Home /News /national-international /પુત્ર કરતા પણ વધારે ખરાબ હાલ કરીશું, મૂસેવાલાના પિતાને લોરેંસના સાથીઓનો ધમકી ભર્યો મેઈલ

પુત્ર કરતા પણ વધારે ખરાબ હાલ કરીશું, મૂસેવાલાના પિતાને લોરેંસના સાથીઓનો ધમકી ભર્યો મેઈલ

મૂસેવાલાના પિતાને લોરેંસના સાથીઓનો ધમકી ભર્યો મેઈલ

ધમકી આપતા ગેંગસ્ટરોએ કહ્યું છે કે ‘મનપ્રીત મન્નૂ અને જગરૂપ રુપાનું ફેક એનકાઉન્ટર તારા દબાવમાં થયું. સૌ વાતની એક વાત તૂ વધારે બોલીંશ તો તારા હાલ તારા પુત્ર કરતા પણ વધારે ભયાનક હશેં’

    ચંદીગઢ: પોતાના પુત્ર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી ન્યાય મેળવવા માટે લડી રહેલ બલકૌર સિંહને લોરેંસ ગેગના સાથીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ બાબતે મૂસેવાલાના પિતાને લોરેંસ બિશ્નોઈ તરફથી એક ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે. મેઈલમાં કહેવામાં આવ્યુ છે કે મૂસેવાલાના પિતા દ્વારા પ્રશાસન અને સરકાર પર દબાણના કારણે કાતિલ શૂટર જગરૂપ રુપા અને મનપ્રીત મન્નૂનું એનકાઉન્ટર કરવામાં આવ્યુ હતું. ગેંગસ્ટરોએ ધમકી આપી છે કે બલકોર સિંહ, લોરેંશ બિશ્નોઈ અને જગ્ગૂ ભગવાનપૂરિયાની સિક્યોરિટી પર કંઈ બોલશે તો તેમનો હાલ પુત્ર કરતાંય વધાર ખરાબ થશે. જોકે પોલીસ આ મેઈલની તપાસ કામગીરી કરી રહી છે.

    બે આરોપીઓ ઝડપાયા

    મૂસેવાલાના પિતા બલકૌર સિંહ વારંવાર જેલમાં બંદ ગેંગસ્ટરોને અપાઈ રહેલ સુરક્ષા અને સરકારની તપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આટલુ જ નહિ પિતા બલકૌર સિંહને ન્યાય ન મળતા તેમણે આંદોલન કરવાની પણ ચેતાવણી આપી છે. આ ઘટનાક્રમ પછી નકલી પાસપોર્ટ બનાવીને વિદેશ ભાગી ગયેલ બે આરોપીઓમાંથી એક સચિન થાપનની અઝરબૈઝાનમાં ધરપકડ બાદ તેના સાથી અનમોલ બિશ્નોઈની કેન્યામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ સોપુ તરફથી મૂસેવાલાના પિતાને ધમકી ભર્યો મેઈલ મોકલવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: 8 મહિનાની ગર્ભવતી પ્રેમિકા સાથે યુવકના લગ્ન, પાંચ કલાકમાં જ યુવતીનું મોત!

    ધમકી આપતા ગેંગસ્ટરોએ કહ્યું છે કે ‘સિદ્ધુ મૂસેવાલાના પિતા સાંભળો, લોરેંસ, જગ્ગૂ ભગવાનપૂરિયા કે અમારા ભાઈઓની સુરક્ષા વિશે કંઈ બોલ્યો તો ખબર પણ નહિ પડે. અમે તને મારીને ચાલ્યા જઈશું. તારા પુત્રએ અમારા ભાઈઓને મારી નખાવ્યા અને બદલામાં અમે તારા પુત્રને મારી નાખ્યો. મનપ્રીત મન્નૂ અને જગરૂપ રુપાનું ફેક એનકાઉન્ટર તારા દબાવમાં થયુ. સૌ વાતની એક વાત તૂ વધારે બોલીંશ તો તારા હાલ તારા પુત્ર કરતા પણ વધારે ભયાનક હશેં’
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news, Sidhu Moose Wala

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन