Home /News /national-international /

Sidhu Moose Wala Murder Case: 'મિનિટોમાં કરી નાખી હતી હત્યા,' સિદ્ધુ મુસેવાલાના પિતાએ FIRમાં આપી ઘટનાની બધી જ જાણકારી

Sidhu Moose Wala Murder Case: 'મિનિટોમાં કરી નાખી હતી હત્યા,' સિદ્ધુ મુસેવાલાના પિતાએ FIRમાં આપી ઘટનાની બધી જ જાણકારી

ગત રવિવારે મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી (તસવીર - Instagram)

Sidhu Moose Wala Murder Case Update - સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે કહ્યું કે તે દિવસે મારો પુત્ર તેના મિત્રો ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ સાથે સિક્યોરિટી અને બુલેટપ્રૂફ કાર વગર ગયો હતો. હું બે સિક્યુરિટી ગાર્ડ સાથે કારમાં પુત્રની પાછળ ગયો હતો

વધુ જુઓ ...
ચંદીગઢ : પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ (Sidhu Moose Wala Murder Case)ની ચોંકાવનારી જાણકારી સિદ્ધુ મુસેવાલાના (Sidhu Moose Wala)પિતા બલકૌર સિંહે આપી છે. તેમના પુત્રને ઘણી વખત ધમકીભર્યા ફોન કોલ્સ આવતા હોવાનું અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi)એ તેને ઘણી વખત ધમકી આપી હોવાની વાત જણાવી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, ધમકીઓ મળતી હોવાના કારણે તેણે બુલેટપ્રૂફ કાર વસાવી હતી. તે લોહિયાળ દિવસને યાદ કરતા બલકૌર સિંહે FIRમાં જણાવ્યું હતું કે, તે દિવસે મારો પુત્ર તેના મિત્રો ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ સાથે સિક્યોરિટી અને બુલેટપ્રૂફ કાર વગર ગયો હતો. હું બે સિક્યુરિટી ગાર્ડ સાથે કારમાં પુત્રની પાછળ હતો. એટલામાં જોયું કે, એક સેડાન કાર મારા પુત્રની કાર થારનો પીછો કરી રહી છે. જવાહરકે ગામ પાસે મારા પુત્રની કાર પહોંચી ત્યારે ત્યાં પહેલેથી જ બોલેરો કાર પાર્ક કરેલી હતી અને તેમાં ચાર શખ્સો હતા. આ ચારેય જણાએ આંખના પલકારામાં મારા પુત્રની કાર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

હાઈકોર્ટના જજ પાસે તપાસ કરાવવા માગ

બલકૌર સિંહે FIRમાં કહ્યું છે કે, હું ત્યાં પહોંચ્યો અને મારા પુત્ર અને તેના મિત્રોને મનસાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બલકૌરસિંહે મુખ્યમંત્રી ભગવંત માનને વિનંતી કરી છે કે, તેઓ આ તપાસ હાઇકોર્ટના વર્તમાન જજ પાસે કરાવે. પોતાના પુત્રને ન્યાય અપાવવાની માંગ કરતા બલકૌર સિંહે કહ્યું કે, પંજાબ સરકારે CBI અને NIAને તપાસમાં સામેલ કરવા જોઈએ.

આ પણ વાંચો - મુસેવાલાના હત્યારાએ AN-94 અસોલ્ટ રાઇફલનો કર્યો હતો ઉપયોગ, જાણો કેટલું ઘાતક છે રશિયાનું આ હથિયાર

દીકરા વગર વલખા મારે છે માતા

મુસેવાલાના પિતા બલકૌર સિંહે પંજાબના ડીજીપી પાસે જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી, અગાઉ ડીજીપીએ કહ્યું હતું કે, આ હત્યા ગેંગવોર લાગે છે. આ ઉપરાંત મુસેવાલાનો પરિવાર પણ મુસેવાલાનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર ન હતો. બલકૌર સિંહે સીએમ માનને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, તેમના પુત્રના મોત માટે આપ સરકારની અક્ષમતા જવાબદાર છે. તેમણે ઉમેર્યું કે, મુસેવાલાની માતા મને પૂછે છે કે મારો પુત્ર ક્યાં છે અને તે ક્યારે પાછો આવશે? તેમણે કહ્યું કે હું તેનો શું જવાબ આપું. અમને ન્યાય મળશે તેવી આશા છે.

અહીં નોંધનીય છે કે, ગત રવિવારે મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેને પગલે પંજાબ પોલીસના ડીજીપીએ કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ ગેંગવોરનો મામલો હોવાનું જણાય છે. મુસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Murder case, Punjab police, Sidhu Moose Wala, પંજાબ

આગામી સમાચાર