Home /News /national-international /સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

સિદ્ધૂ મુસેવાલા પહેલા અમિત ડાગર હતો લોરેન્સના નિશાના પર, ગેંગના બે શખ્સોએ કર્યા મોટા ખુલાસા

નાયબ પોલીસ અધિક્ષક દીપક ખંડેલવાલે જણાવ્યું હતું કે લોરેન્સ ગેંગના બે સાગરિત દિનેશ ઉર્ફે ગંગારામ અને સંદીપ આહીરે કૌશલ ગેંગના અમિત ડાગરની પંજાબમાં રેકી કરીને તેની હત્યા કરવાના હતા

sidhu Moosewala Murder Case - ગત વર્ષે યુવા અકાલી નેતા વિકી મિદ્દુખેડાની હત્યા થઈ ત્યારથી લોરેન્સ બિશ્નોઇ અને અમિત ડાગર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, અમિત ડાગર એ જ ગેંગસ્ટર છે જેણે લોરેન્સ બિશ્નોઈ પાસે ખંડણી પણ માંગી હતી

ચંદીગઢ : પંજાબી સિંગર સિદ્ધૂ મુસેવાલા મર્ડર કેસ (sidhu Moosewala Murder Case)ની તપાસ પોલીસે વધુ તેજ બનાવી છે. આ અંતર્ગત હવે લોરેન્સ બિશ્નોઇ ગેંગ (Bishnoi Gang)ના પકડાયેલા બે ગેંગસ્ટરોએ પોલીસ સામે મોટા રહસ્યો ખોલ્યા છે. તેમનું કહેવું છે કે આ ગેંગના નિશાન પર સૌથી પહેલા અમિત ડાગર (Amit dagar) હતો, પરંતુ તેઓ તેને મારવામાં નિષ્ફળ રહ્યા તો પહેલા સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા (Sidhu Moossewala) કરી હતી. તમને જણાવી દઈએ કે અમિત ડાગર એ જ ગેંગસ્ટર છે જેણે લોરેન્સ બિશ્નોઈ (lawrence bishnoi)પાસે ખંડણી પણ માંગી હતી.

લોરેન્સ ગેંગના આ બે સાગરિતોને રાજસ્થાનના ધોલપુરમાંથી પકડવામાં આવ્યા હતા. અમિત ડાગરનું કનેક્શન કૌશલ ગેંગ સાથે હોવાનું કહેવાય છે. હાલ અમિત ડાગર પંજાબમાં પોલીસ રિમાન્ડ પર છે. ગત વર્ષે યુવા અકાલી નેતા વિકી મિદ્દુખેડાની હત્યા થઈ ત્યારથી લોરેન્સ બિશ્નોઇ અને અમિત ડાગર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

ગેંગસ્ટર ગંગારામ અને સંદીપની ધોલપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથે પોલીસે પૂર્વ ડાકુ રામદત્ત ઠાકુરેની તેના આશ્રયસ્થાનેથી ધરપકડ કરી હતી. હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના પટૌડી પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં બંને ગુંડાઓ વિરુદ્ધ 15-15 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

ગેંગસ્ટરનો શું હતો પ્લાન?

નાયબ પોલીસ અધિક્ષક દીપક ખંડેલવાલે જણાવ્યું હતું કે લોરેન્સ ગેંગના બે સાગરિત દિનેશ ઉર્ફે ગંગારામ અને સંદીપ આહીરે કૌશલ ગેંગના અમિત ડાગરની પંજાબમાં રેકી કરીને તેની હત્યા કરવાના હતા. પરંતુ તે પહેલા જ પોલીસ દ્વારા મિડ્ડુખેડાની હત્યા કેસમાં અમિત ડાગર અને ભૂપ્પી રાણાની ધરપકડ કરી અને મોહાલી લાવવામાં આવ્યા હતા. એવામાં અમિત ડાગરના મર્ડરના પ્લાનિંગને થોડા જ દિવસોમાં ટાળી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને શૂટર રાજસ્થાનના ગંગાનગર ભાગી ગયયા હતા. ત્યાર બાદ સિંગર સુદ્ધૂ મુસેવાલાની હત્યા થયા બાદ લોરેન્સના ભાઇ અનમોલ બિશ્નોઇના કહેવાથી બંને ધૌલપુરના ચંબલના વિસ્તારમાં પૂર્વ ડાકૂ રામદત્ત ઠાકુરના આશ્રયમાં ફરારી કાપવા આવ્યા હતા.

આ પણ વાંચો - મુસેવાલાની હત્યા કેસના શકમંદ બોલેરો કારમાં દેખાયા, નવા CCTV ફૂટેજ આવ્યા સામે

કોણ છે અમિત ડાગર?

દિલ્હી-ગુરુગ્રામ કૌશલ ગેંગના અમિત ડાગરે લોરેન્સને પોતાને મોટો ગેંગસ્ટર બનાવવાની ધમકી આપી હતી અને 5 કરોડની ખંડણી માંગી હતી. અમિત ડાગરના ગુંડાઓએ ખંડણી ન ચૂકવવા બદલ જયપુરમાં લોરેન્સ સાથે સંબંધ રાખનાર એક કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીની હત્યા કરી હતી. કહેવાય છે કે લોરેન્સે અમિત ડાગરને પાંચ કરોડની ખંડણી પણ આપી હતી. સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગેંગસ્ટર અમિત ડાગરે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને સુરક્ષાની માંગ કરી છે.

અમિત ડાગર પર 20થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ડાગરે અરજીમાં અપીલ કરી છે કે તેને જેલમાંથી બહાર તપાસ માટે કે અદાલતમાં હાજર કરતી સમયે બૂલેટ પ્રૂફ જેકેટ અને બૂલેટ પ્રૂફ વાહનનો ઉપયોગ કરવા માટે પંજાબ સરકારને આદેશ આપવામાં આવે.

કોણ છે ગેંગસ્ટ કૌશલ?

કૌશલ પ્રોપર્ટી ડીલરનો દીકરો છે. ગેંગસ્ટર સુદેશ ઉર્ફે ચેલુ સાથે વર્ષ 2004માં જમીન વિવાદને લઇને તેણે ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. કૌશલ અને ચેલૂએ એક બીજી ગેંગના 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ હત્યાઓ ત્યારે બંધ થઇ જ્યારે 12 ડિસેમ્બર, 2006માં કૌશલ ગેંગના સભ્યોએ ચેલૂને પોલીસ કસ્ટડીમાં ગુરૂગ્રામમાં રાજીવ ચોક પર ઠાર માર્યો હતો.

7 ફેબ્રુઆરી, 2016માં ગુરૂગ્રામ પોલીસે મુંબઇમાં સંદીપ ગડોલીનું એકાઉન્ટર કર્યુ અને બિંદર ગુર્જરની ધરપકડ કરી હતી. ત્યારથી જ કૌશલ એક મોટા ગેંગસ્ટર તરીકે પ્રખ્યા બન્યો હતો. વર્ષ 2016માં કૌશલ પેરોલ પર નાસી છૂટ્યો અને વર્ષ 2019માં પકડાઇ ગયો હતો. ત્યાર બાદ તે જેલમાં રહીને પ્રોપર્ટ ડીલર અને વેપારીઓ પાસેથી ઉઘરાણી કરવા લાગ્યો. હાલ કૌશલ હરીયાણાની જેલમાં બંધ છે.

આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલા વર્લ્ડ ક્લાસ હથિયારનો હતો શોખીન, પોતાની પાસે રાખતો હતો અમેરિકન પિસ્તોલ

ઇન્ટરનેટ કોલિંગથી જોડાય છે ગેંગમાં

પોલીસની કસ્ટડીમાં ગેંગસ્ટર દિનેશ અને સંદીપે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેઓ ઇન્ટરનેટ કોલિંગ દ્વારા આ ગેંગ સાથે સંકળાયેલા છે. તે ક્યારેય લોરેન્સ અને ગેંગના અન્ય લીડર્સને રૂબરૂ મળ્યો નથી.

હરિયાણાના પટૌડીમાં હત્યા કેસમાં સંડોવાયા બાદ બંને ગેંગસ્ટર જ્યાં-ત્યાં ફરાર થઇ રહ્યા હતા. આ દરમિયાન લોરેન્સના ભાઇ અનમોલ ઉર્ફ જેલે આ બંનેને ગોરખીઓને ઈન્ટરનેટ કોલિંગ પર ધોલપુર જિલ્લાના રાજખેડા વિસ્તારમાં પૂર્વ રતદત્ત ઠાકુરને મળવાની સૂચના આપી હતી.

ડાકુ શિવદત્ત ઠાકુરનો ભાઈ હોવાના કારણે રામદત્તના સંદીપ ઉર્ફે કાલા જથેડી દ્વારા લોરેન્સ વિશ્નોઈ સાથે પણ સંબંધ છે. લોરેન્સ વિશ્નોઈ હાલમાં દિલ્હીની તિહાર જેલ નંબર 8ના હાઈ સિક્યોરિટી વોર્ડમાં કેદ છે. લોરેન્સ વિશ્નોઈનો ભાઈ અનમોલ ગુરુગ્રામના ગ્રામીણ વિસ્તારોમાં તેની ગેંગને મજબૂત કરવામાં વ્યસ્ત હતો. ધોલપુરમાં પકડાયેલા બંને ગોરખધંધા પણ અનમોલ દ્વારા ગેંગ સાથે સંકળાયેલા હતા.

તમને જણાવી દઈએ કે આનંદપાલના એન્કાઉન્ટર પછી લોરેન્સે રાજસ્થાનના દરેક ભાગમાં પોતાનું નેટવર્ક વધારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લોરેન્સે પહેલા જોધપુરમાં નેટવર્કનું વિસ્તરણ કર્યું અને પછી તેનું નેટવર્ક ચંબલ વિસ્તારના બદમાશો સુધી ફેલાવ્યું હતું. લોરેન્સે આનંદપાલના ખાસ સાથી એવા શિવદત્ત ઠાકુરના ભાઈ રામદત્ત ઠાકુર દ્વારા ધોલપુરમાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું.
First published:

Tags: Murder case, Sidhu Moose Wala, પંજાબ