Home /News /national-international /સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કર્યો નવો ખુલાસો

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કર્યો નવો ખુલાસો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને દિલ્હીથી પંજાબ લાવવામાં આવ્યો છે

Sidhu Moose wala Murder Case - પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે, પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈએ પોતાની જિંદગીને લઈને કેટલાક ખુલાસા કર્યા

ચંદીગઢ : સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose wala Murder Case)ના મર્ડર કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને દિલ્હીથી પંજાબ લાવવામાં આવ્યો છે. પંજાબ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) એ પોતાની જિંદગીને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે તે અને તેની ગેંગ ખંડણીનું કામ કરતા હતા. તેઓએ ક્યારેય કોઈ વ્યક્તિને ટાર્ગેટ કર્યા નથી. પોલીસને જણાવ્યું છે કે, ખંડણીનું કામ ક્યારે ગેંગવોરમાં (gangwar)તબદીલ થઈ ગયું તેની ખબર પણ ના પડી.

બિશ્નોઈએ જણાવ્યું છે કે, શરૂઆતમાં પંજાબી ગ્રુપની અનેક પ્રસિદ્ધ વ્યક્તિઓ તેના ગ્રુપના નિશાના પર હતી. મોટી રકમની વસૂલી કરવા માટે બિશ્નોઈનું ગ્રુપ પ્રસિદ્ધ વ્યક્તિઓના ફેસબુક એકાઉન્ટ ટ્રેક કરતું હતું. ત્યારબાદ કયા કલાકાર પાસેથી ખંડણી વસૂલ કરવી તે નક્કી કરવામાં આવતું હતું. લોરેન્સે જણાવ્યું કે, અનેક દિગ્ગજ કલાકારો પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર લોરેન્સે પોલીસને જણાવ્યું છે કે, પંજાબના 6 જિલ્લાઓ સહિત હિમાચલના બદ્દીમાં પણ વેપારીઓ, કલાકારો પાસેથી 5 લાખથી લઈને 50 લાખ સુધીની ખંડણી વસુલ કરી છે. જોખમી ગેંગસ્ટરોના ઈલાજ માટે પણ 15 લાખ સુધીની માગ કરી છે.

આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલાના હત્યાના દિવસે ગુજરાતમાં જ હતો સંતોષ જાધવ, બીજા શું થયા ખુલાસા

મોહાલી, લુધિયાણા, જલંધર, અમૃતસર અને માલવા બેલ્ટના વેપારી, કલાકાર તેમના ગ્રુપના નિશાના પર છે. બે દિવસની પૂછપરછ બાદ પંજાબ પોલીસને દિલ્હી પોલીસના સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, મુસેવાલાના હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ બિશ્નોઈ છે.

અત્યાર સુધીની તપાસ પરથી જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલ આરોપી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં રહેતો ગેંગસ્ટર ગોલ્ડી બરાડ (goldy brar), સચિન થાપન, અનમોલ બિશ્નોઈ અને વિક્રમ બરાડના આદેશ પર કામ કરતા હતા. આ તમામ ગેંગસ્ટરોએ ફેસબુક પ્રોફાઈલથી મુસેવાલાના મર્ડરની જવાબદારી લીધી હતી. આ મામલે લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ તથા અન્ય આરોપી સહિત અન્ય ષડયંત્રકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભગવાનપુરિયાની પૂછપરછ

પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસે તિહાર જેલમાં પૂછપરછ કરી છે. ભગવાનપુરિયા વિરુદ્ધ હત્યાના 150 કેસ નોંધવામાં આવ્યા છે. જગ્ગુ ડ્રગ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો છે અને પંજાબના નેતાઓ સાથે તેના કનેક્શન પણ સામે આવે છે.
First published:

Tags: Lawrence Bishnoi, Sidhu Moose Wala, પંજાબ