Home /News /national-international /

Sidhu Moose wala: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં ગુજરાત કનેક્શન? પોલીસને મળી મોટી સફળતા

Sidhu Moose wala: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં ગુજરાત કનેક્શન? પોલીસને મળી મોટી સફળતા

સંતોષ જાધવની (Santosh Jadhav)પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ગુજરાતથી ધરપકડ કરી

sidhu moose wala murder case - સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ કેસમાં આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસમાં લાગેલી છે

    નવી દિલ્હી : પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના (sidhu moose wala murder case) આરોપીઓને પકડવામાં લાગેલી પોલીસને મોટી સફળતા મળી છે. સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala) સામેલ સંતોષ જાધવની (Santosh Jadhav)પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ગુજરાતથી ધરપકડ કરી છે. સંતોષ જાધવને તેના એક સાથી નવનાથ સૂર્યવંશી સાથે પકડવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આ હત્યાકાંડમાં સંતોષ જાધવ પણ સામેલ હતો.

    પોલીસે સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યો હતો. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ઓળખ થઇ ચૂકી છે. આ મામલામાં સૌરભ મહાકાલની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસમાં લાગેલી છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછ પછી આ હત્યાકાંડ સંબંધિત મહત્વની સાબિતી હાથ લાગી શકે છે.

    આ પણ વાંચો - સિદ્ધૂ મુસેવાલા સાથે સેલ્ફી લેવા ગયો હતો કેકડા, હત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી રેકી

    સત્તાવાર નિવેદન પ્રમાણે લોરેન્સ બિશ્નોઇના સભ્ય જાધવની 2021માં પૂણે જિલ્લાના મંચર પોલીસ સ્ટેશનમાં એક હત્યાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તે છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે નાગનાથ સૂર્યવંશીનું નામ મુસેવાલા હત્યાકાંડમાં સામે આવ્યું છે.

    પૂણે પોલીસે 2021 દરમિયાન થયેલા હત્યાકાંડ પછી જાધવને આશરો આપનાર આરોપી સિદ્ધેશ કાંબલે ઉર્ફે સૌરભ મહાકાલની થોડા દિવસ પહેલા ધરપકડ કરી હતી. મુસેવાલા હત્યાકાંડના સિલસિલામાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને પંજાબ પોલીસે તેની પૂછપરછ કરી હતી.

    આ પણ વાંચો - સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

    હત્યા પહેલા 45 મિનિટ સુધી કરી હતી રેકી

    સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી. હરિયાણાના યુવક સંદીપ ઉર્ફે કેકડાએ (Sandeep Akka Kekda)તેની રેકી કરી હતી. કેકડા સિદ્ધુ મુસેવાલાના ઘરે પ્રશંસક બનીને ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા સંદીપ ઉર્ફે કેકડાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે સેલ્ફી લેવાના બહાને તેના મિત્રો નિક્કુ અને કેશવ સાથે સિદ્ધુ મૂસેવાલાના ઘરે ગયો હતો. ત્યાં તેણે થાર કારનો ફોટો પણ લીધો હતો અને કેશવ અને નિકકુને મોટરસાઇકલ પર બેસાડી પાછા લઇ ગયો હતો. ત્યારબાદ બંને કારમાં સવાર થયા હતા. જ્યારે કેકડો મોટરસાયકલ લઈને ચાલ્યો ગયો હતો. તમને જણાવી દઈએ કે સંદીપ ઉર્ફે કેકડા એક ડ્રગ એડિક્ટ છે. તેની સામે એનડીપીસીના કેસ પણ નોંધાયેલા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujrat, Sidhu Moose Wala, પંજાબ

    આગામી સમાચાર