Home /News /national-international /મૂસેવાલા હત્યાકાંડ: બિશ્નોઈએ મહત્ત્વના ગેંગસ્ટર ગોરાનું નામ આપ્યું, હવે બંનેની સામ-સામે થશે પૂછપરછ
મૂસેવાલા હત્યાકાંડ: બિશ્નોઈએ મહત્ત્વના ગેંગસ્ટર ગોરાનું નામ આપ્યું, હવે બંનેની સામ-સામે થશે પૂછપરછ
સિધુ મૂસેવાલ મર્ડર કેસ
પંજાબ પોલીસે (Punjab Police) સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ (Sidhu Moose Wala murder case) માં મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈ (lawrence bishnoi) ને મોહાલી લઈ ગઈ છે. ત્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી બિશ્નોઈને મોહાલીની સીઆઈએ ઓફિસમાં લાવવાનો હતો, પરંતુ સુરક્ષાના કારણોસર તેને કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યો છે
ચંદીગઢઃ પંજાબ પોલીસે (Punjab Police) સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ (Sidhu Moose Wala murder case) ના મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈ (lawrence bishnoi) પાસેથી મહત્વની માહિતી મેળવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, લૉરેન્સ બિશ્નોઈએ પૂછપરછમાં અન્ય ગેંગસ્ટરના નામનો ખુલાસો કર્યો છે. આ ગેંગસ્ટરનું નામ ગોરા જણાવવામાં આવી રહ્યું છે. હવે પંજાબ પોલીસ ગોરાને હોશિયારપુરથી લાવી રહી છે. ન્યૂઝ18 પંજાબના સમાચાર અનુસાર, ગોરાને મોહાલીમાં CIA ઓફિસ લાવવામાં આવશે, જ્યાં લોરેન્સ બિશ્નોઈ અને ગોરાની સામસામે પૂછપરછ કરવામાં આવશે.
આજે પંજાબ પોલીસ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં મુખ્ય આરોપી લોરેન્સ બિશ્નોઈને મોહાલી લઈ ગઈ છે. ત્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી બિશ્નોઈને મોહાલીની સીઆઈએ ઓફિસમાં લાવવાનો હતો, પરંતુ સુરક્ષાના કારણોસર તેને કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યો છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને 29 મેના રોજ તેમના ગામથી થોડે દૂર સશસ્ત્ર બદમાશો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના (sidhu moose wala murder case) આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moose wala) સામેલ સંતોષ જાધવની (Santosh Jadhav)કચ્છ પોલીસની મદદથી કચ્છના માંડવીના નાગોર ગામેથી ધરપકડ કરી છે. પૂણે, પંજાબ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમે ધરપકડ કરી હતી. તેને આશ્રય આપનાર સાગરિત નાગનાથ સૂર્યવંશીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. સંતોષ જાધવ 2021માં પૂણેના મંચર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરી હત્યાના કેસમાં વોન્ટેડ હતો.
પૂણે પોલીસે સિદ્દેશ કામલે નામના આરોપીને પકડ્યો હતો અને તેની પાસેથી એવી બાતમી મળી હતી કે કચ્છના માંડવીમાં નવનાથ સૂર્યવંશી ઉર્ફે મિઠુન અને સંતોષ જાધવ છુપાયેલા છે. પૂણે પોલીસની ટીમે કચ્છ પોલીસની મદદ માંગી હતી અને એક ટીમ કચ્છ આવી હતી. પૂણે અને કચ્છ પોલીસે પ્રથમ નવનાથ સૂર્યવંશીને પકડ્યો હતો. બાદમાં તેની પૂછપરછ કરતા મોબાઇલ નંબર મળ્યા હતા. મોબાઇલ નંબરની તપાસ કરીને ગેંગસ્ટર સંતોષ જાધવને માંડવીના નાગોરમાંથી ઝડપી લીધો હતો. એક વર્ષથી કચ્છના માંડવી વિસ્તારમાં સંતાઇને રહેતા સંતોષ જાધવના સંપર્કો અંગે કચ્છ પોલીસ તપાસ કરશે.
પોલીસે સંતોષ જાધવને રવિવારે મોડી રાત્રે ડ્યુટી મેજિસ્ટ્રેટ સામે હાજર કર્યો હતો. કોર્ટે તેને 20 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી આઠ આરોપીઓની ઓળખ થઇ ચૂકી છે. આ મામલામાં સૌરભ મહાકાલની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસમાં લાગેલી છે. પોલીસનું માનવું છે કે સંતોષ જાધવની પૂછપરછ પછી આ હત્યાકાંડ સંબંધિત મહત્વની સાબિતી હાથ લાગી શકે છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર