Home /News /national-international /સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ: હત્યામાં સામેલ 4 શૂટરોની થઈ ઓળખ, આ મહત્વની કડીથી સામે આવ્યા નામ

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસ: હત્યામાં સામેલ 4 શૂટરોની થઈ ઓળખ, આ મહત્વની કડીથી સામે આવ્યા નામ

મૂસેવાલા હત્યા કેસ

પંજાબ પોલીસે (Punjab Police) મુસેવાલાની હત્યા (Moose Wala Murder case) માં સામેલ ચાર શૂટરોની ઓળખ કરવાનો દાવો કર્યો છે. પરંતુ હજુ સુધી તેમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે

વધુ જુઓ ...
ચંદીગઢઃ ​​પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ (Sidhu Moose Wala Murder Case) માં પંજાબ પોલીસ (Punjab Police) ને મોટી સફળતા મળી છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા 4 શૂટરો (Shooter) ની ઓળખ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમે લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ને મુખ્ય આરોપી બનાવ્યો છે.

પંજાબ પોલીસે મુસેવાલાની હત્યામાં સામેલ ચાર શૂટરોની ઓળખ કરવાનો દાવો કર્યો છે. પરંતુ હજુ સુધી તેમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આ 4 શૂટરોમાંથી બે સોનીપતના રહેવાસી પ્રિયવ્રત અને તેના સહયોગી અંકિત અને મોગાના મનુ કુશ અને અમૃતસરના રહેવાસી જગરૂપ રૂપા છે.

આ કેસમાં તપાસ વિશે માહિતી આપતા અધિકારીએ કહ્યું કે, આ હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા વાહનમાંથી એક નાનકડી ચાવી મળ્યા બાદ, ટેકનિકલ ઈનપુટ્સે પંજાબ પોલીસને હત્યા પહેલા બનેલી ઘટનાઓને બહાર કાઢવામાં મદદ કરી. અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં લોરેન્સ બિશ્નોઈ સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

તિહાર જેલ દિલ્હીથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત આ કેસમાં અન્ય 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં ભટિંડા, સિરસાના ચરણજીત સિંહ ઉર્ફે ચેતન, હરિયાણાના સંદીપ સિંહ ઉર્ફે કેદરા, તલવંડીનો સાબો, ભટિંડાના મનપ્રીત સિંહ ઉર્ફે મન્ના, ફરિદકોટના મનપ્રીત ભાઉ, અમૃતસરના સરાજ મિન્ટુ, હરિયાણાના પ્રભદીપ સિદ્ધુ ઉર્ફે મોનબી, પબ્બી. અને પવન બિશ્નોઈ. આ તમામની કાવતરું ઘડવા, હત્યામાં મદદ કરવા, રેકી કરવા અને શૂટર્સને આશ્રય આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોમૂસેવાલા હત્યાકાંડ: બિશ્નોઈએ મહત્ત્વના ગેંગસ્ટર ગોરાનું નામ આપ્યું, હવે બંનેની સામ-સામે થશે પૂછપરછ

તો, આ મામલે માહિતી આપતા પંજાબ પોલીસના જનસંપર્ક વિભાગે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે, સિદ્ધુ મુસેવાલાની હત્યા આરોપી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડા સ્થિત ગોલ્ડી બ્રાર, સચિન થાપન, અનમોલ બિશ્નોઈ અને વિક્રમ બ્રારની સૂચનાથી કરવામાં આવી છે.
First published:

Tags: Lawrence Bishnoi, Lawrence Bisnoi, Punjab police, Sidhu Moose Wala

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો