અને દિનેશ યાદવની ધરપકડ કરી હતી. બંને ગુરુગ્રામના પટૌડી વિસ્તારના રહેવાસી છે. મુસેવાલા હત્યાકાંડ મામલે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેમાં સીકરના ગેંગસ્ટર સુભાષ બરાલનું નામ પણ સામે આવી રહ્યું છે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર સરજ મિન્ટુની પૂછપરછ કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-Sidhu Moose Wala Murder : મુસેવાલાની હત્યા કેસના શકમંદ બોલેરો કારમાં દેખાયા, નવા CCTV ફૂટેજ આવ્યા સામે

    મુસેવાલા હત્યાની કડી દિલ્હીની તિહાર જેલમાં પણ જોડાયેલી
    મિન્ટુના કહેવાથી મનપ્રીત ભાઉએ શાર્પ શૂટર્સને કોરોલા કારની વ્યવસ્થા કરી આપી હોવાની ચર્ચા છે. દિલ્હી પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ પર લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું કે, આ તેની ગેંગનું કામ હોઈ શકે છે. જો કે તેને આ અંગેની માહિતી ટીવી પરથી મળી હતી. લોરેન્સની નજીકના ગેંગસ્ટર સંપત નેહરાની પૂછપરછ કરવામાં આવી હતી. પંજાબ પોલીસ તેને તિહાર જેલમાંથી લઈ આવી હતી.

    આ પણ વાંચોઃ-સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

    નેપાળ અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મુસેવાલાના હત્યારા શાર્પ શૂટર છુપાયા હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જેથી દિલ્હી પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે હરિયાણાના ફતેહાબાદથી પવન બિશ્નોઈ અને નસીબ ખાનની ધરપકડ કરી છે. તેઓ મુસેવાલાના હત્યારાઓને મળ્યા હોવાની આશંકા છે. મોગામાં તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.
    First published:

    Tags: Sidhu Moose Wala, Sidhu Moose Wala . Punjab Sarkar

    આગામી સમાચાર