નવી દિલ્હી : પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં (Sidhu Moosewala Murder Case)સામેલ શૂટર્સ આરોપીઓનો એક વીડિયો વાયરલ (Viral Video)થઇ રહ્યો છે. જેમાં બધા હથિયાર લહેરાવતા જોવા મળી રહ્યા છે. બધા આરોપી એક કારમાં અત્યાધુનિક હથિયાર સાથે જોવા મળી રહ્યા છે. એક તરફ દિલ્હી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પોલીસ સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala)હત્યામાં સામેલ શૂટરની ધરપકડ કરવા માટે દેશના અલગ-અલગ રાજ્યોમાં છાપેમારી કરી રહી છે. મુસેવાલાની હત્યા કરીને શૂટર અંકિત સિરસા, પ્રિયવ્રત, સચિન ભિવાની, કપિલ અને દીપક મુંડી બિન્દાસ બનીને ગાડીમાં ફરતા જોવા મળ્યા હતા.
આ તે સમયનો વીડિયો છે જ્યારે શૂટર ફરાર ચાલી રહ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈ શેર કરેલા વીડિયોમાં જોવા મળે છે કે ગાડીમાં ગીત વાગી રહ્યું છે અને શૂટર અલગ-અલગ વિદેશી હથિયાર લહેરાવીને વીડિયો બનાવી રહ્યા છે. વીડિયોમાં જોવા મળતા સચિન, અંકિત, પ્રિયવ્રત અને કપિલની દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે ધરપકડ કરી છે જ્યારે દીપક હજુ ફરાર છે.
કારમાં હથિયાર લહેરાવતા જોવા મળ્યા શૂટર્સ
સિદ્ધૂ મૂસેવાલાના મર્ડર બાદ હત્યારાઓએ જોરદાર ઉજવણી કરી હતી. પોલીસે આ ઉજવણીનો વીડિયો અંકિત સેરસાના મોબાઈલમાંથી જપ્ત કર્યો છે. વીડિયોમાં શાર્પ શૂટર પ્રિયવર્ત ફૌજી કારની આગળની સીટ પર બેઠો છે અને સચિન ભિવાની કાર ચલાવી રહ્યો છે. શાર્પ શૂટર અંકિત સેરસા અને દીપક મુંડીની સાથે કપિલ પંડિત પાછળ બેસીને હથિયારો હવામાં લહેરાવી રહ્યાં છે
#WATCH | In a viral video, Sidhu Moose Wala's murder accused Ankit Sirsa, Priyavrat, Kapil, Sachin Bhivani, & Deepak brandished guns in a vehicle pic.twitter.com/SYBy8lgyRd
દિલ્હી પોલીસે મુસેવાલાની હત્યામાં કથિત રુપથી સામેલ બે અન્ય લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પોલીસે આ મામલામાં અત્યાર સુધી પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. અંકિત અને સચિન ભિવાનીની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બન્ને લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર ગેંગના અપરાધી છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ સાંજે 5.30 વાગ્યે માનાસાના ગામમાં હત્યા કરવામાં આવી હતી. મુસેવાલા પર લગભગ 40 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુસેવાલાના શરીર પર 19 ઇજાઓ થઇ હતી. મુસેવાલાને ગોળી વાગવાથી 15 મિનિટમાં જ તેનું મોત થયું હતું. બોલેરો અને કોરોલા દ્વારા પીછો કર્યા બાદ થાર જીપ તરફ જઈ રહેલા મુસેવાલાનું મોત થયું હતું. તે સમયે મુસેવાલાની સાથે કોઈ ગનમેન ન હતા.
મુસેવાલાની ગોલ્ડી બરાર અને બિશ્નોઇ સાથે શા માટે થઇ હતી દુશ્મની?
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેમ કરવામાં આવી? ગોલ્ડી બરાર (goldie brar)અને લોરેન્સ બિશ્નોઇ (lawrence bishnoi)સાથે તેની દુશ્મની કેમ હતી આ તમામ સવાલોનો જવાબ હવે સામે આવ્યો છે. પોલીસ (Punjab Police) સૂત્રોની માહિતી મુજબ વર્ષ 2018માં કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાર અને લોરેન્સના ખાસ ગેંગસ્ટરનો ઇન્કાર કરવા છતાં સિદ્ધુ મુસેવાલા લન્દ્રા રોડ પર આવેલા ગામ ભાગો માજરા ખાતે ચાલી રહેલા કબડ્ડી કપમાં પરફોર્મ કરવા માટે આવ્યો હતો.
જાણકારી અનુસાર, અમેરિકામાં બેઠેલા સિદ્ધુ મુસેવાલાના મિત્રએ સિદ્ધુને કબડ્ડી કપમાં શો કરવા માટે બોલાવ્યો હતો અને ગામમાં પહોંચતા જ ટ્રેક્ટર 5911 પણ ગિફ્ટમાં આપવામાં આવ્યું હતું. સિદ્ધુએ આ શો કરવા માટે મુંબઈનો એક શો પણ રદ કર્યો હતો. આ અંગે ગોલ્ડી બરાર સાથે તેમની ઘણી માથાકૂટ પણ થઇ હતી. કારણ કે ગોલ્ડી બરારનું ગ્રુપ એવું નહોતું ઇચ્છતું કે સિદ્ધુ મુસેવાલા અહીં આવીને કબડ્ડી કપમાં ભાગ લે અને શો કરે. આ પછી જ પરસ્પર સંઘર્ષ ઘણો વધી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર